Thursday, 9 January 2014

[Vijay Kudal] [VijayKudal] Gujarati article…

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Gujarati article…'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

કેક ઉપર સજાવેલી મીણબત્તીને ફુંક મારતા પહેલાં વિચારજો
નવી દિલ્હી, 11 ડિસેમ્બર

જન્મ દિવસની ઉજવણી વખતે કેક અને મીણબત્તી ના હોય તો કદાચ જન્મ દિવસની ઉજવણી અધૂરી રહી જાય છે. પણ હવે જો તમે કોઇ પણ પ્રસંગની ઉજવણીમાં કેક સાથે મીણબત્તીને ફુક મારીને બુજાવવું તમને મોંઘું પડી શકે છે. ભારત સરકાર આગમી દિવસોમાં મીણબત્તીને કોઇ પણ ઉજવણીમાં બુજાવવા ઉપર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી છે અને આનો ઉદ્દેશ્ય માત્ર તેના દ્વારા ફેલાતા ઇન્ફેક્શનને રોકવાનો છે. 

રાજ્યસભામાં મંગળવારે એક સવાલના જવાબમાં સ્વાસ્થ્ય મંત્રી ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા શણગારેલી કેક ઉપર લગાવવામાં આવતી મીણબત્તીઓને બુજાવવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે અને હવે ભારત સરકાર પણ આ વિચાર ઉપર અમલ કરવા માટેની મંત્રણા ચાલી રહી છે.

જીમમાં રૂપિયો ખર્ચ્યા વગર ઉતારો વજન
શિયાળામાં વજન ઘટાડવા માટે ઉત્તમ સમય છે. એક્સરસાઈઝ દ્વારા કે પછી ડાયેટિંગ દ્વારા તમે વજન ઉતારી શકો છો. ફિટનેસમાં માનનારાની સૌથી મોટી સમસ્યા છે વજન પર નિયંત્રણ રાખવા માટે ફિટનેસ પ્રત્યે ક્રેઝી લોકો તેમનાથી બનતા બધા જ જતન કરી લે છે. તો તે સાથે એવા પણ ઘણાં લોકો છે જે ફિટ તો રહેવા માંગે છે 

પણ તે માટે વર્કઆઉટ કરવામાં કંટાળતા હોય છે. તો તેમના માટે એક રિસર્ચ ઘણી કારગાર સાબિત થઈ શકે છે.

3 મહિનામાં ઉતરશે 5 ટકા વજન

આ રિસર્ચ પ્રમાણે, વજન ઘટાડવા કે તેને વધતુ અટકાવવા કેલરી ઓછી કરવા કરતાં સાદુ પાણી પીવાની ટેવ વધારી દે તો 3 મહિનાની અંદર તેઓ બે કિલો જેટલું વજન ઘટાડી શકે છે. અહીં તેમણે ફક્ત પીવામાં પાણીનું પ્રમાણ વધારવાનું છે બસ આટલું કરવાનું છે.

રિસર્ચમાં શામેલ 500 લોકોને બે ભાગમાં વહેચી દેવામાં આવ્યાં હતાં. એક વર્ગ ડાયેટ કોક અને સોડા પીતું હતું જ્યારે બીજા વર્ગના લોકોને ફક્ત સાદુ પાણી પીવા આપવામાં આવતું હતું. છ મહિના બાદ પરિણામોની તપાસ કરવામાં આવી જેમાં ફક્ત પાણી પીનારા ગ્રુપના વજનમાં ઘટાડો જોવા મળ્યો હતો.

રિસર્ચ પ્રમાણે પાણીથી શરીરમાં ગ્લુકોઝનું સ્તર સામાન્ય રહે છે અને શરીરના હાઈડ્રેટ રહેવાથી વજન ઘટાડવામાં પણ સરળતા રહે છે. જો આપ પણ વજન ઘટાડવા માંગો છો તો રૂટિનમાં પાણીનું ઈનટેક વધારી દો ફાયદો જરૂર દેખાશે.પાણીનું વધુ પ્રમાણ ન ફક્ત વજન ઘટાડશે પણ આપને ગ્લોઈંગ સ્કિન પણ આપશે.

