Wednesday, 22 January 2014

[Vijay Kudal] [VijayKudal] Nij Nagariya by Taru Kajariya

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Nij Nagariya by Taru Kajariya'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

કટોકટીની પળોમાં શીખવા મળતા પાઠ
નિજ-નગરિયા – તરુ કજારિયા
જિંદગીની દરેક સમસ્યા વખતે બહુ-બહુ તો શું થશે? એવો પ્રશ્ર્ન જાતને પૂછી એ સ્થિતિની કલ્પના મનમાં કરીને એના ઉકેલ માટે તમામ શક્તિને કામે લગાડો. પછી જે કંઇ પણ પરિણામ આવે તે પેલી કલ્પનામાં જોયેલી ખરાબમાં ખરાબ પરિસ્થિતિથી તો બહેતર જ લાગવાનું!
 
મકરસંક્રાંતના દિવસે મકાનોની અગાશી પર ચહલ-પહલ મચી હતી. સામાન્ય રીતે તાળા-ચાવીમાં બંધ રહેતી અગાશીઓ રંગબેરંગી પતંગો ચગાવતા નાના-મોટા પતંગરસિયાઓની ચિચિયારીઓથી ગાજતી હતી. પણ પાંચ વરસનો રોહન દયામણો ચહેરો કરીને એક બાજુ બેઠો હતો. તેને પતંગ જોઇતો હશે માનીને એક યંગ છોકરાએ તેને પ્રેમથી પૂછ્યું : 'તારે પતંગ જોઇએ છે?' તો રોહને મોઢું હલાવીને ના પાડી અને પોતાની પાસેનો પતંગ દેખાડ્યો. પેલા યંગસ્ટરે નવાઈથી પૂછ્યું, 'તો પછી રડે છે કેમ? જો બધા કેવી મજા કરે છે. તુંય પતંગ ઉડાવ.' જવાબમાં રડતાં રડતાં રોહન બોલ્યો: 'પણ મારો પતંગ કપાઈ જાશે તો!'

આ સવાલ માત્ર પાંચ વરસના બાળકનો જ નથી. તેનાથી નાના બાળક માટેય છે અને પચાસ- પંચોતેર કે તેનાથીય વધુ મોટી ઉંમરની વ્યક્તિને પણ મૂંઝવે છે. નાના બચ્ચાનેે કોઇ રમકડું કે વસ્તુ જી-જાનથી વહાલું હોય એમ મોટાંઓને પણ પોતાની કોઇ વસ્તુ, કોઇ સ્થિતિ, કોઇ સ્થાન કે કોઇ વ્યક્તિ માટે અદમ્ય આકર્ષણ હોય અને તેની આદત પડી જાય છે. પછી એનું હોવું એટલું અગત્યનું બની જાય છે કે એ નહીં હોય ત્યારે શું? એના વગર કેમ જિવાશે? એવો ડર કે સંદેહ માણસને સતત રહે છે. એ ચિંતા એને એવી તો ઘેરી વળે છે કે એ હોય ત્યાં સુધી તેના હોવાનો આનંદ પણ પૂરેપૂરો નથી લઈ શકાતો! મને યાદ છે નાનાં હતાં ત્યારે વેકેશન પડે અને એક પછી એક દિવસ પૂરા થવા લાગે કે મને દુ:ખ થાય કે વેકેશનમાંથી આટલા દિવસ તો ચાલ્યા ગયા! બસ, હવે થોડા જ દિવસ બચ્યા! 

