Friday 17 January 2014

[Vijay Kudal] [VijayKudal] Gujarati article by Kanti Bhatt

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Gujarati article by Kanti Bhatt'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

માઝા મૂકી રહેલી વૈજ્ઞાનિક પ્રગતિ સર્વનાશ નોંતરશે
માઝા મૂકી રહેલી વૈજ્ઞાનિક પ્રગતિ સર્વનાશ નોંતરશે
 
Kanti Bhatt
'અવર ફાઇનલ સેન્ચુરી' નામના પુસ્તકમાં તબાહીની આગાહી:કુદરતી સંપત્તિનો બેફામ ઉપભોગ આપત્તિ લાવશે
આજકાલ ભારતમાં, પાકિસ્તાનમાં કે અમેરિકામાં કાં ત્રાસવાદ ઉલ્કાપાત મચાવે છે કે આર્થિ‌ક મંદી તબાહી બોલાવે છે. એ ટાંકણે મને 'અવર ફાઇનલ સેન્ચુરી' નામનું ડો. માર્ટિ‌ન રીસનું પુસ્તક યાદ આવે છે. તેની વાત હું કરીશ. ૧૦૮ વર્ષ પહેલાં થોમસ સ્ટોન પોલ નામનો અમેરિકન લેફટનન્ટ થોમસ જેકસન થઈ ગયો. તે ખૂબ ધાર્મિ‌ક હતો. એક નવા મોરચે જવા તૈયાર થયો ત્યારે તેને ઘણાએ ચેતવ્યો. ત્યારે થોમસ જેકસને કહ્યું 'મારી જે ધાર્મિ‌ક માન્યતા અને શ્રદ્ધા છે તે મને આદેશ આપે છે કે હું જેટલો મારી પથારીમાં સલામત કે અસલામત છું તેટલો જ યુદ્ધને મોરચે સલામત કે અસલામત છું. ઈશ્વરે મૃત્યુનો સમય નક્કી જ કરી રાખ્યો છે એટલે મોતની ચિંતા કરતો નથી. મોત ક્યારે પણ આવે તે માટે તૈયાર છું… હું ઈચ્છું છું કે તમામ માનવી આવી રીતે જ જીવે અને તો પછી બધા જ બહાદુરીથી જીવશે.'

આ એક યોદ્ધાના ઉદ્ગાર છે. ખરી રીતે સમાજ અને વ્યાપારને ક્ષેત્રે આપણે તમામ યોદ્ધા છીએ. અવારનવાર જ્યોતિષીઓ અને તે પછી હવે વિજ્ઞાનીઓ કે ફ્યુચરોલોજિસ્ટ આપણી સમક્ષ વૈજ્ઞાનિક આગાહીઓ આગળ ધરે છે. તાજેતરમાં અમેરિકા અને બ્રિટનમાં ડો. માર્ટિ‌ન રીસ નામના વિજ્ઞાનીનું 'અવર ફાઇનલ સેન્ચુરી' નામનું પુસ્તક છપાયું છે તેની બહુ જ ચર્ચા છે. સર માર્ટિ‌ન રીસને ઇંગ્લેંડમાં એસ્ટ્રોનોમર રોયલનો હોદ્દો મળ્યો છે, અને કેમ્બ્રીજ ખાતે તેઓ રોયલ સોસાયટીના પ્રોફેસર છે તેમજ આજની પેઢીના ગણમાન્ય કોસ્મોલોજિસ્ટ-બ્રહ્માંડશાસ્ત્રી છે. તેમના આ પુસ્તકમાં લખે છે કે માનવજાત આ આખી સદીમાં જીવી જાય તેનાં માત્ર ફિફટી-ફિફટી ચાન્સ છે. આ પ્રકારના સત્યાનાશ કે સર્વનાશની આગાહી કંઈ નવી નથી, પણ સર માર્ટિ‌ન રીસ જેવા ધુરંધર વિજ્ઞાની આવું કહે છે એટલે જગત વિચાર કરે જ.

