Sunday, 26 January 2014

[Vijay Kudal] [VijayKudal] Jivan Utsav (Gujarati)

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Jivan Utsav (Gujarati)'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

   

આ અળસિયાં જોને અજગર થઈ ગયાં,પગ વગરનાં લોક પગભર થઈ ગયા (જીવન-ઉત્સવ)
જીવન-ઉત્સવ – ખલીલ ધનતેજવી
હિન્દુ-મુસ્લિમના નામે મત મળે છે. મંદિર મસ્જિદના નામે મત મળે છે. લોકશાહીના નામે મત નથી મળતા. લોકશાહીને મંદિર મસ્જિદની દીવાલો પાછળ ધકેલી દેવાઈ છે
 
માણસ કુદરતનું સર્વોત્તમ સર્જન છે અને વિચિત્ર પણ છે. એટલે એ પોતાની સર્વોપરિતા પૂરેપૂરી ભોગવી શકતો નથી. એની માનસિકતા સંપૂર્ણ મુક્તિ ઝંખે છે અને એની લાક્ષણિકતાને બંધન અનિવાર્ય છે. આમ બે નોખી અવસ્થામાં વહેંચાઈને એક સંપૂર્ણ માનવી અડધો અધૂરો પુરવાર થતો રહે છે. એની લાક્ષણિકતા તદ્દન અવળચંડી છે. એ વિચિત્રતાને કારણે જ સુગ્રથિત સમાજજીવન માટે, આ થઈ શકે ને આ ન થઈ શકે જેવા નિયમો ઘડવા પડયા અને લાગુ કરવા પડયા. નિયમો તો ઘડાયા અને લાગુ પણ કરાયા, પરંતુ નિયમોનું પાલન કરવાની અનિવાર્યતા સ્વીકારવાનું ચૂકી જવાયું છે. વખતોવખત નિયમો બદલાતા રહ્યા છે,એ બદલાવ જરૂરી છે. પરિવર્તનને રોકી શકાય નહીં! અને બદલાવ હંમેશાં લાભદાયી નીવડયો છે, પરંતુ બદલાવ પછી પણ નિયમોનું ઉલ્લંઘન અવિરતપણે ચાલુ જ રહ્યું છે.

લોકશાહી શું છે? જાડા અર્થમાં લઈએ તો લોકશાહી એટલે 'લોકોનું રાજ' એવું તરત સમજાઈ જાય છે. લોકશાહી સ્વયં એક નિયમ છે. લોકશાહી મુજબ વર્તવું જોઇએ, એટલે કે નિયમ મુજબ વર્તવું જોઇએ. એ રીતે વર્તી શકાય છે? લોકશાહી ફાઇલોમાં બિરાજમાન છે અને આપખુદશાહી કપડાં માથે મેલીને વકરી છે. મોવડી સલાહકાર કે સંચાલકથી વિશેષ કાંઈ નથી, છતાં દરેક રાજકીય પક્ષનો મોવડી સરમુખત્યારની જેમ વર્તે છે. એની સામે અવાજ ઉઠાવનારને તડીપાર કરી દેવામાં આવે છે. એની પાંખો કાપી નાંખવામાં આવે છે. એનો અવાજ રૃંધી નાખવામાં આવે છે. આ સ્થિતિમાં લોકશાહી તો શું લોકશાહીની હળવીશી તાસીર પણ પ્રજાને સ્પર્શી શકતી નથી. લોકશાહીથી વિમુખ પ્રજા મતદાન તો કરે છે, પરંતુ એ મતદાન લોકશાહી માટે નહીં, જ્ઞાતિ માટે, ધર્મ માટે, મંદિર-મસ્જિદ માટે કરવામાં આવે છે. આ તમામ ઘટકો લોકશાહી વિરુદ્ધના ઘટકો છે. લોકશાહી જ્ઞાતિ-ધર્મથી પર બિનસાંપ્રદાયિકતાને વરેલી છે. હવે આ બિનસાંપ્રદાયિકતા શોધવા ક્યાં જવું? એનું સ્થાન લોકશાહીમાં છે પણ લોકશાહીય શોધવા ક્યાં જવું? જે લોકશાહીમાં બિનસાંપ્રદાયિકતા જળવાઈ ના હોય એને લોકશાહી પણ શી રીતે કહેવાય?

