Monday 27 January 2014

[Vijay Kudal] [VijayKudal] Gujarati article by Kajal Oza Vaidy

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Gujarati article by Kajal Oza Vaidy'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

કથા કોલાજ – કાજલ ઓઝા વૈદ્ય
નામ: લેડી ડાયના સ્થળ: લંડન સમય: ર૮ ઓગસ્ટ, ૧૯૯૬ ઉંમર: ૩૫ વર્ષ
ર૦ નવેમ્બર, ૧૯૯પના બીબીસીના પેનોરમા કાર્યક્રમમાં માર્ટિન બશીરને મેં કહ્યું, 'યસ આઈ અડોર્ડ હિમ. યસ આઈ વોઝ ઈન લવ વિથ હિમ. બટ, આઈ વોઝ વેરી લેટ ડાઉન'
 
આજે અંતે મારા ડિવોર્સ ફાઈનલ થઈ ગયા. છેલ્લા ઘણા સમયથી આ અપ્સ એન્ડ ડાઉન્સમાંથી પસાર થઈ રહી છું. અખબારોએ અમારા ડિવોર્સને ચગાવવામાં કશું બાકી નથી રાખ્યું. "એક પરીકથાનો અંત આજના અખબારની હેડલાઇન હતી! 

વાત તો સાચી જ છે. પરીકથાની જેમ આ લગ્ન વિશ્ર્વભરના લોકોએ એન્જોય કર્યા હતા. જાણે એમના ઘેર પ્રસંગ હોય એમ આખું લંડન, આખી દુનિયા પાગલ થઈ ગઈ હતી આ લગ્ન પાછળ. મારી વેડિંગ રિંગ, મારા ટફેટા ગાઉનના વર્ણનો છપાયા હતા. કપ્સ, મિનિયેચર્સ અને બીજા કેટલાંય મર્ચન્ડાઇઝીઝ બનાવવામાં આવ્યા. વિશ્ર્વભરમાં અમારી તસવીરો અને રોયલ વેડિંગના જાતજાતના સમાચારો છપાતા રહ્યા. લગભગ છ લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, બકિંગહામ પેલેસથી સેન્ટ પૉલ્સ કેથેડ્રલ સુધી જવાના રસ્તા ઉપર લેગ હલાવતા, ચિચિયારીઓ પાડતા મને જોવા માટે ઊમટેલા ટોળાને તો હજી હું ભૂલી નથી. વિશ્ર્વભરમાં ૭પ૦ મિલિયન લોકોએ આ લગ્નને ટેલિવિઝન પર નિહાળ્યું… મારી વેડિંગ રિંગની કિંમત એ વખતે ૩૦,૦૦૦ પાઉન્ડની હતી. ૧૪ સોલિસેટર ડાયમંડ જડેલી આ વીંટી ૧૮ કેરેટના સિલોન સેફાયરની આજુબાજુ ગોઠવાયેલા હીરાઓ સાથે ઝગમગતી હતી. ખાસ્સા સમય સુધી એ રિંગ ગેરાલ્ડના કલેક્શનમાં રહી. રપ ફૂટનો ટેફેટા ગાઉન પહેરીની જ્યારે હું વિક્ટોરિયામાંથી નીચે ઊતરી, ત્યારે ચાર્લ્સે મારો હાથ પકડીને મને નીચે ઉતારી. નવાઈ વાત એ છે કે મેં એ ક્ષણે વિચાર્યુ પણ નહોતું કે એણે પકડેલો મારો હાથ એક દિવસ છૂટી જશે! 

