Sunday 19 January 2014

[Vijay Kudal] [VijayKudal] Fingers in the Door

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Fingers in the Door'

 

દરવાજામાં આંગળાં – ડેવિડ હૉલબ્રુક
(અનુ. વિવેક મનહર ટેલર)

 
ક્ષણાર્ધ બેદરકાર અને મેં મારી બાળકીના આંગળા બારસાખમાં કચડી નાંખ્યા. એણે
શ્વાસ રોકી લીધો, આખેઆખી અમળાઈ ઊઠી, ભ્રૂણ-પેઠે, પીડાની બળબળતી હકીકત સામે. અને એક પળ માટે મેં ઇચ્છ્યું કે હું વિખેરાઈ જાઉં સેંકડો હજાર ટુકડાઓ થઈ મૃત ચળકતા તારાઓમાં. બચ્ચી આક્રંદી ઊઠી, એ મને વળગી પડી, અને મને સમજાયું કે તે અને હું કઈ રીતે પ્રકાશ-વર્ષો વેગળાં છીએ કોઈ પણ પારસ્પારિક સહાય કે આશ્વાસનથી. એના માટે મેં બી વેર્યાં'તા એની માના ગર્ભમાં; કોષ વિકસ્યા અને એક અસ્તિત્વ તરીકે આકારાયા:
કશું જ એને મારા હોવામાં પુનઃસ્થાપિત નહીં કરે, અથવા અમારામાં, કે એની માતામાં પણ જેણે પોતાની અંદર એને ધારી અને અવતારી, અને જે એના નાળવિચ્છેદ પર રડી હતી, મારી તમામ ઇર્ષ્યા ઉપરાંત, કશું જ પુનઃસ્થાપિત નહીં કરી શકે. તેણી, હું, મા, બહેન, વસીએ છીએ વિખેરાઈને મૃત ચળકતાં તારાઓ વચ્ચે: અમે છીએ ત્યાં અમારા સેંકડો હજાર ટુકડાઓમાં!

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-fingers-in-the-door/

No comments:

Post a Comment