Monday, 27 January 2014

[Vijay Kudal] [VijayKudal] Sajawat (Gujarati)

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Sajawat (Gujarati)'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

કુદરતના સાન્નિધ્યમાં અનોખો દાનયજ્ઞ
સજાવટ – નંદિની ત્રિવેદી

* દોસ્તી ફૂલ-પાન સાથે: શ્રેયા દલાલ * ડ્રાય ફલાવર્સમાંથી તૈયાર થયેલાં આકર્ષક ટ્રે, ટ્રોલી, સૅલડ બાઉલ્સ અને આઈસબકેટ

 
શ્રેયા દલાલ મુંબઈના સોશિયલાઈટ સર્કલમાં અથવા તો અફ્લ્યુઅન્ટ ક્લાસમાં એવું નામ છે જેમને ભાગ્યે જ કોઈ ન ઓળખતું હોય! એક સમયે બાગબાનીમાં નંબર વન ગણાતાં શ્રેયા દલાલે ૧૫ વર્ષ પહેલાં અંગત કારણસર એમનો ગાર્ડનિંગ અને લેન્ડસ્કેપિંગનો કારભાર સમેટી લીધો. એ દરમ્યાન ગાયત્રી મંત્રનો પ્રભાવ એવો અનુભવ્યો કે સંપૂર્ણપણે ગાયત્રીમય થઈ ગયાં. ૧૫ વર્ષના ક્ષેત્ર સંન્યાસ પછી હવે તેઓ ફરીથી કાર્યરત થયાં છે, એમના ફૂલ-પત્તાંનાં આકર્ષક નમૂનાઓનાં અદ્ભુત કલેક્શન સાથે. પરંતુ એ પહેલાં શ્રેયા દલાલની પ્રોફાઈલ જાણીએ. એ પણ એમના વ્યક્તિત્વ જેવી જ, બહુ રસપ્રદ છે. 


અમદાવાદથી પરણીને મુંબઈમાં આવ્યાં ત્યાં સુધી તો જીવનમાં ખાઈ-પીને મઝા જ કરી હતી. ખૂબ નિખાલસ અને જીવનના વિવિધ રંગથી ભરેલું 'સભર' વ્યક્તિત્વ. એમનાં સાસુમા હતાં શોખીન તેથી નવપરિણીત શ્રેયાને ફલાવર અરેન્જમેન્ટના વર્ગમાં દાખલ કરાવ્યાં. બસ, શ્રેયા બહેન માટે એ જીવનનો એ ટર્નિંગ પોઈન્ટ બની ગયો. કુદરત સાથે એવી માયા બંધાઈ કે આજે તમે એમનું ઘર જુઓ તો તાજાં ફૂલ-પાન અને કુદરતના સાંન્નિધ્યમાં મઘમઘતું જણાય અને ગાયત્રીમંત્રના પ્રભાવથી પાવન અને શાંતિમય. શ્રેયા દલાલે પછી તો જાપાન જઈને ઈકેબાના ફ્લાવર અરેન્જમેન્ટ, બૉન્ઝાઈ, સાઈકેઈ, બોન્સેકી જેવાં વિષયોમાં માસ્ટર્સ કર્યું. ત્યાં પાછો એપ્ટિટ્યુડ ટેસ્ટ થાય કે કયા વિષયમાં તમે સર્વશ્રેષ્ઠ છો. શ્રેયાબહેનને માટે લૅન્ડસ્કેપિંગ સર્વશ્રેષ્ઠ હતું. તેથી તેમણે નાની નાની બાલ્કની અને ટેરેસ ગાર્ડનની ક્ધસેપ્ટ વિકસાવી. મુંબઈના કુદરતપ્રેમીઓ એમની પર ઓવારી ગયા. "ફૂલ-છોડ, પાન અને પત્થર સાથે એવો લગાવ થઈ ગયો હતો કે પછી તો જાતભાતની ડિઝાઈનો હું લેન્ડસ્કેપિંગમાં કરતી રહેતી. કુદરત સાથે આત્મીય સંબંધ બંધાતો ગયો. ફૂલ-છોડ લાંબા સમય સુધી ટકી રહે એ માટે સ્ટોન-ક્રોક અને શેલના કૂંડામાં એમને વિકસાવતી. 'વૉટર લીલીઝ' નામે ફ્લાવર સ્ટોર પાંચ વર્ષ ચલાવ્યો અને ખૂબ નામના પામ્યો. દેશ-વિદેશમાં હું ક્ધસલ્ટેશન કરતી. કુદરતની સાથે જીવન પણ હર્યું ભર્યું હતું. શ્રેયા દલાલ કહે છે. 

