Thursday, 9 January 2014

[Vijay Kudal] [VijayKudal] Satrangi (Gujarati)

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Satrangi (Gujarati)'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

ચમકીલું સ્મિત જોઇતું હોય તો ચીઝ ખાઓ
સતરંગી – રશ્મિન શાહ
ડાયટ પ્લાનને ધ્યાનમાં રાખીને જીવતા લોકો ચીઝથી દૂર ભાગતા હોય છે, પણ હકીકત એ છે કે ડેન્ટિસ્ટ ચીઝ ખાવાની તરફેણ કરે છે. બ્રિટન અને સ્પેનના દેશોમાં તો ચીઝની એડ સાથે ત્યાંના સ્થાનિક ડેન્ટલ એસોસિયેશનની ચીઝ ખાવા માટેની તરફેણની વિનંતી પણ છાપવાની શરૂ કરી દેવામાં આવી છે
ચીઝમાં ફેટ હોય છે એ સાચી વાત છે. ચીઝ ખાવાથી શરીરમાં ચરબી વધે છે એ પણ સાચું અને જેમને ઝીરો ફિગર જોઈતું હોય તેમના માટે ચીઝ અખાદ્ય ગણાય છે. જ્યારે ફોર પેક્સ અને સિક્સ પેક બોડી બનાવવું છે તેમણે ચીઝનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જરૂરી હોય છે. અલબત્ત, આ બધી વાત પછી પણ એટલું તો કહેવું જ પડે કે ચીઝ યંગસ્ટર્સમાં જબરદસ્ત ફેવરિટ છે. એક સમય હતો કે જ્યારે ઇન્ડિયામાં ચીઝનું ચલણ નહીંવત્ હતું પણ બર્ગર, પિઝા અને હોટડોગ જેવી વેરાઇટીને કારણે ચીઝનું ચલણ હોટ કેકની જેમ વધી રહ્યું છે. સામા પક્ષે એ પણ એટલું જ સાચું છે કે મેટ્રો જેવા શહેરમાં ફિઝિકલ અવેરનેસ આવવાથી ચીઝ ખાવાનું ઓછું થવા માંડયું છે. આ વાત ખાસ કરીને બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ અને સ્પેન જેવા વેલ ડેવલપ દેશોની છે. આ દેશોમાં ચીઝનું ચલણ ઘટવા માંડતાં ચીઝ મેન્યુફેક્ચરિસ્ટે ખાસ રિસર્ચ ટીમ બનાવીને ચીઝના ફાયદાઓ શોધાવવાનું કામ શરૂ કર્યું હતું. હેલ્થ એક્સપર્ટ, ડોક્ટર્સ અને ફૂડ સાયન્ટિસ્ટની આ ટીમે લાંબા રિસર્ચ પછી જે ફાયદાઓ શોધ્યા છે એ ફાયદાઓમાંથી કેટલાક ફાયદાઓ ખરેખર સારા છે અને એ ફાયદાઓ માટે પણ ચીઝ ખાવાનું શરૂ કરી દેવું જોઈએ એવું લાગે છે. આ ફાયદાઓમાંથી સૌથી મોટો ફાયદો દેખાડયો છે ડેન્ટિસ્ટે એટલે કે દાંતના ડોક્ટરોએ.

બ્રિટિશ ડેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન અને બ્રિટિશ ચીઝ બોર્ડનું કહેવું છે કે ચીઝમાં રહેલાં અમુક સત્ત્વને કારણે દાંતમાં સડો નથી થતો અને દાંતનું આયુષ્ય વધે છે. દાંતને ચીઝ કેવી રીતે ફાયદો પહોંચાડે છે એ જાણતા પહેલાં બ્રિટિશ ચીઝ બોર્ડ વિશે વાત કરી લઈએ. બ્રિટન સરકારના પ્રતિનિધિ દ્વારા બનાવવામાં આવેલું બ્રિટિશ ચીઝ બોર્ડ માત્ર ચીઝની ક્વોલિટી ચકાસવાનું કામ કરે છે તો સાથે સાથે દેશમાં ચીઝનું માર્કેટિંગ વધતું રહે એ જોવાનું કામ પણ કરે છે. આ પ્રકારે અત્યારે તો ચાલીસથી વધુ દેશોમાં ચીઝ બોર્ડ બની ગયાં છે, પણ ચીઝ માટે એક આખું નિગમ બનાવવામાં આવે એવી શરૂઆત બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવી હતી. હવે દાંત પર આવીએ.