સુખ કે ખુશીનો સમય પૂરો થઈ જ્શે તેના ડરમાં સુખી ન થઈ શકવું એ એક વાત છે અને જીવનમાં ખરેખર આકાર લઈ રહેલી ભયાનક સ્થિતિમાં ડર્યા વિના 'પડશે એવા દેવાશે'નો એટિટ્યુડ રાખી જીવવું એ બીજી વાત છે. ઘણી વાર એવું બને છે કે કલ્પનામાં પણ ન હોય એવી વિપરીત દશા જિંદગીમાં આવે છે. કેટલીય સત્ય જીવનકથાઓ વાંચી છે અને કેટલાય લોકોને પણ પોતાની જીવનનૌકાને એવા ઝંઝાવાતી દરિયા પર હંકારતા જોયા છે. કોઇ ભાંગી જાય છે તો કોઇ ગમે એટલી વાર પડે તોય પાછા ઊભા થઈને હિંમતભેર મુકાબલો કરતા રહે છે! ઘણી વાર તો આ માણસ એક સમસ્યામાંથી બહાર આવે ત્યાં બીજી તૈયાર જ હોય. આપણને નવાઈ લાગે કે આ માણસ ક્યાં સુધી ઝીંક ઝીલશે? ક્યાં સુધી ખુમારી રાખી શકશે? એક મિત્રને જિંદગીમાં આવી જ રીતે હંમેશાં ઝઝૂમતા જોયેલા. પણ યાદ નથી કે ક્યારેય તેમના ચહેરા પરનું હાસ્ય વિલાયું હોય. જ્યારે મળીએ ત્યારે તેમની આંખોની ચમક પ્રભાવિત કરી દે તેવી હોય. આપણા 'કેમ છો?' ના જવાબમાં તેમનો જવાબ હોય 'મોજમાં'! એક વાર એમને પૂછેલું કે અરે આટલા બધા પ્રોબ્લેમ્સ છતાં તમે સદાય મોજમાં કેવી રીતે રહી શકો છો? ત્યારે તેમણે સરસ જ્વાબ આપ્યો હતો: 'જુઓ મારી જિંદગીની દરેક સમસ્યા વખતે હું તેને કારણે બહુ-બહુ તો શું થશે? એવો પ્રશ્ર્ન જાતને પૂછી લઉં છું અને એ સ્થિતિની કલ્પના પણ મનમાં કરી લઉં છું. પછી એ પ્રશ્રના ઉકેલ માટે મારી તમામ શક્તિને સિન્સિયરલી કામે લગાડી દઉં છું. બસ! પછી જે કંઇ પણ પરિણામ આવે તે પેલી મેં કલ્પનામાં જોયેલી ખરાબમાં ખરાબ પરિસ્થિતિથી તો બહેતર જ લાગવાનું!' 

આ બહુ કામિયાબ કીમિયો છે. હમણાં યુટીવીના ફાઉન્ડર રોની સ્ક્રૂવાલાની એક મુલાકાત વાંચી. તેમને તેમના જીવનની સૌથી કઠિન પળ કઈ? તે સ્થિતિને તમે કેવી રીતે હેન્ડલ કરી અને તેમાંથી તમે શું શીખ્યા એવા સવાલો પૂછવામાં આવ્યા હતા. એના જવાબમાં રોનીએ લગભગ આ જ શબ્દો કહ્યા હતા. તેમની મિડિયા અને એન્ટરટેઇન કંપની યુટીવી પબ્લિક લિમિટેડ કંપની બની ત્યાર પછીના તરતના ગાળામાં કંપનીનો પરફોર્મન્સ ઘણો જ નબળો રહ્યો હતો. રોની કહે છે કે 'એ વખતે, લિસ્ટિંગના બે ક્વોર્ટર્સની અંદર જ અમે સ્પષ્ટ સમજી લીધું કે કંપનીનું બિઝનેસ મોડેલ બદલવું અનિવાર્ય છે. સીધો ક્ધઝ્યુમરને કેન્દ્રમાં રાખીને એક બ્રાન્ડ કંપનીએ ઊભી કરવી પડશે. એમ નહીં કરે તો કંપની કદી શેરહોલ્ડર્સ માટે નફાકારક નહીં બની શકે. એ પળોએ મને શીખવ્યું કે એક્ વાર તમે પોતાના વર્સ્ટ કેસ સિનારિયો માટે એડજસ્ટ થઈ જાવ પછી તમારામાં નિર્ણયની જે ક્લેરિટી આવી જાય છે એ જોઇને તમે દંગ રહી જશો.'