પ્રિન્સ ઓફ વેલ્સ સાથે હવે મારો અંગત સંબંધ પૂરો થયો છે. ૧૭ મિલિયન પાઉન્ડ સાથે મને એક ઘર અને રોયલ સંપત્તિમાંથી થોડો ભાગ આપવામાં આવ્યો છે. ક્વિને મને દુ:ખ સાથે કહ્યું, "તું અમારા પરિવારનો ભાગ છે અને રહીશ… પણ મને ખબર છે કે આ ડિવોર્સની મંજૂરી એમણે એટલા માટે આપી કારણ કે પ્રિન્સના કેમેલા સાથેના સંબંધોનો પડદો ચિરાઈ ગયો. મારે આ બધાના બદલામાં એક કોન્ટ્રક્ટ સાઇન કરવો પડ્યો, જેમાં લખ્યું હતું કે હું આ ડિવોર્સ અંગે ગુપ્તતા સેવીશ, પ્રેસની સામે આના વિશે ક્યારેય વાત નહીં કરું… જ્યાં સુધી મારો સવાલ હતો ત્યાં સુધી મને સતત મીડિયાની સામે નીચી દેખાડવામાં આવતી રહી… હું રોયલ ફેમિલીના નિયમોને પાળતી નથી, મારું ધાર્યું કરું છું, મને ફાવે તેમ જીવું છું અને લફરાબાજ છું એવા કંઈક કેટલાય આક્ષેપો મારા પર કરવામાં આવ્યા. એટલી હદ સુધી કે મારો બીજો દીકરો પ્રિન્સ હેરી જેમ્સ હેવિટ્ટ જેવો દેખાય છે એમ કહીને મારા ચારિત્ર્ય પર જાતજાતના આક્ષેપો કરવામાં આવ્યા. હેવિટ્ટ સાથેના મારા સંબંધોનો મેં બીબીસીના ઇન્ટરવ્યૂમાં સ્વીકાર કર્યો, પરંતુ સત્ય એ છે કે હેવિટ્ટ સાથે મારા સંબંધો શરૂ થયા એ પહેલા મારો બીજો દીકરો હેરિ જન્મી ચૂક્યો હતો. મીડિયાએ ચગાવેલી બાબતને કારણે ચાર્લ્સ પણ મારા પર અવિશ્ર્વાસ કરતા થઈ ગયા હતા. એ ખૂબ જ વહેમીલા અને વિચિત્ર છે. એમણે માટે એમની જિંદગીની બહાર બીજા કોઈનું અસ્તિત્વ હોય કે નહીં, એમણે ઝાઝો ફેર નથી પડતો. ક્વિન સાથે પણ એમની આ બાબતોમાં દલીલો થતી રહેતી. ક્વિનને સતત એવો અસંતોષ હતો કે પ્રિન્સ લગ્ન અંગે કોઈ નિર્ણય લેતા નથી. પ્રિન્સને પણ પોતાની આ બેચરલ જિંદગી માફક આવી ગઈ હતી. એક પછી એક સ્ત્રીઓ સાથેના સંબંધો ચગતા રહેતા… એ ખરેખર તો મારી મોટી બહેન સારાહના બોયફ્રેન્ડ હતા. હું ૧૯૭૭માં એમને પહેલી વાર સારાહના મિત્ર તરીકે મળેલી. 