ચીઝ ખાવાથી દાંતની ફરતે કેલ્શિયમનું કોટિંગ બનતું હોય છે. કરવામાં આવેલા એક્સપરિમેન્ટમાં ખબર પડી હતી કે એક ક્યૂબ ચીઝ ખાવાથી દાંત પર કેલ્શિયમ પ્લાકનું કોન્સન્ટ્રેશન ૧૧૨ ટકા જેટલું વધે છે. વાત થોડી ટેક્નિકલ છે, પણ આ ટેક્નિકલ વાતને સાદી અને સરળ ભાષામાં સમજાવવાનું હોય તો કહી શકાય કે ચીઝ ખાવાથી દાંતની ફરતે એક નાનકડું પ્લાસ્ટર થઈ જાય છે. જેમ ઘરની દીવાલને નવું પ્લાસ્ટર કરવાથી ઘરનું આયુષ્ય વધી જાય છે એવી જ રીતે દાંત ફરતે કેલ્શિયમ પ્લાકનું પ્લાસ્ટર લાગી જવાથી દાંતનું આયુષ્ય વધી જાય છે અને આમ ચીઝમાંથી મળતું કેલ્શિયમ દાંતને સડતા કે નબળા પડતા રોકવાનું કામ કરે છે. આ ઉપરાંત ખોરાક ખાવાથી મોંમાં એસિડિક માધ્યમ વધતું હોય છે, જેની સામે લડવાની ક્ષમતા દાંતમાં ઓછી હોય છે પણ ચીઝ છે એ એન્ટિ એસિડિક છે. ચીઝ ખાવાથી મોંમાં ફેલાયેલું એસિડિક માધ્યમ ઘટે છે અને જેને કારણે દાંતને એસિડિક વાતાવરણની સામે પણ રક્ષણ મળે છે. ચીઝ અને દાંતના સુમેળના આ બે ફાયદા પછીનો ત્રીજો ફાયદો ખરેખર આજના યંગસ્ટર્સને ગમે એવો છે.

ચીઝમાં ચીકાશ હોય છે એ સૌને ખબર છે. આ ચીકાશના કારણે તે દાંત પર કોઈ પણ પ્રકારના બની રહેલા ડાઘને પણ સાફ કરવાની ક્ષમતા રાખે છે. ફરીથી એક વાર સીધી ભાષામાં જો સમજાવીએ તો કહી શકાય કે ચીઝ એ અમુક સંજોગોમાં દાંત માટે વોશિંગ પાઉડર જેવું કામ કરે છે અને દાંત પર બની રહેલા ડાઘને કામવાળી બનીને ધૂએ છે, જેને કારણે નિયમિત ચીઝ ખાવાથી દાંત સ્વચ્છ, ચમકીલા અને સફેદ થવાની સંભાવના ભારોભાર વધી જાય છે. બ્રિટિશ ચીઝ બોર્ડે તો એ હદે કહ્યું હતું કે નિયમિત સિગરેટ પીતી વ્યક્તિએ એક વાર ડેન્ટિસ્ટ પાસે જઈને દાંત સાફ કરાવી લેવા જોઈએ. દાંત સાફ થઈ ગયા પછી રેગ્યુલર ડાયટમાં ચીઝ ઉમેરી દેવાથી દાંત પર સિગરેટના નવા ડાઘ થવાની શક્યતા બહુ ઓછી થઈ જાય છે. બોર્ડની આ વાત સિગરેટ પીધેલાઓ માટેની છે, પાન, ફાકી, ગુટખા ખાનારાઓ માટેની નથી. પાન, ફાકી અને ગુટખાના ડાઘ થવાની ઝડપની સામે સિગરેટના ડાઘ દાંત પર જમા થવાની ઝડપ ઘણી ઓછી હોય છે, એટલે એ ડાઘ સામે ચીઝ સહેલાઈથી લડી શકે છે. તમાકુના ડાઘ સામે ચીઝમાં લડવાની તાકાત ઓછી છે. અલબત્ત, તાકાત છે એ વાત હકીકત છે અને આ વાતને બ્રિટિશ ચીઝ બોર્ડે સાયન્ટિફિક પુરાવાઓ સાથે રજૂ કરી હતી.

