Tuesday 28 January 2014

[Vijay Kudal] [VijayKudal] Gujarati article…

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Gujarati article…'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

તારે મન મારે મન – જ્યોતિ ઉનડકટ
માતા-પિતાએ કે પરિવારજનો કે સ્નેહીજનો દ્વારા ગોઠવવામાં આવેલી મુરતિયો કે ક્ધયા જોવાની વિધિમાં ઘણી વખત મેળ બેસી પણ જાય તો ઘણીવખત સામસામે મુરતિયો અને ક્ધયા એકબીજાંને પસંદ ન પણ કરે. બાહ્ય દેખાવ જ આ સમયે મુખ્ય ભાગ ભજવે છે. સ્વભાવ, ગમા- અણગમા તો સતત મુલાકાતો, ફોન પરની વાતો કે સહજીવન પછી જ ખબર પડતી હોય છે. ઘણીવખત બાહ્ય દેખાવને જ મહત્ત્વનો ગણીએ ત્યારે આપણી ધારણા કે અંદાઝ કેટલો ખોટો હોય છે એની આપણને ગંભીરતા નથી હોતી
 
આજની પેઢીમાં જીવતાં યંગસ્ટર્સને કોઈ ને કોઈ વિજાતીય મિત્ર હોવાના છે. એ વિજાતીય મિત્રને એ જીવનસાથી તરીકે નિહાળે છે કે નહીં એ વાત માટે પણ આજની પેઢી બહુ જ સ્પષ્ટ છે. ઘણીવખત દોસ્તી અને દોસ્ત સાથેની લાગણીસભર વાતો અને વિચારો પણ વ્યક્તિને જીવનસાથીના ઢાંચામાં આ વ્યક્તિને જોવો કે નહીં એ વિચારવા મજબૂર કરી દે છે. 

વાત આજે બેંગલૂરુમાં નોકરી કરવા ગયેલી મનસ્વીની છે. મનસ્વી બિનગુજરાતી અને કરોડોપતિ પિતાની દીકરી છે. સોફ્ટવેર એન્જિનિયરિંગની ડિગ્રી લઈને મનસ્વી બેંગલૂરુની એક કંપનીમાં કોલેજ કેમ્પસ ઈન્ટરવ્યૂમાં જ સિલેક્ટ થઈ ગઈ. મુંબઈથી એ બેંગલૂરુ જવાની તૈયારી કરવા લાગી. એનાં માતા-પિતાની ઈચ્છા એવી હતી કે, મનસ્વી એમની જ જ્ઞાતિના મુરતિયાઓ જુએ અને નોકરીએ લાગે એ પહેલાં જો એને કોઈ યુવક પસંદ પડે તો એની સાથે સગાઈ કરી દેવી. મનસ્વીને પણ આ વાત સામે કોઈ વાંધો ન હતો. 

માતા-પિતા અને સ્નેહીજનોના બતાવેલાં પાંચેક યુવકો સાથે મનસ્વીની મુલાકાત કરાવવામાં આવી. એક બાદ એક થતી મુલાકાતમાં મનસ્વી પોતે જ મૂંઝવણમાં મુકાઈ જતી હતી. બે યુવકોએ મનસ્વી માટે હા ભણી તો બેએ ના ભણી. તો એક યુવકને મનસ્વીએ અને મનસ્વીએ એ યુવકને એમ બંનેએ એકબીજાંને નાપસંદ કર્યા. 

એ યુવક વ્યવસાયે આર્કિટેક્ટ. એનું નામ કેયૂર. મુંબઈમાં ઉછરેલો અને મુંબઈમાં જ એક મલ્ટિનેશનલ કંપની માટે એક આર્કિટેક્ટ તરીકે ફરજ બજાવે. કેયૂરને પહેલી જ નજરે મનસ્વી ન ગમી. વધુ વજન ધરાવતી મનસ્વી આમ દેખાવે ક્યૂટ છે. પણ અત્યારની પેઢીની એની ઉંમરની યુવતીઓ કરતાં થોડી જાડી લાગે. મનસ્વીને પોતાના વધુ વજનની કોઈ ચિંતા નથી. આથી એ જેવી છે એવી જ બધાની સામે પેશ આવે છે. આ યુવકે એને કહ્યું કે, મને બીજો તો કોઈ વાંધો નથી પણ તારું વજન વધારે છે. 

મનસ્વીને પણ સીધેસીધું સાચું કહી દેનાર યુવક ન ગમ્યો. પહેલી જ મુલાકાતમાં આટલું ફ્રન્ટ થઈને બોલ્યો એ યુવક ભવિષ્યમાં વધુ અઘરો નીકળશે તો…. આવાં અનેક વિચારોને કારણે મનસ્વીએ પણ એ યુવકને નાપસંદ કર્યો. 