સારાહ મારી મોટી બહેન. અમે પાંચ સંતાનો, હું ચોથી… મારા પિતા જોન સ્પેન્સર એક ટિપિકલ ઇંગ્લિશ પરિવારના રોયલ એન્સેસ્ટ્રી હતા. વિસ્કાઉન્ટ એલ્થ્રોફ. મારી મા અને પિતા ઘણી પેઢીઓથી રોયલ પેઢીની નિકટ હતા. હું જન્મી ત્યારે એમણે પુત્રની આશા રાખી હતી, પરંતુ મારા જન્મ સાથે એમને નિરાશા થઈ! પહેલી જુલાઈ ૧૯૬૧ના દિવસે સાંજે ૭-૪પ વાગ્યે સેન્ડ્રીગહેમ, નોરલોકમાં મારો જન્મ થયો. એક અઠવાડિયા સુધી મારું નામ નક્કી ના થઈ શક્યું, કારણ કે મારા માતા-પિતા ત્રીજી પુત્રીના જન્મથી દુ:ખી હતા. એક અઠવાડિયા પછી મારું નામ ડાયના નક્કી કરવામાં આવ્યું – ડચેસ ઓફ બેડફોર્ડ, જે મારા દૂરના આન્ટ થતા હતા – ડાયના રસેલ, એમના નામ પરથી મારું નામ પાડવામાં આવ્યું. સારાહ અને જેઇન મારી મોટી બહેનો હતી. મારા પછી પણ મારા માતા-પિતાએ એક ચાન્સ લીધો, જેમાં મારા ભાઈ ચાર્લ્સનો જન્મ થયો. મારા પછી એક ભાઈ જન્મેલો, જેનું નામ જોન હતું અને એ દોઢ મહિનાનો થઈને મૃત્યુ પામ્યો. મારા પિતાએ મારી માને હાર્લિ સ્ટ્રીટ ક્લિનિકમાં મોકલેલી, એ શોધી કાઢવા કે મારી સાથે એવો તે શું "પ્રોબ્લેમ હતો કે એ દીકરાને કેમ જન્મ આપી શક્તી નહોતી! આ મારી મા માટે બહુ હ્યુમિલિયેટિંગ અને દુ:ખદ અનુભવ હતો. એ પછી એમની વચ્ચે ખાસ્સું મનદુ:ખ થતું રહ્યું. મારી માના પીટર શેન્ડ કીડ સાથેના સંબંધો પછી મારા પિતાએ એને ડિવોર્સ આપવાનું નક્કી કર્યું. હું આઠ વર્ષની હતી, ત્યારની મારા પિતા સાથેની મારી છેલ્લી સ્મૃતિ છે કે મારા પિતાએ એક પછી એક સૂટકેસ બેગમાં લોડ કરી અને હું મારી મા સાથે ગાડીમાં બેસીને ત્યાંથી નીકળી ગઈ. એ પછીના વર્ષો હું મારી મા સાથે લંડન રહી. મારી મા માંડમાંડ મારા પિતાના સકંજામાંથી છૂટી હતી એટલે એણે પોતાની જિંદગીને પૂરા અર્થમાં જીવવા માંડી! એકલવાયા બાળપણ અને મારી નાનીના સહારે હું ઉછતરી ગઈ. મારા પિતા મારી કસ્ટડીનો કેસ લડી રહ્યા હતા એટલે અંતે જ્યારે હું ૧૪ વર્ષની થઈ ત્યારે મારા પિતાએ મારી કસ્ટડી લીધી. હું મારા પિતાને ઘરે પહોંચી ત્યારે ખબર પડી કે એમનો કાઉન્ટેસ ઓફ ડાર્ટમાઉથ સાથે અફેર ચાલી રહ્યો છે. એમણે ૧૯૭૬માં કાઉન્ટેસ ઓફ ડાર્ટમાઉથ સાથે લગ્ન કર્યાં. 

હું કંઈ સમજી શકું એ પહેલાં મારી જિંદગીની ઉબડખાબડ શરૂઆત થઈ ચૂકી હતી. એક પછી એક બદલાતી સ્કૂલ્સ, બોર્ડિંગ હાઉસીસ અને માતા-પિતાના ઘરોમાંથી હું ક્યાંય સેટલ થઈ શકી નહીં. ઓ-લેવલ પરીક્ષામાં હું બે વાર ફેઇલ થઈ, પરંતુ હું ખૂબ જ સારો પિયાનો વગાડતી હતી, એક બેલે ડાન્સર બનવાની ઇચ્છા હતી મને. એમાં પણ સફળ ન થઈ, કારણ કે મારી ઊંચાઈ બેલે ડાન્સર બનવા માટે ઘણી વધુ હતી! એ પછી હું પહેલીવાર ચાર્લ્સને મળી. હું આલ્પિન વાઇડેમનેટમાં હતી. ફિનિશિંગ સ્કૂલ ઓફ રોગમોન્ટમાં જતી હતી ત્યારે પહેલીવાર ચાર્લ્સને મળી. હું ૧૭ વર્ષની હતી. એ ગાળામાં મારા માટે એક લાખ પાઉન્ડનો ફલેટ ખરીદવામાં આવ્યો અને મને મારી ૧૮મી વર્ષગાંઠે ભેટ આપવામાં આવી. હું ૧૯૮૧ સુધી ત્યાં રહી. મારે માટે જિંદગીની દિશા નક્કી થતી નહોતી એવા સમયે મને લાગ્યું કે, મને પ્રિ-સ્કૂલના બાળકોમાં ખૂબ રસ પડે છે. મેં મારી જૉબ શરૂ કરી… ૧૯૭૮થી ૧૯૮૧ના એ દિવસો મારે માટે સારામાં સારા દિવસો હતા સ્વતંત્રતાના, સુખના અને જિંદગીના ઉત્તમ દિવસો! 