મહેનત મજૂરી કરી શકે એવા મુશટંડા ભિખારીઓને કારણે ભીખ આપતા હાથ સંકોચાયા એટલે કહેવામાં આવ્યું કે હવે તો અલ્લાહ-ઈશ્વરના નામે ભીખમાં એક રૂપિયોય મળતો નથી. લોકશાહીનું પણ એવું જ થયું છે. હવે લોકશાહીના નામે મત પણ મળતા નથી. હિન્દુ-મુસ્લિમના નામે મત મળે છે. મંદિર મસ્જિદના નામે મત મળે છે. લોકશાહીના નામે મત નથી મળતા. લોકશાહીને મંદિર મસ્જિદની દીવાલો પાછળ ધકેલી દેવામાં આવી છે. લોકશાહીને આમ પાછળ ધકેલી દેવી એ પણ ધાર્મિક તત્ત્વોનાં રાજકીય પ્રવેશ માટેનું પૂર્વ યોજિત કાવતરું છે. લોકશાહીને બદલે રાજકારણમાં ધાર્મિકતા જ સર્વોપરી ગણાય છે. રાજકીય ક્ષેત્રે અથવા નગરપાલિકા કે મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજના ક્ષેત્રે અગાઉ સામુહિક રેંટિયા કાંતણ અને રાષ્ટ્રીય ગીતો દ્વારા અવસરો ઊજવાતા હતા. આજે એ બધા અવસરો યજ્ઞા અથવા કથા-કીર્તન જેવી ધાર્મિક વિધિ દ્વારા ઊજવાય છે. એ વિધિમાં હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, શીખ ધર્મ, જૈન ધર્મ વગેરેની સામુહિક સામેલગીરી હોય છે ખરી? એટલે કે એ ધાર્મિક વિધિમાં બિનસાંપ્રદાયિકતા જળવાય છે ખરી? એ બધું તો ઠીક,પરંતુ આ બધી ધાર્મિક વિધિઓમાં ધર્મની મૂળભૂત વિભાવના જળવાય છે ખરી? કૂકા રમવા બેઠા હોય એમ પૂજા અર્ચના આટોપી લેવાતી હોય ત્યાં ધર્મની ભાવના અથવા એ પ્રત્યેની લાગણીનો આદર કરાય છે ખરો? ધર્મ પ્રત્યેની ચપટીક આસ્થા અને થોડી ઘણી કર્તવ્યનિષ્ઠા સામાન્ય તેમજ અભણ કે ઓછું ભણેલા વર્ગમાં જોવા મળે છે. ત્યાં દૂષણ પણ એટલું જ આદર પામતું હોય છે. ધર્મનિષ્ઠા અને ધર્મઘેલછા વચ્ચે કોઈ તફાવત રહ્યો નથી. ધર્મનિષ્ઠાની સમાન્તરે આભડછેટની મરજાદને પણ નિષ્ઠાપૂર્વક જાળવી રાખતાં હોય છે. સાંપ્રદાયિકતામાં ઘેલછા જોવા મળે છે તો બિનસાંપ્રદાયિકતાને ભ્રામકતા વળગી છે. સાંપ્રદાયિકતા સ્વચ્છ નથી અને બિનસાંપ્રદાયિકતા સ્પષ્ટ નથી. એટલે કે સાંપ્રદાયિકતા અને બિનસાંપ્રદાયિકતા બંનેમાંથી કોઈ અણીશુદ્ધ નથી!

કોઈ પણ બાબત અંગેની અતિશયોક્તિ પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે એ બાબતનો અંત આવી જતો હોય છે. ધાર્મિક અતિશયોક્તિ પણ પરાકાષ્ઠાએ પહોંચી ચૂકી છે. એનો ચુકાદો સમયના હાથમાં છે. તે છતાં એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે ધાર્મિકતાની ધાર બુઠ્ઠી થઈ ગઈ છે. એનો મહિમા ઘટી ગયો છે. લોકોમાં પણ ધર્મ પ્રત્યે ઝાઝાં માનઆદર પોસાતાં નથી. હવે ધર્મને નામે અથવા મંદિર-મસ્જિદના નામે મત મળતા નથી. ધાર્મિકતાએ મત મેળવી આપવાની ક્ષમતા ગુમાવી દીધી છે. એ માટે રાજકીય તત્ત્વો અને સાધુ-સંતો જવાબદાર છે. મઠાધીશ સાધુ સંતોને સત્તાધીશ બનવાના અભરખા જાગ્યા, એમાં એ પોતે પણ અભડાયા અને ધર્મને પણ અભડાવ્યો. રાજકારણનું અપરાધિકરણ તો થયેલું જ હતું. હવે ધાર્મિકતાનું પણ અપરાધિકરણ થઈ ગયું. રાજકારણમાં જેટલો ભ્રષ્ટાચાર છે એટલો જ ભ્રષ્ટાચાર ધાર્મિક ક્ષેત્રે વ્યાપી ચૂક્યો છે. ત્યાં હવે હત્યા અને બળાત્કારની ઘટનાઓ બહાર આવવા માંડી છે.