પંદર દિવસમાં એક પછી એક એમ પાંચ યુવકોને મળીને મનસ્વી પોતે જ વિચારોમાં અટવાઈ ગઈ. પોતાના ભવિષ્યની ચિંતામાં અને પોતે જે યુવકોને જોયાં એ યુવકો જીવનસાથીની ફ્રેમમાં ફીટ થાય છે કે નહીં એ વિચારમાં કંઈ નક્કી જ ન કરી શકી. સરવાળે એ બિસ્તરાં પોટલાં બાંધીને નોકરી માટે બેંગલૂરુ શિફ્ટ થઈ. કોલેજમાંથી જ ભણીને નીકળી, તરત સરસ મજાના પગાર સાથે નોકરીએ લાગી ગઈ. લગ્ન અને યુવકો જોવાની વાતને એ વિસરી ગઈ અને નવા શહેરમાં સેટ થવા માંડી. 

છ મહિના પછી અચાનક એક દિવસ એનાં વ્હોટ્સ એપમાં એક મેસેજ આવ્યો. થોડાં મેસેજની આપલેમાં ખબર પડી કે, થોડાં મહિનાઓ પહેલાં કેયૂરને મળી હતી એ બેંગલૂરુ એક પ્રૉજેક્ટ માટે આવ્યો છે. જસ્ટ હાય-હેલો કરીને એ તો ભૂલી ગઈ.

નવાં શહેરમાં આવેલાં કેયૂરને દોસ્તીની કમી લાગવા માંડી. ઑફિસના કામમાંથી પરવારીને પછી શું કરવું એ સવાલ એને પજવતો હતો. એક-બે દિવસ તો એણે કાઢી લીધાં. ત્રીજા દિવસની સાંજે એણે મનસ્વીને ફોન કર્યો. બંને કૉફી પીવા માટે ભેગાં થયાં. બંનેએ એકબીજાંને રિજેક્ટ કરેલાં એ અણગમો હજુય મુલાકાતમાં વર્તાતો હતો. 

સમય અને સંગત બેયનો એવો સંજોગ થયો કે, બંને ધીમે ધીમે એકબીજાંના દોસ્ત બની ગયાં. દેખાવમાં કેયૂરને થોડું એવું લાગતું કે, મનસ્વી થોડી પાતળી હોય તો વધુ સારી લાગે, જ્યારે મનસ્વીને તો પોતાના વજન અને હેપી ગો લકી નેચર સાથે કંઈ વાંધો જ ન હતો. વળી, એ એવું માનનારી યુવતી હતી કે, સામેની વ્યક્તિ મારાં વજનને પ્રેમ કરે છે કે મારી અંદર વસતી મનસ્વીને? આથી એ બહુ બેફિકરાઈથી જીવતી. 

સતત થતી રહેતી મુલાકાતોમાં સરવાળે વાત ત્યાં સુધી પહોંચી કે, બંને એકબીજાંને પસંદ કરવા માંડ્યા. ગમા-અણગમા એક થવા માંડ્યા. એકને ગમે તો બીજું એ જ કરે કે એકને ન ગમે તો બંનેમાંથી કોઈ એક એવું વર્તન કે વિચાર ન કરે ત્યાં સુધી બંનેની લાગણી પહોંચી ગઈ. 

પોતપોતાના કામમાંથી સમય ચોરીને એકબીજાં સાથે વધુ ને વધુ સમય વીતાવતું આ યુગલ હવે પ્રેમના એકરાર પર પહોંચી ગયું. સામી બાજુ સવાલ એ આવ્યો કે, બંનેને પોતપોતાના પરિવારજનોને કહેવાનું આવ્યું કે, બેંગલૂરુમાં બંને એકબીજાંની કંપની માણે છે અને એકબીજાંને પસંદ કરવા માંડ્યા છે. 

મનસ્વી કહે છે, બાહ્ય દેખાવને કારણે કેયૂરે મને નાપસંદ કરી હતી. પહેલી જ મુલાકાતમાં કોઈ વિશે કરેલી ધારણા કેટલી ખોટી પડે છે એ સાબિત થઈ ગયું. મને અને કેયૂરને બંનેને સમજાયું કે, અંતરથી બંને બહુ જુદાં છે. અમે બંને એવાં છીએ કે, એકબીજાંના સ્વતંત્ર અસ્તિત્વને સ્વીકારીને એક સરસ મજાનાં સહજીવનને આકાર આપી શકીએ એમ છીએ. મોટાભાગે દેખાવને આધારે આપણે વ્યક્તિના સ્વભાવ વિશે ધારી લેતાં હોઈએ છીએ. પણ એ ધારણામાં આપણે ખોટાં પણ પડતાં હોઈએ છીએ. સારો દેખાવ ધરાવનાર વ્યક્તિ સ્વભાવે સારી ન પણ હોય અને સારાં સ્વભાવવાળી વ્યક્તિ હંમેશાં સુંદર જ હોય એ માનવું વધુ પડતું છે. વળી, આ એવી લાગણી છે જે કદીય કોઈના સમજાવાથી નથી સમજાતી હોતી. એ હંમેશાં અનુભવ બાદ જ સમજણમાં આવે છે. 