તેમણે કહેલું કે અવકાશમાંથી કોઈ ઉલ્કાપાત થકી, કોઈ મહાન રોગચાળા થકી અને પર્યાવરણના બગાડ થકી અને કોઈ ઉલ્કાના ઝેરી આક્રમણ થકી માનવજાતનો નાશ થશે. પૃથ્વીના પેટાળમાંથી કોઈ ઝેરી વાયુ નીકળીને માનવીને ગ્રસી કરી લેશે. કોઈ વિકરાળ પ્રાણી આપણા ઉપર હુમલો કરશે. અમુક ઔષધને નામે માનવીને પાગલ કરી નખાશે.આપણા બચવાના ચાન્સ શું કામ નથી? જે વિજ્ઞાન અને ટેક્નોલોજીએ આપણને તાર્યા છે તે જ વિજ્ઞાન, બાયોટેક્નોલોજી અને જિનેટિક વિજ્ઞાન આપણો વિનાશ નોતરશે. 'જે પોષતું તે મારતું' તે કાવ્યમય સિદ્ધાંત લાગુ થશે.આપણે જે રીતે આ પૃથ્વીના ગ્રહને ગંદો કરીએ છીએ અને બેફામ રીતે ઉપભોગ કરીને કુદરતી સાધનોનો વેડફાટ કરીએ છીએ તે જોતાં અને જે જોખમી બાયોટેક્નોલોજીના પ્રયોગો થાય છે તે જોતાં લાગે છે કે કોઈને કોઈ આપત્તિ આપણને ગ્રસી લેશે.

૨૦૦ પાનાના પુસ્તકમાં વાંચીને તમારા વાળ ઊંચા થઈ જાય તેવી અને ગળે ઊતરી જાય તેવી આગાહી આ નાના ગ્રંથમાં કરી છે… અને આ દૃશ્ય જુઓ: આપણા જ પાપે એક જબ્બર ધરતીકંપ આવી પુગ્યો છે. સૂર્ય એક કાળા બળી ગયેલા કોથળા જેવો થઈ ગયો છે અને ચંદ્ર જાણે લોહીથી રંગાઈ ગયો છે. તમામ સૂર્યમાળા પૃથ્વી પર ખાબકી છે… કેટલાંક કુદરતી કારણોમાં ઉલ્કાપાત થશે અને કેટલાક સત્યાનાશનાં કારણો માનવી પોતે પેદા કરશે. જિનેટિકલી-એન્જિનિયર્ડ-વાયરસ, ન્યુક્લીઅર-ટેરરીઝ અને સુપર ઈન્ટેલિજન્ટ મશીનો આપણો કબજો લઈ લે તેવી શક્યતા છે. વિજ્ઞાનીઓએ અત્યારે માનવના નાશ માટે જે રસાયણો કે રોગના જંતુઓ પેદા કરવાના અખતરાઓ કરવા માંડયા છે તે બંધ થવા જોઈએ.

સર માર્ટિ‌ન રીસ એક આધુનિક પ‌શ્ચિ‌મી ઋષિ જેવી વાણી બોલે છે. તેઓ હજી બહુ વૃદ્ધ ન કહેવાય. તેટલી ઉંમરના છે. ૧૯૪૨માં જન્મેલા આ વિજ્ઞાની ૭૧ (એકોતેર) વર્ષના છે. માતા-પિતા બન્ને શિક્ષક હતા. સર માર્ટિ‌ને કેમ્બ્રીજમાં મેથેમેટિક્સનો અભ્યાસ કરીને ખગોળ વિજ્ઞાનનો વધુ અભ્યાસ કર્યો. સૂર્ય મંડળના અભ્યાસમાં પાવરધા થયા. તે એક ભણેલા-ગણેલા-ઠંઠ આધુનિક જ્યોતિષી ગણાય. તેમને ઘણા એર્વોડ મળેલા છે પણ તે હવે પ્રોફેસરી ઓછી કરીને લેખનમાં વધુ સમય વિતાવે છે. ટેક્નોલોજી ફાટીને ધુમાડે ગઈ છે તે વાતની એકસઠ વર્ષની ઉંમરયે ચિંતા કરતા હતા.

ખાસ ચિંતાની વાત એ છે કે માત્ર સર માર્ટિ‌ન રીસ જ નહીં પણ અમેરિકાના વિખ્યાત વિજ્ઞાની ડો. રોબર્ટ બ્રેડબેરીએ 'સાનફ્રાન્સીસ્કો ક્રોનિકલ'માં એક લેખ લખીને અમેરિકન કોંગ્રેસને ચેતવેલી છે કે હવે જોખમી બાયોટેક્નોલોજીના પ્રયોગો ઉપર સંયમ કે કંટ્રોલ મૂકવાની ઘડી આવી પહોંચી છે. આપણે આ બ્રહ્માંડનો નાશ કરવાના પ્રયોગો છૂટથી કરવા દેવા જોઈએ નહીં.

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (7)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-gujarati-article-by-kanti-bhatt/

No comments:

Post a Comment