Sunday 19 January 2014

[Vijay Kudal] [VijayKudal] Gujarati article by Salil Patel

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Gujarati article by Salil Patel'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

સ્વપ્ન : એક અદ્ભુત અનુભવ
લૌકિક-અલૌકિક – સલિલ પટેલ

ભૂતકાળમાં બનેલી ઘટનાઓનું દૃશ્ય બતાવનારાં સ્વપ્નોને મૃત સ્વપ્નો સાથે સંબંધ છે. તેઓ મોટાભાગે આપણા સ્મૃતિપટ ઉપર અવ્યવસ્થિત મિશ્ર દશામાં દેખાય છે. આગામી ઘટનાઓનું ઘણી ચોખ્ખી રીતે સૂચન કરનારાં સ્વપ્નો આગાહીસૂચક સ્વપ્નો કહેવાય છે. આ અને સલાહસૂચક સ્વપ્નો ઉત્તમ રીતે ચિંતાયુક્ત માનસિક ઘરેડવાળાઓને આવે છે, પણ કઠણહૃદયી લોકોને આવાં સ્વપ્નો આવતાં નથી. જાગૃત અવસ્થામાં આપણા મગજને હેરાન કરનારા આપણા મુશ્કેલભર્યા પ્રશ્નોનો ઉકેલ સલાહ સ્વપ્નો રજૂ કરે છે.

આ દુનિયાના એકબીજા મનુષ્યો વચ્ચે અથવા પરલોકના અદૃશ્ય પ્રદેશોમાં મૃત માનવો, ભૂત-પિશાચ, યક્ષ-કિન્નર વગેરે વચ્ચે ઊંઘ દરમિયાન આંતર સંબંધ ધરાવતા અને એક જ સમયે કોઈ એક અથવા ઘણા માણસોના સમૂહના કોઈ બનાવનો સામાન્ય પરિચય કરાવતાં સ્વપ્ન આંતર સંદેશાત્મક સ્વપ્નોની માફક આવી જાતનાં સ્વપ્નો માત્ર પવિત્ર માણસોને જ આવે છે.

આવા એક અદ્ભુત સ્વપ્નની એક સત્ય વાત જણાવું. ૧૯૫૨માં મુંબઈમાં એક ન્યાયાધીશસાહેબ સાથે સ્વામીજીએ તેમના નિવાસ સ્થાને મુકામ કર્યો હતો. ન્યાયક્ષેત્રના નાના-મોટા અમલદારો અત્યંત વેધક દૃષ્ટિવાળા મન ધરાવે છે. આથી તેઓ ગૂઢ સ્વભાવના હોય છે. યજમાન એક વિચારક અને નોંધપાત્ર લેખક હોવાની સાથે ર્ધાિમક વૃત્તિવાળા છે. આથી તેમના સંપર્કમાં આવેલા સંતો તેમને 'ધર્મરાજ' કહીને બોલાવે છે. આ ધર્મરાજ એ સમયે પોતાનાં પત્ની તથા મહાવિદ્યાલયમાં ભણતા પોતાના સૌથી નાના પુત્ર અનિરૂદ્ધ સાથે રહેતા હતા. યથા નામ ગુણવાળો અનિરૂદ્ધ સ્વેચ્છાચારી અને અનિયંત્રિત હતો.

જ્યારે જ્યારે હું શ્રીયુત ધર્મરાજનો મહેમાન બનતો હતો ત્યારે તેઓ મને પોતાના બંગલાના બીજે માળે આવેલા પોતાના દીવાનખંડમાં હંમેશાં ઉતારો આપતા અને રાત્રે એ પણ મારી સાથે જ તે રૂમમાં સૂતા. હંમેશ મુજબ મારા ત્યાંના મુકામની ત્રીજી રાત્રિએ અમે બંને જણ વહેલા સૂતા અને નિદ્રાવશ થતા. તે રાત્રે ધર્મરાજે મને ધીમેથી જગાડયો. જ્યારે હું જાગ્યો ત્યારે તેમણે મને કહ્યું કે, તેમણે પોતાના પુત્ર અનિરૂદ્ધને સ્વપ્નમાં પોતાની માતાની પથારીએ જતાં જોયો અને તેના ઓસીકા નીચેથી ચાવીઓ લઈ કબાટ ઉઘાડી તેમાંથી બધા પૈસા અને મૂલ્યવાન વસ્તુઓ લેતા જોયો. ત્યાર પછી તેમણે કહ્યું કે અનિરૂદ્ધે ખોટી મૂછો લગાડી અને ફેઝ ટોપી પહેરી મુસલમાન દેખાવા વેશપલટો કર્યો. ત્યાં સ્ટેશન ઉપરના ઉચ્ચ વર્ગના મુસાફરો માટેના પ્રતીક્ષાલયમાં તેમણે અનિરૂદ્ધને એક છોકરી, જેને તેણે ચંચલા તરીકે ઓળખાવી તેની સાથે બેઠેલો જોયો અને ત્યાં જ તેમના સ્વપ્નનો અંત આવ્યો.