એક સ્નેહીનો આવો જ એક અંગત અનુભવ હમણાં જાણવા મળ્યો. ફેમિલી સાથે એ પંચોતેર વર્ષનાં બહેન ટર્કી ફરવા ગયેલાં. ત્યાં એક દિવસ શિપ ઉપર કોઇ શો હતો તે જોવા બધાં ગયેલાં. શો પૂરો થયો ત્યારે રાત પડી ગઈ હતી. શિપ પરથી કિનારા તરફ આવવા માટેના લાકડાનાં પાટિયાંના બનેલા ફૂટબ્રિજ ઉપર તેઓ ચાલી રહ્યાં હતાં. તેઓ સાઇડ ઉપર ચાલતાં હતાં અને અંઘારું હતું. એમાં અચાનક તેમનો પગ પાટિયાની કોરથી બહાર પડી ગયો. તેઓ દરિયામાં પડી ગયાં. તેમની યુવાન દીકરીએ અચાનક પાણીમાં થયેલો ધુબાકાનો અવાજ સાંભળ્યો અને આજુ-બાજુ જોયું તો મમ્મી ન દેખાણી! એણે દરિયામાં કોઇક કપડું ફરફરતું જોયું અને ખ્યાલ આવ્યો કે એ તો મમ્મીની જ સાડી છે! તરત જ તેણે શિપવાળાની અને લોકલ સત્તાવાળાની મદદ મેળવી અને લાઇફ ગાર્ડ્સ આવી પહોંચ્યા. તેમણે પેલાં બહેનને બચાવી લીધાં! એ બહેનને મેં પૂછ્યું તમે એ સ્થિતિ કેવી રીતે હેન્ડલ કરી હતી? ત્યારે તેમણે કહ્યું હતું કે પડી એવી તો મેં સ્વીકારી જ લીધું હતું કે બસ! હવે ખલાસ! અંત આવી ગયો છે! મેં મનોમન બાબાને(સાંઈબાબાને) યાદ કર્યા હતા અને પરિસ્થિતિનો શાંતિથી સ્વીકાર કરી લીધો હતો. પણ નવાઈની વાત એ થઈ કે મને તો સ્વિમિંગ આવડતું નથી પણ એ વખતે મારા બન્ને હાથ પાણીમાં ઊંચા-નીચા કરતી હતી એટલું યાદ છે! તેમની વાત સાંભળીને વરસો પહેલાંનો આગની ઘટનાનો એક્ અનુભવ યાદ આવી ગયો. એક લગ્ન પ્રસંગે અમે કલકત્તા ગયાં હતાં અને રાત્રે સૂતાં હતાં ત્યારે મકાનમાં આગ લાગી ગઈ હતી! આગની ભયાનક જ્વાળાએે દાદરને જ લપેટમાં લઈ લીધો હતો અને આગથી બચવાનો એકમાત્ર રસ્તો મકાનના છાપરાં પર ચડીને બાજુના મકાનનાં છાપરાં પર ઊતરવાનો હતો. એ વખતે પાંચ વરસના બાળકથી માંડીને સિત્તેર વર્ષની વૃદ્ધા (જેઓ મહિનાથી પથારીમાં હતાં) – સૌ કોઈ એકની ઉપર મૂકેલા બીજા સ્ટૂલ ઉપર ચડીને બાજુના મકાનનાં છાપરાં પર ચડી ગયાં હતાં! આગની ભયાનકતાએ દેખાડી દીધેલા અંતિમ સિનારિયોએ જ કદાચ એ સ્થિતિમાં નિર્ણયની ક્લેરિટી અને ઝડપ બક્ષ્યાં હતાં અને બધાં જ બચી ગયાં હતાં!

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-nij-nagariya-by-taru-kajariya/

No comments:

Post a Comment