Saturday, 18 January 2014

[Vijay Kudal] [VijayKudal] New relation in Gujarati by Jay Gajjar

Vijay Kudal has posted a new item, '[VijayKudal] New relation in Gujarati by Jay Gajjar'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

નવો સંબંધ – જય ગજ્જર


પ્લેનને ઉપડવાની દશ મિનિટ બાકી હતી. એક મુસાફર હાંફળો હાંફળો એની સીટશોધી રહ્યો હતો. કેરન કંઈ વિચારે ત્યાં તો એની બાજુની ખાલી સીટ પર એ બેસીગયો. એની પાસે એક બ્રિફકેસ હતી તે પગ નીચે મૂકી એણે બેલ્ટ બાંધ્યો. થોડીવાર શાંત બેઠો. પછી કેરન સામે જોઈ બોલ્યો, 'માફ કરજો. છેલ્લી ઘડીએ દોડધામકરવી પડી. મારી રેન્ટેડ કારને રસ્તામાં પંક્ચર પડ્યું એટલે હાઈવે પર કલાકબગડ્યો.'

એના વદન પર હતાશા વરતાતી હતી. મોડા પડ્યાનો રંજ હતો. એક મેગેઝિન લઈવાંચવા લાગ્યો. બે ચાર પાનાં ઉથલાવી કેરન સામે જોઈને પૂછ્યું, 'ટોરોન્ટોજાઓ છો?'

'હા, તમે ?' કેરને પૂછ્યું.

'હું પણ ટોરોન્ટો જાઉં છું. ચાલો સરસ કંપની રહેવાની. લાંબી ટ્રીપ બોર નહિથાય….' એણે સીટ પાછળ કરી. ફલોરિડામાં ઈસ્ટર હોલીડે પસાર કરીને કેરન પાછીફરી રહી હતી.

'મારો બિઝનેસ તો ધમધોકાર ચાલે છે. ઓન ધ કોન્ટ્રરી હું પહોંચી વળતો નથી.કેશનો બિઝનેસ એટલે ટેક્સની કે બીજી ઝંઝટ નહિ. બાય ધ વે, એક માયામીના એજન્ટસાથે વાત કરીને આવ્યો છું. ટોરોન્ટો જઈ પચાસ હજાર મોકલું તો મને સાતદિવસમાં ચાર હીટ પ્રોગ્રામ – કોરલ ડ્રો, પેજ મેકર, ફોટૉ શોપ અનેમાઈક્રોસોફટ ઑફિસની – દરેકની અઢીસો અઢીસો સીડી મોકલી આપશે.'
 

'આપણા એક નવા સંબંધનો ખૂબ આનંદ છે.' કહી શેકહેન્ડ કરી બંને છૂટાં પડ્યાં.

બીજે દિવસે એની શોપ પર જતાં પહેલાં કેરને એની કાર સેન્ટ કલેર એવન્યુપરથી લીધી. દુકાન બંધ હતી પણ કાર્ડ પ્રમાણે દુકાનનું પાટિયું હતું.આજુબાજુની બે ચાર દુકાનો બંધ હતી એટલે વીકલી હોલી ડે હશે એમ માની એણેચેંગમાં વિશ્વાસ બેઠો.

બરાબર અગિયાર વાગે ચેંગ એને મળવા આવ્યો. એની સમયની ચીવટ એને ગમી. ચેંગેઑફિસમાં શાંતિથી થોડી વાતો કરી ઑર્ડર કન્ફર્મેશનની કોપી આપી. કેરને ચેકતૈયાર રાખ્યો હતો.
 

'થેંક્યું મેમ. ગુડ લક. ફરી મળીશું. જ્યારે પણ કામ પડે ત્યારે મળજો.' કહી સ્મિત સહ શેકહેન્ડ કરી એણે વિદાય લીધી.

બીજે દિવસે કેરનને શરદી થઈ જતાં એની શોપ પર ન જઈ શકી. ત્રીજે દિવસેઑફિસમાં જતાં પહેલાં ક્યુરિઓસિટી ખાતર સેન્ટ કલેર એવન્યુ થઈ એની કાર લીધી.શોપ બંધ જોઈ એને શંકા જતાં શોપ સામે કાર પાર્ક કરી એની બાજુની દૂકાનમાં એદૂકાન વિષે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે બે મહિનાથી એ દુકાન બંધ હતી અનેએનો માલિક કોઈ ચેંગ નહિ પણ સરદારજી હતો.

કેરનને ફાળ પડી. એ બેંકનું પેમેન્ટ અટકાવવા સીધી એની બેંક પર ગઈ. બેંકમેનેજરે કહ્યું, 'તમે જેને નામે ચેક ઈસ્યુ કરેલ તે ભાઈ એ ચેકના રોકડા પૈસા એજ દિવસે લઈ ગયા હતા.'
 

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-new-relation-in-gujarati-by-jay-gajjar/

No comments:

Post a Comment