પણ મુખ્ય વાત આ નથી. તમે માનશો, શ્રેયાબહેને અત્યાર સુધીમાં જે કંઈ કામ કર્યું છે એ માત્ર અને માત્ર ચેરિટી માટે. ફ્લાવર ડેકોરેશનની આવક હોય કે લેન્ડસ્કેપિંગની, એકેએક પૈસો ગયો છે ફક્ત જરૂરતમંદોની સહાય માટે. છેલ્લાં થોડાંક વર્ષોથી પતિની માંદગી ઈત્યાદિને કારણે શ્રેયાબહેને કારભાર સંકેલી લીધો અને એ કપરા કાળમાં એમને મદદ કરી ગાયત્રીમંત્રએ. તેઓ દૃઢપણે માને છે કે કોઈ પણ વિપરીત સંજોગોમાં પ્રાર્થનાથી મોટું કોઈ બળ નથી જે તમને શાંતિ અને શક્તિ આપે છે. શ્રેયાબહેન કહે છે કે, 'ગાયત્રી મંત્ર એ સદ્બુદ્ધિનો મંત્ર છે. આજની યુવા પેઢી બહુ સ્ટ્રેસમાં જીવે છે એમને માટે તો એ ખરેખર ઉપયોગી છે. યુવાનોને રસ પડે એ માટે એન્જલ થેરેપી દ્વારા હું ગાયત્રી મંત્ર સાચી રીતે બોલતા-સાંભળતા અને મનન કરતાં શીખવું છું. બેશક, વિનામૂલ્ય. કેટલાય લોકો મારી પાસે કાઉન્સેલિંગ માટે આવે છે અને શાંત-સ્વસ્થ ચિત્તે પાછા ફરે છે. હા, મા ગાયત્રી અને એમના મંત્રમાં શ્રદ્ધા હોય તેમને જ હું સમય આપું છું. અધિષ્ઠદેવ ગાયત્રી, એમની નીચે ગુરુ શ્રીરામ શર્મા, ભગવતી મા અને એન્જલ્સ એ સૌ આપણી પ્રાર્થના મા ગાયત્રી સુધી પહોંચાડે છે અને વિપરીત સંજોગોને પહોંચી વળવાની શક્તિ પ્રદાન કરે છે. જીવનમાં કોઈ એક સ્પિરિચ્યુઅલ સપોર્ટ હોવો જરૂરી છે અને હદયપૂર્વક કરેલી પ્રાર્થના ફળે જ છે.

શ્રેયા દલાલ વિશે બહુ સાંભળ્યું હતું પરંતુ ક્યારેય તેઓ ઈન્ટરવ્યૂ આપવા તૈયાર થતાં નહોતાં. એમને કોઈ પ્રકારની પબ્લિસિટીની જરૂર નહોતી કે નહોતો એમને એવો કોઈ રસ. પરંતુ, ફરી પાછું તેમણે કામ શરૂ કર્યું છે એ જાણીને એમનો સંપર્ક કર્યો ત્યારે તેમણે એમ જ કહ્યું કે મારી આસપાસ અનેક જરૂરતમંદોને જોઉં ત્યારે થાય કે શા માટે મારે મારી કલા ફરીથી શરૂ ન કરવી? બસ, આ વિચાર આવતાં જ તેમણે એ અમલમાં મૂક્યો. તેમના લેટેસ્ટ કલેક્શનમાં તેમણે ડ્રાય ફ્લાવર્સમાંથી અત્યંત આકર્ષક ટ્રે અને ટ્રે સેટ્સ બનાવ્યાંછે, ત્રણ લેવલની ટ્રોલી, કલાત્મક સેલડ બાઉલ, નયનરમ્ય આઈસબકેટ તથા એવી અનેક ખૂબસૂરત, ઘરમાં દીપી ઊઠે એવી વસ્તુઓ તૈયાર કરી છે કે જોઈને દિલ બાગ બાગ થઈ જાય. આ વસ્તુઓના વેચાણમાંથી થનારી તમામ આવક ચેરિટીમાં જશે એમ તેઓ કહે છે. 'આટલાં વર્ષોનાં અંતર પછી ફરીથી કાર્યરત થવાનું કારણ શું?' પ્રશ્ર્નના ઉત્તરમાં શ્રેયાબહેન કહે છે, 'સંજોગોને કારણે વચ્ચે બ્રેક લેવો પડ્યો હતો. બાકી, એક મિનિટ પ્રવૃત્તિ વિના બેસવાનું મને કેવી રીતે ફાવે? મેં હંમેશાં જે કંઈ પ્રવૃત્તિ કરી છે એ ચેરિટી માટે જ કરી છે. આજે મારી આસપાસ જરૂરિયાતમંદોને જોઉં છું ત્યારે થાય છે કે એટલીસ્ટ હું જે કંઈ કામ કરીશ એનાથી મને તો આનંદ મળશે જ પણ જરૂરતમંદને વધુ લાભ થશે. તો શા માટે ન કરવું?' 

આપણે એમની ઈન્ટરનેશનલ ક્લાસની પ્રોડક્ટ જોઈએ તો થાય કે કેટલી બારીકી અને કેવી કલાત્મકતા છુપાયેલી છે એમાં! સાચાં, સૂકવેલાં ફૂલ, પાંદડાં, છોડવાને બે એક્રેલિક શીટની વચ્ચે સુંદર રીતે સજાવીને તૈયાર કરવામાં આવેલી ટ્રે કે પ્લેટર્સને વૂડન ફ્રેમમાં મઢીને બનાવાઈ છે. ખાસ પેરિસથી મગાવવામાં આવેલાં ડ્રાય ફ્લાવર્સ એવી રીતે પ્રોસેસ્ડ કરવામાં આવ્યાં છે જેથી એના પર ક્યારય ફૂગ ન લાગે કે એમાં જીવાત ન આવે. દરેક પીસની ડિઝાઈન યુનિક છે એટલે રીપીટ થવાનો તો સવાલ જ નથી આવતો. સુંવાળા કપડાંથી સાફ કરી દેવાનું પણ આસાન. શ્રેયાબહેન કહે છે કે ઘરમાં વસાવી શકાય અને ભેટરૂપે પણ આપી શકાય એવી આ વસ્તુઓ કોઈની જિંદગી સંવારી શકતી હોય એનાથી વિશેષ આનંદ શું હોઈ શકે? આશા રાખીએ કે શ્રેયા દલાલની કલા-કારીગરીનો લાભ વધુ ને વધુ સૌને મળતો રહે, એમના શુભ કાર્યમાં સૌ સામેલ થાય અને એમનો દાન યજ્ઞ પણ અખંડિત રહે. ઑલ ધ બેસ્ટ શ્રેયાબહેન, કીપ ઈટ અપ!

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-sajawat-gujarati/

No comments:

Post a Comment