મનસ્વી અને કેયૂરે પરિવારમાં કહી દીધું પછી બંનેનાં પરિવારજનો બંનેને બહુ વઢ્યાં. મનસ્વીની મમ્મીએ તો એવું કહ્યું કે, આ કંઈ ઢીંગલા-પોતિયાંના ખેલ છે કે, આજે નથી રમતાં તો કિટ્ટા અને કાલે બુચ્ચાં. 

કેયૂર અને મનસ્વી બંનેએ પોતપોતાના પરિવારજનોને કન્વિન્સ કર્યાં કે ભલે અમે બંનેએ ભૂતકાળમાં એકબીજાંને રિજેક્ટ કર્યાં હોય પણ હવે અમને ખબર પડી છે કે આ એ જ વ્યક્તિ છે જે મારી લાઈફને સંપૂર્ણ બનાવશે. કેયૂરે એનાં પપ્પાને કહ્યું કે, શી ઈઝ ધ રાઈટ પર્સન ફોર મી. 

કેયૂર કહે છે, હું મૂળે લાગણીશીલ વ્યક્તિ છું. નવાં શહેરમાં મને કોઈ પોતાની વ્યક્તિની કમી લાગતી હતી. શહેરમાં રહેતી દરેક વ્યક્તિ અને ઑફિસમાં પણ દરેક સહકર્મચારી મારાં માટે અજાણ્યાં હતાં. આખા શહેરમાં મારાં માટે મનસ્વી એક જ જાણીતી વ્યક્તિ હતી. લગ્ન માટે જોવા ગયો પછી એને સતત મળતો ગયો એમાં એનું અંદરની વ્યક્તિત્વ મને સ્પર્શતું ગયું. વાત ત્યાં સુધી આવી ગઈ કે મનસ્વીનું વધુ વજન મારા માટે ગૌણ બની ગયું. 

સામીબાજુ મનસ્વીએ કેયૂરના અણગમાને ગંભીરતાથી લીધો. એ સવારના સમયે ઓફિસ જતાં પહેલાં જિમ જવા લાગી અને એણે ચાર મહિનામાં ખાસ્સું એવું વજન ઉતાર્યું. કેયૂરની દ્રષ્ટિએ હવે મનસ્વીનું વજન ઓકે છે. 

મનસ્વી કહે છે, કેયૂર માટે નહીં મેં મારાં માટે મારું વજન ઉતાર્યું છે. તબિયતની ચિંતાને કારણે કેયૂર વજનની ચિંતા કરતો હતો. એણે મને કહેલું પણ ખરું કે, સ્ત્રીના શરીરમાં જીવનના અનેક હોર્મોનલ ચેન્જિસ આવે છે એ પ્રમાણે વજન વધઘટ થતું રહે છે. છતાં પણ યુવાનીમાં વજન સપ્રમાણ હોય તો લાંબા સમય સુધી નિરોગી રહેવાય એવી વાત એણે મને સમજાવી. જે મને સાચી લાગી અને વજનની ચિંતા કરવાનું શરુ કર્યું અને ઉતાર્યું પણ ખરું. કોઈ વખત વજન ન ઊતરે ત્યારે બહુ નિરાશ થઈ જતી. કોઈ વખત કામમાં મજા ન આવે ત્યારે ગુસ્સે થઈ જતી. આ અને આવી અનેક વાતો બનતી ત્યારે કેયૂર પાસે મારો ઊભરો ઠાલવતી. એની જેમ મારું પણ બેંગલૂરુમાં ક્યાં કોઈ હતું. આમને આમ ક્યારે અમે બંને એકબીજાંની તાકાત અને કમજોરી બની ગયાં એનો અમને અંદાજ સુધ્ધાં ન આવ્યો. કેયૂર અને મનસ્વી બંને એકસૂરે કહે છે કે, દેખાવને કારણે કદીય કોઈને રિજેક્ટ ન કરશો. કદાચ એ તમારી જિંદગી માટે રાઈટ પર્સન પણ હોઈ શકે…

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (11)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-gujarati-article-6/

19 comments: