Thursday 16 January 2014

[Vijay Kudal] [VijayKudal] Gujarati Article by Arun Lal

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Gujarati Article by Arun Lal'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

હજુ તો આકાશને આંબવું છે…
હજુ તો આકાશને આંબવું છે...
Arun Lal
બિચારીનો ભાવ તેને નિરાશા તરફ લઇ જઇ રહ્યો હતો
આ ઘટના ત્યારે ઘટી જ્યારે એ પાંચ વર્ષની હતી. એ મામાના ઘરના ધાબે સૂતી હતી ત્યારે કોઇ વોલ્ટેજ તારે કોપ પ્રગટ કર્યો. એમાં તેના હાથ-પગ ન રહ્યા. એવું લાગ્યું જાણે જીવન થંભી ગયું હોય. જેમ તેમ કરીને સરિતા મોટી થઇ રહી હતી. લોકોની નજરમાં તેના માટે જન્મી રહેલો બિચારીનો ભાવ તેને નિરાશા તરફ લઇ જઇ રહ્યો હતો. આ સ્થિતિમાં માતાની મમતા અને પ્રેમે સરિતાના મનોબળને મજબૂત કરવાનું કામ કર્યું. તે પગ વડે લખવા લાગી. ધીરે ધીરે ચિત્ર દોરવા લાગી. સરિતાને પેઇન્ટિંગમાં વધારે રસ પડવા લાગ્યો અને તેણે એમાં મહારત હાંસલ કરી લીધી. કલાની દુનિયાથી સરિતા પોતાના જીવનમાં પણ રંગ ભરવા લાગી. રચનાત્મક કલાઓ માટે સરિતાને ૨૦૦પમાં ભારતના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હાથે સામાન્ય શ્રેણીમાં 'રાષ્ટ્રીય બાલ પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવી.

હવે કપડાં બદલવાં અને વાળ ઓળવાને બાદ કરતાં સરિતા પોતાનું બધું કામ જાતે કરે છે. એ એક એવી સ્કૂલ બનાવવા ઇચ્છે છે જ્યાં વિકલાંગ અને સામાન્ય બાળકોને એકસાથે ચિત્રનું શિક્ષણ આપી શકે. સરિતાનું સૌથી મોટું યોગદાન એ છે કે એ સમાજના સૌથી નીચેના તબક્કાના જીવનમાં પરિવર્તન લાવવા ઇચ્છે છે. સરિતા નાનાં નાનાં છોકરાઓને ચિત્રકામ શીખવે છે. તે પોતાના પોકેટ મની, સ્કોલરશિપ અને પુરસ્કારમાં મળતી રકમમાંથી બાળકોને ચોકલેટ ખવડાવે છે. એવાં છોકરાઓ જેને લોકો ગંદાં અને ખરાબ સમજીને દૂર રાખે છે. ૨૨ વર્ષની સરિતાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળી ચૂક્યા છે. એ કહે છે કે, 'મારા પર ઘણી બધી જવાબદારીઓ છે અને હજુ તો હમણાં હમણાં તો મને પાંખ મળી છે. હજુ તો આકાશને આંબવું છે.'

પુરસ્કાર
પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર-૨૦૦પમાં ક્રિએટિવ આર્ટસના ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ દ્વારા 'બાલશ્રી સન્માન'.
૨૦૦૮માં એમ્પાવરમેન્ટ ઓફ પર્સન ડિસએબિલિટીમાં બેસ્ટ ક્રિએટિવ ગર્લ ચાઇલ્ડ કેટેગરીમાં ઉપરાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી.
૨૦૧૦માં ગોડફ્રે ફિલિપ્સ નેશનલ બ્રેવરી એર્વોડમાં 'માઇન્ડ ઓફ સ્ટીલ (ગર્લ)' કેટેગરીમાં પુરસ્કૃત.
મિસ્ત્રના અરબન ગણરાજ્ય દૂતાવાસ તરફથી કલાના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી.
રેર્કોડ હોલ્ડર રિપબ્લિક (આરએચઆર) આંતરરાષ્ટ્રીય વેબસાઇટમાં ભારતીય રેર્કોડ હોલ્ડરનું સ્થાન મેળવી ચૂકી છે.

'મુશ્કેલ પરિસ્થિતિઓને માત આપીને આગળ વધો, તો આખી દુનિયા તમારી સાથે હશે અને સફળતા તમારા ચરણોમાં.' આ શબ્દો છે અલ્હાબાદની ગોવિંદપુરામાં રહેનારી સરિતા દ્વિવેદીના. તેણે અકસ્માતમાં પોતાના બંને હાથ અને એક પગ સંપૂર્ણ રીતે ગુમાવી દીધા પણ આ અકસ્માત તેની હિંમતને ડગાવી નથી શક્યો. એક પ્રેરક જીવન…

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-gujarati-article-by-arun-lal/

No comments:

Post a Comment