દાંતનો ફાયદો તો જાણી લીધો પણ સાથોસાથ એ પણ હકીકત છે કે ચીઝ ખાવાથી હાડકાંઓ પણ મજબૂત થાય છે. જૂના જમાનાની વાત યાદ કરો. એ સમયમાં એવું કહેવાતું હતું કે દૂધ કે દૂધની બનાવટમાંથી કેલ્શિયમ મળે છે અને કેલ્શિયમથી હાડકાંને ફાયદો થાય છે. ચીઝ દૂધમાંથી જ બને છે એ તો બધાને ખબર છે. ચીઝમાં કેલ્શિયમનું પ્રમાણ પણ મોટા ગજાનું હોય છે એટલે એ દૃષ્ટિએ પણ ચીઝ ખાવાથી હાડકાંને ફાયદો થાય છે. ચીઝમાં રહેલા કેલ્શિયમને કારણે ઇટાલિયન ચીઝ માર્કેટિંગ ઓથોરિટીએ તો ત્યાં સુધી દાવો કર્યો છે કે જો બાળકને દૂધને બદલે ચીઝ તરફ વાળવામાં આવે તો બાળકનાં કુમળાં હાડકાંને જબરદસ્ત મજબૂતી મળે છે. આજકાલની પેઢીનાં દૂધિયા દાંતવાળાં બચ્ચાંઓ દૂધના નામથી પોક મૂકે છે અને થોબડું ચડાવીને ભાગી જાય છે,પણ આ જ બચ્ચાંઓને ચીઝ ભાવે છે. પેરેન્ટ્સ અધકચરા જ્ઞાન સાથે ચીઝને દૂર રાખે છે. ઇટાલિયન ચીઝ માર્કેટિંગ ઓથોરિટીએ ત્યાં સુધીનો દાવો કર્યો છે કે જો બાળક દૂધનો એક ગ્લાસ ન પીએ તો પેરેન્ટ્સે સહેજ પણ ચિંતા કરવી નહીં અને પ્રેમથી બચ્ચાંને ચીઝનો એક ક્યૂબ ખાવા માટે હાથમાં પકડાવી દેવો. અહીંયાં પેલો થમ્બ રુલ માર્કેટિંગ માટે વાપરવામાં આવ્યો છે કે બે ગ્લાસ દૂધમાંથી એક ચીઝ ક્યૂબ બનતો હોય છે. જો બાળક એક ક્યૂબ ચીઝ ખાઈ લે તો બે ગ્લાસ દૂધ જેટલું પોષણ તેને મળી જતું હોય છે. વિચાર ખોટો નથી. આવતી કાલથી, સોરી આજથી જ અમલમાં મૂકી દેવો જોઈએ. તમારું શું માનવું છે?

એ પણ હકીકત છે કે ચીઝમાં ભારોભાર ફેટ હોય છે. જો બેઠાડું જીવન હોય અને ડોક્ટરે ભારે ચરબીવાળો ખોરાક ખાવાની ના પાડી હોય તો ચીઝ જેવી વેરાઇટી ન ખાવી જોઈએ, પણ હવે માર્કેટમાં લો ફેટ ચીઝ પણ મળે છે, જે ખાવામાં વાંધો નથી. આ લો ફેટ ચીઝમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે, પણ એમાં દાંતને ફાયદો આપનારાં તત્ત્વો અકબંધ હોય છે. એટલે એ ચીઝ ખાઈને ઉપરના બધા ફાયદાઓ લઈ શકાય છે. ફિટનેસ માટે જો ચીઝ ખાવાનું ટાળતા હો તો તેમના માટે રેગ્યુલર ચીઝ પણ ખાસ કંઈ વાંધાજનક નથી. ફરક માત્ર એટલો છે કે તેણે ચીઝ શક્ય હોય ત્યાં સુધી દિવસના સમયે ખાઈ લેવું જોઈએ, જેથી ચીઝને ડાઇજેસ્ટ કરવા માટે પૂરતો સમય મળી રહે. માર્કેટમાં મળતાં પિઝા, બર્ગર અને હોટડોગ જેવી વેરાઇટીમાં વપરાતું ચીઝ લો ફેટ ચીઝ નથી એ સહેજ તમારી જાણ ખાતર.

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-satrangi-gujarati/

No comments:

Post a Comment