પ્રિન્સ ઓફ વ્હેલ્સ મને ૧૯૭૭થી ઓળખતા, પણ ૧૯૮૦માં એમને પહેલીવાર મારામાં રસ પડ્યો. મને ક્ધટ્રી વિકએન્ડ માટે આમંત્રિત કરવામાં આવી. પોલોની રમત દરમિયાન મેં એમને જોયા. ત્યાર પછી એમણે મને કોવ્ઝ અબોર્ડમાં ઇન્વાઇટ કરી. રૉયલ યોર્ટ બ્રિટાનિકા પર અમે સમય પસાર કર્યો અને ત્યાર પછી બેલ મોરલની ડિનરમાં નવેમ્બર ૧૯૮૦માં પહેલીવાર હું રોયલ ફેમિલીને મળી. છઠ્ઠી ફેબ્રુઆરી ૧૯૮૧ના દિવસે પ્રિન્સ ચાર્લ્સે મને પ્રપોઝ કર્યું. હું એમના ચાર્મમાં અને રોયલ ફેમિલીની જીવનશૈલી અને રીતભાતથી અંજાઈ ગઈ હતી, હા પાડવા સિવાય મારી પાસે બીજો કોઈ જવાબ કેવી રીતે હોઈ શકે? હું ર૧ની હતી અને ચાર્લ્સ ૩૧ના. 

લગ્ન પછી અમે કેન્સિંગ્ટન પેલેસને અમારું નિવાસસ્થાન બનાવ્યું… હું જાતજાતની સામાજિક પ્રવૃત્તિઓમાં રસ લેતી થઈ. મેં ફિલ્મ ફેસ્ટિવલ્સથી શરૂ કરીને લેન્ડમાઇન્સ માટે કામ કરવા માંડ્યું. મારી વધતી-જતી પોપ્યુલારિટી અને લોકચાહના ક્વીન માટે કદાચ સમસ્યા બની ગઈ. ચાર્લ્સને પણ એનાથી સમસ્યાઓ ઊભી થવા લાગી. જાતજાતના અને ભાતભાતના લોકો સાથે મારા અફેર ચર્ચાવા લાગ્યા. ર૦ નવેમ્બર, ૧૯૯પના બીબીસીના પેનોરમા કાર્યક્રમમાં માર્ટિન બશીરને મેં કહ્યું, "યસ આઈ અડોર્ડ હિમ. યસ આઈ વોઝ ઈન લવ વિથ હિમ. બટ, આઈ વોઝ વેરી લેટ ડાઉન. મેં કેમિલા પાર્કર સાથેના સંબંધો વિશે પણ એ ઇન્ટરવ્યૂમાં વાત કરી. "વેલ, વી વેર થ્રી ઓફ અસ ઇન ધ મેરેજ, સો ઇટ વોઝ અ બીટ ક્રાઉડેડ. મને મારા રાણી બનવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે મેં કહ્યું હતું, "મને મહાલયની રાણી બનવાને બદલે લોકોના હૃદય પર રાજ કરવાની ઇચ્છા છે…

એ પછીનો સમય બહુ જ વોલેટાઇલ પુરવાર થયો. મને ક્વિન દ્વારા ઇન્ટરોગ્રેટ કરવામાં આવી. રાણીએ અમને પત્રો લખ્યા અને ર૦ ડિસેમ્બર, ૧૯૯પના દિવસે બર્કિંગહામ પેલેસમાંથી ઓફિસિયલી અમારા ડિવોર્સ એનાઉન્સ કરવામાં આવ્યા. મેં ઘર છોડી દીધું. હું ફરી મારા ઘરમાં શિટ થઈ ગઈ. 