અમે નીચે ગયા અને પહેલાં કબાટવાળા રૂમમાં ગયા. કબાટ ખરેખર ખાલીખમ હતું. ત્યાર પછી અમે નીચેના મજલે ગયા. અનિરૂદ્ધ પોતાના રૂમમાં ન હતો. ત્યાંની ઘડિયાળના ત્રણ ટકોરાએ અમને રાત્રિના ત્રણ વાગ્યા હોવાનું ભાન કરાવ્યું. ત્યારબાદ ધર્મરાજે તેમનાં પત્ની જયાબહેનને જગાડયાં અને બધી બાબતોનું નિવેદન કર્યું. તેમનો કાર ડ્રાઇવર શહેરમાં રહેતો હોવાથી તથા તેમને પોતાને કાર ચલાવતા આવડતું ન હોવાથી જયાબહેન કાર ચલાવીને અમને બોરીબંદર સ્ટેશને લઈ ગયાં. કારને નિયત સ્થળે રાખી પહેલા માળે ઉચ્ચ વર્ગના પ્રતીક્ષાલયમાં ગયાં. પ્રતીક્ષાલયમાં માથે ફેઝ ટોપી પહેરી, બનાવટી મૂછો લગાવેલ અનિરૂદ્ધ મુસલમાની પહેરવેશમાં હાજર હતો. તેની સાથે મખમલી બુરખામાં એક બીબી હતી. સ્વપ્નમાં ધર્મરાજે અનિરૂદ્ધને મુસ્લિમ લેબાસમાં જોયો ન હોત તો અનિરૂદ્ધને ઓળખી કાઢવાનું તેમના અથવા બીજાઓ માટે પણ અશક્ય જેવું હતું.અમે જ્યારે પ્રતીક્ષાલયમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં ફક્ત બે જ મુસાફરોને સૂતેલા જોયા. અનિરૂદ્ધે અમને ખંડમાં દાખલ થતાં જોયા પણ પોતાના નાટયપૂર્ણ વેશાંતરની ખાતરીમાં તે તથા બુરખાવાળી એવી ચંચલા મક્કમ રીતે બેસી રહ્યાં. જાણે કશો સંબંધ જ ન હોય, પરંતુ તે નિષ્ફળ નીવડયું, કારણ કે શ્રીયુત ધર્મરાજ સીધા જ અનિરૂદ્ધ પાસે ગયા અને તે બંનેને નામથી સંબોધી બોલ્યા, "તમારું પગલું ડહાપણભર્યું નથી. આમ કરી તમે તમારાં માતા-પિતાનાં નામની પ્રતિષ્ઠા અને આબરૂને ધૂળભેગી કરી હોત." બંને જણ તરત ઊભાં થઈ ગયાં અને પશ્ચાત્તાપના ભાવમાં એકબીજાથી દૂર ઊભાં રહ્યાં. અમે તેમને ઘરે લઈ ગયા. પેલા બનાવટી બુરખામાં રહેલી યુવતી કુમારી ચંચલા અનિરૂદ્ધની પ્રેમિકા હતી. તેની પેટીમાંથી પંદર હજાર રૂપિયા અને કેટલુંક ઝવેરાત મળી આવ્યું. આ તેણે પોતાના ઘરમાંથી ચોર્યું હતું.

પાછળથી ધર્મરાજે ચંચલાના ઉદ્યોગપતિ પિતાને તેડાવ્યા અને ભૂતકાળી વાતો ભૂલી જવા સમજાવ્યા. આમ, ધર્મરાજના આ અદ્ભુત સ્વપ્ને ઊડતાં પ્રેમીઓને કલંક લગાડનાર પલાયનને શરૂઆતમાં જ અટકાવ્યું અને તેમને ફરીથી પોતાનો અપૂર્ણ કોલેજ અભ્યાસ પૂરો કરવા સંમતિ આપી. અનિરૂદ્ધ તથા ચંચલા લગ્નગ્રંથિથી જોડાયાં. આજે અનિરૂદ્ધ એક પ્રગતિશીલ, માનવીય ગુણો ધરાવતો વેપારી છે અને તેની ધર્મશીલ સહચારિણી ચંચલાબહેન પણ એક પ્રેમાળ અને સક્રિય સામાજિક કાર્યકર્તા છે.

ઉન્નાવના ડોડિયા ખેડામાં ખજાના માટે ખોદકામ ઉપર ભલે વિવાદ ચાલતો હોય, પણ ગઢડાના નગર ઉંટારીસ્થિત પ્રસિદ્ધ બંસીધર મંદિરમાં સ્થાપિત સોનાની ર્મૂર્તિ સ્વપ્નને આધારે થયેલા ખોદકામમાં જ મળી હતી. ભગવાન શ્રીકૃષ્ણની આ ર્મૂર્તિ ૩૨ ટન વજનની છે અને શુદ્ધ સોનાની છે. ઈ.સ. ૧૮૮૫માં નગરગઢના ભવાનીસિંહ દેવની વિધવા મહારાણી શિવમાની કુંવરને સોનભદ્ર જિલ્લાના દુધ્ધી તાલુકાસ્થિત દેવડી શિવ પહાડી પર આ ર્મૂર્તિને દટાયેલી હોવાનું સ્વપ્ન આવ્યું હતું. મંદિરના પૂજારી વ્રજકિશોર તિવારી જણાવે છે કે, આ મૂતિને હાથી ઉપર લાદીને નગરગઢ લાવવામાં આવી હતી. ગઢના મુખ્ય દ્વાર પર હાથી બેસી ગયો. જેના પછી પ્રતિમાની ત્યાં જ સ્થાપના કરી દેવામાં આવી.

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-gujarati-article-by-salil-patel-2/

No comments:

Post a Comment