તમામ પ્રકારની માન્યતાઓ પરાકાષ્ઠાએ પહોંચી ચૂકી છે. હવે એ માન્યતાઓનો અંત આવી જશે. શરૂઆત થઈ ચૂકી છે. જાતપાત કે મંદિર-મસ્જિદના ઉલ્લેખ વગર પણ સત્તા પ્રાપ્ત થઈ શકે છે, એ હવે પુરવાર થઈ ચૂક્યું છે. દિલ્હી સાક્ષી છે! ત્યાં ઓચિંતું અને અણધાર્યું પરિવર્તન આવ્યું છે. એની આણ અને ધાક પણ વર્તાવા લાગી છે. કેટલાક ફુવડ લોકોએ હાંફળાફાંફળા નહાઈધોઈને કપડાં બદલવા માંડયા છે. પણ વર્ષોથી બાઝી ગયેલી લીલ ખોતરવામાં એમને તકલીફ પડે છે. ખોતરવા સિવાય લીલ દૂર કરવાનો અન્ય કોઈ ઉપાય નથી. ખોતરવામાં ઉઝરડા પડવાની પૂરેપૂરી શક્યતા છે. ઉઝરડા ઝટ રૂઝાય નહીં અને રૂઝાય નહીં ત્યાં સુધી એને ઢાંકી રાખવા પડે!

કામ અઘરું છે. આજકાલ કેટલાક લોકોની નજર તીવ્ર બની ગઈ છે અને સામેવાળાના શરીર પરનાં કપડાં ઉતારી નાંખતી હોય છે. એવી નજરથી ઉઝરડા સંતાડવા એ લગભગ હાંફી જવા જેવું કામ છે. આ પરિવર્તન લોકોને હંફાવશે! કારણ કે હિન્દુ-મુસ્લિમ, મંદિર-મસ્જિદ અને ગરીબી હટાવો જેવાં એમનાં હાથવગાં સાધનો તદ્દન બુઠ્ઠાં થઈ ગયાં છે. કાટ ચડી ગયો છે. કાટવાળી છરીથી ઓપરેશન થાય નહીં અને થાય તો ધનૂર વકરે! આ પરિવર્તને એ સાધનો તરફ જોયું પણ નથી. આ પરિવર્તન પાસે મંદિર બાંધવાની ઈંટો નથી. આ પરિવર્તન રથ પર સવાર થઈને આવ્યું નથી. આ પરિવર્તનમાં હિન્દુ મુસ્લિમ તુષ્ટિકરણની લુચ્ચાઈ વર્તાતી નથી. મત મેળવવા માટે મર્યાદા પુરુષોત્તમ રામનો અનાદર કરવાની આ પરિવર્તનની દાનત નથી. ગરીબી હટાવો જેવાં પ્રલોભનો એણે પડતાં મૂક્યાં છે. ટૂંકમાં, પ્રજાને કોઈ પણ પ્રકારનું પ્રલોભન એણે આપ્યું નથી. એણે તો સત્તાકેન્દ્રે વ્યાપેલા ભ્રષ્ટાચાર પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ભ્રષ્ટાચાર દૂર કરવાની જ વાત કરી છે. રાજકીય ક્ષેત્રેથી ભ્રષ્ટાચાર દૂર થાય એ પ્રજા માટે સૌથી મોટી રાહત સિદ્ધ થાય એવું પ્રજાએ પણ સ્વીકારી લીધું છે અને એ સફાઈ કાર્યમાં ભાગીદાર થવા પ્રજાએ પણ ઝાડુ તરફ હાથ લંબાવ્યો છે.

લોકશાહી શાસનપ્રક્રિયા માટે યોજાયેલી શરૂઆતની ત્રણ ચૂંટણીઓમાં સાધનશુદ્ધિ પ્રત્યે થોડો ઘણો આગ્રહ જોવા મળ્યો હતો. એ પછીની, એટલે ૧૯૬૨ પછીની તમામ ચૂંટણીઓ નરદમ લુચ્ચાઈ પર નિર્ભર રહી છે. બાસઠ પછીની, આજ દિન સુધીની તમામ ચૂંટણીઓમાં ચીતરી ચડે એવી વલ્ગારિટી જોવા મળી છે. પ્રચારના નામે બીભત્સ ભાષણો જ સાંભળવા મળ્યાં છે. પણ હવે પરિવર્તન આવ્યું છે. એ ટકી જાય તો નાત-જાતથી પર કશા ખોટાં પ્રલોભનો વગર લોકશાહી માટે લોકશાહીને છાજે એવી જ ચૂંટણીઓ જોવા મળશે. અન્ય લોકોનાં ભાષણોમાં પણ હવે લુચ્ચાઈ અને વલ્ગારિટીનું પ્રમાણ ઘટશે. વર્તમાન પરિવર્તને ચૂંટણીનો આખો મેનિફેસ્ટો જ બદલી નાખ્યો છે. પરિવર્તનને જેટલા ઉમળકાથી લોકાદર મળ્યો છે, એવું જ આ પરિવર્તનને માથે જોખમ પણ છે. કેટલાક ચબરાક લોકો દ્વારા પરિવર્તનને જ હાઇજેક કરી લેવાના પ્રયાસો થશે. ગમે તેમ પણ હવે ચૂંટણીઓ ખરા અર્થમાં સાર્થક થશે. ખરા અર્થમાં લોકશાહીનું પુનઃસ્થાપન થશે.

તારા જીવતરમાં પડેલી ધૂળ જો.'

khalil_dhantejvi@yahoo.com

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (4)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-jivan-utsav-gujarati/

No comments:

Post a Comment