આજે ર૮ ઓગસ્ટ, ૧૯૯૬… અમારા ડિવોર્સ ફાઇનલ થઈ ગયા. હું જે રીતે જીવતી હતી, એ બર્કિંગહામ પેલેસને પસંદ નહોતું એવું મને જણાવવામાં આવ્યું. પ્રિન્સ ઓફ વ્હેલ્સ દ્વારા મને ચેતવણી આપવામાં આવી, તું જો સારી રીતે નહીં વર્તે તો તારી પાસેથી અમારે ટાઇટલ લઈ લેવું પડશે અને ત્યારે મેં એમને જવાબ આપેલો, "ફિલિપ, મારું ટાઈટલ લેડી ડાયના ફ્રેન્કેસ સ્પેન્સર… તમે મને આપ્યું એના કરતાં ઘણું જૂનું ટાઇટલ છે. હું મુક્ત છું એ વાતનો મને સંતોષ છે. પરંતુ, કેન્સિંગ્ટન પેલેસના મારા એપાર્ટમેન્ટમાં હું આ મુક્તિનો શ્ર્વાસ લાંબો સમય નહીં લઈ શકું એની મને ખબર છે. મને વારંવાર સૂચનાઓ અને ચેતવણીઓ આપવામાં આવે છે… મારા વર્તન અંગે, મારી જીવનશૈલી અંગે અને મારા ખર્ચ અંગે પણ મને ટોકવામાં આવે છે.

મારા દીકરાએ મને એકવાર કહેલું, "મમ્મી, ચિંતા નહીં કર. હું તને તારું સન્માન ચોક્કસ પાછું અપાવીશ. મને એકવાર રાજા બનવા દે…

મને પ્રિન્સેસ બનવાનો કોઈ શોખ ત્યારે પણ નહોતો, આજે પણ નથી! હું ચાર્લ્સને પ્રેમ કરતી હતી, માટે મેં લગ્ન કર્યાં. એ પ્રિન્સેસ ઓફ વ્હેલ્સ ન હોત તો પણ હું એને પરણી હોત એ વાત ચાર્લ્સને ક્યારેય સમજાઈ જ નહીં. 

ચાર્લ્સની સાથે જીવતી હતી ત્યારે બટલર સ્લોસ અને હાર્ટ સર્જન હસનત ખાન અને ડોડી ફયાદ સાથેના મારા અફેર ચગતા રહ્યા. હું કોની સાથે ક્યાં જાઉં છું, હું શું કરું છું અને કઈ રીતે જીવું છું એની પર ચાંપતી નજર રાખવામાં આવતી હતી. હું અકળાઈ ગઈ હતી… માટે જ છૂટી થઈ, પણ છૂટી શકી નહીં! 

ફૂટનોટ : પેરિસમાં ૩૧ ઓગસ્ટ, ૧૯૯૭ના દિવસે અમે આઇઆલ્મા ટનલમાં દાખલ થયા, ત્યારે અમે એક કારમાં હતા. મારો ડ્રાઇવર હેન્રી પોલ પીધેલો હતો અને એણે ગાડીનો કંટ્રોલ ગુમાવ્યો… અમારો અકસ્માત થયો. ટનલની દીવાલ સાથે અથડાઈને ગાડી ઘસડાઈ, ધડાકાભેર ઊડી… હું આજે નથી, ત્યારે સેન્ટ્રલ પાર્કમાં મારું મોન્યુમેન્ટ બનાવવામાં આવ્યું છે! મને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું! પણ ર૯ જુલાઈ, ૧૯૮૧થી શરૂ કરીને ૩૧ ઓગસ્ટ, ૧૯૯૭ સુધી મેં એક ક્ષણ પણ નિરાંતનો શ્ર્વાસ નથી લીધો એની કોઈએ નોંધ લીધી નથી.

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-gujarati-article-by-kajal-oza-vaidy/

No comments:

Post a Comment