લાંબુ જીવન જીવવાનો ટેસ્ટી શોર્ટકટ છે નિયમિત બદામનું સેવન
સંશોધનોની દુનિયામાં રોજ કંઈ ને કંઈ નવું સામે આવતું રહે છે. ઇંગ્લેન્ડના એક મેડિસિન જર્નલમાં એવું પ્રકાશિત થયું હતું કે બદામ ખાવાથી ઉંમર વધે છે સાથે એમ પણ લખવામાં આવ્યું હતું કે બદામ ચાવી ચાવીને ખાવામાં આવે તો એનો ફાયદો વધારે મળે છે. આ મામલે હજી આગળ સંશોધન ચાલી રહ્યું છે. બદામ ખાવાથી આયખું વધે છે એ તારણ સુધી પહોંચતાં પણ ખાસ્સાં વર્ષ લાગ્યાં હતાં. 

અમેરિકાની એક ટીમે એક લાખ વીસ હજાર લોકોનું વીસ વર્ષ સુધી અવલોકન કર્યા પછી તેઓ એ તારણ પર પહોંચ્યા હતા કે બદામ અને આયુષ્ય વચ્ચે સંબંધ છે. તેમના અભ્યાસ અનુસાર રોજ એક મુઠ્ઠી બદામ ખાનારાઓના મૃત્યુદરમાં ૨૦ ટકાનો ઘટાડો થયો હતો.

સંશોધનકર્તાઓ પૈકીના ડોક્ટર ચાર્લ્સે કહ્યું હતું કે, "બદામ ખાવાથી હાર્ટ એટેકને લીધે થતાં મૃત્યુમાં ૨૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બદામનું સેવન કોલેસ્ટ્રોલ ઘટાડે છે."

થોડીક માત્રામાં પીધેલી કોફી આપણને સામા માણસની વાત ગળે ઉતારવા પ્રેરીને સંમત થઈ જવા પ્રેરતી હોવાનું વિજ્ઞાનીઓ કહે છે. કવીન્સલેન્ડ યુનિવર્સિટીના મનોવિજ્ઞાનીઓએ કરેલા એક અભ્યાસમાં કેટલાક વિઘાર્થીઓને ઇચ્છામૃત્યુ અને ગર્ભપાત અંગેના પોતાના વિચારો જણાવવા કહ્યું હતું ત્યારબાદ તેમને તેમના આ અભિપ્રાયોની વિરૂદ્ધ સમજાવતા સંદેશાઓ અપાયા હતા આ અગાઉ તેને મોસંબીનો રસ કે બે કપ કોફી પીવાનું કહેવાયું હતું.

વિજ્ઞાનીઓએ આ વિઘાર્થીઓને ફરીવાર પેલા વિવાદાસ્પદ વિષયો વિષેના અભિપ્રાયો પૂછયા હતાં. તેમના તારણમાં જણાવાયું છે કે કોફી પીધેલા વિઘાર્થી કેફીનની અસર તળે આવી જઈને પોતાના અભિપ્રાય બદલી નાંખ્યા હતા.

યુરોપીયન જર્નલ ઓફ સોશીયલ સાયકોલોજીમાં પ્રસિદ્ધ થયેલ આ અભ્યાસમાં જણાવાયું છે કે, કેફીનની અસર તળે આવેલા વ્યકિતને બળપૂર્વક સમજાવવામાં આવે તો તે પોતાનો અભિપ્રાય બદલી નાંખે છે. હકારાત્મક મુડ દરમ્યાન વ્યકિત સામી વ્યકિત સાથે ઝડપથી સંમંત થઈ જતી હોય છે.

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (6)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-gujarati-article/

No comments:

Post a Comment