Friday 10 January 2014

[Vijay Kudal] [VijayKudal] Gujarati article…

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Gujarati article…'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

એક વ્યક્તિ એક ઈતિહાસ – હની છાયા
 
જુલાઈની ૬ તારીખે પેઈન, હેરોલ્ડ અને આર્ટ ઝેરોડને ફાંસીની સજા જાહેર કરવામાં આવી. મેરી સ્ટુઅર્ટ જે આ કાવતરાખોરો સાથે ભળેલી હતી તેને ભરોસાપાત્ર નહીં એવી સાક્ષીને આધારે ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ઈતિહાસમાં મેરી સ્ટુઅર્ટ પહેલી સ્ત્રી હતી જેને ફાંસી આપવામાં આવી હતી. બીજા કાવતરાખોરોને જેલ થઈ-જોકે કોઈએ લાંબી સજા ભોગવી નહીં-ઓલોગલેન જેલમાં ગુજરી ગયો-જ્યારે બાકીનાને ૧૮૬૬માં માફી આપવામાં આવી. 

પ્રમુખ લિંકન એક કાવતરાનો ભોગ બન્યા હતા તેમાં બેમત નથી, જ્યારે બૂથે પ્રમુખ પર થિયેટરમાં ગોળી મારી તે જ સમયે વૉશિંગ્ટનના બીજે છેડે લુઈસ પેઈને સેક્રેટરી ઓફ સ્ટેટ વિલિયમ એચ. સીવાર્ડ પર જંગલી ચાકુથી હુમલો કર્યો. આ કોઈ યોગાનુયોગ થયું નહોતું. સીવાર્ડના ચહેરા પર પેઈને કંઈ કેટલાય ઘા કર્યા પણ તે સીવાર્ડને મારી શક્યો નહોતો. ઉપપ્રમુખ એન્ડ્રયુ જોહન્સનને મારવાનું કાવતરું પણ ઘડાયું હતું પણ તેનો હત્યારો જ્યોર્જ એટઝેરોટ ગભરાઈ ગયો અને દારૂ પીવા બેસી ગયો. 

'હત્યા'ની આખી વાત જે તપાસ કરનારાઓ થકી જાણવા મળી તે બહુ જ સીધી અને સરળ હતી. જ્હોન વિલ્કીસ બૂથ અને તેના સાથીઓ વિપ્લવવાદીઓ સાથે બહુ જ છૂપી રીતે કામ કરતા હતા. મૂળભૂત રીતે તેઓ માર્ચ ૧૭, ૧૮૬૫ના દિવસે લિંકનનું અપહરણ કરવાના કાવતરામાં સામેલ હતા, પરંતુ લિંકનના તે દિવસના કાર્યક્રમમાં ફેરફાર થવાથી તે કાવતરું નિષ્ફળ રહ્યું. આ જૂથના ઘણા બધા સાથીઓ હત્યાનું કાવતરું સફળ કરવા ગયા હતા. 

વિપ્લવવાદીઓએ લિંકનની હત્યા કરવા કહ્યું હતું કે નહીં તે વાત નક્કી થઈ શકી નથી. આંતરવિગ્રહે એટલી બધી કડવાશ વિપ્લવવાદીઓ અને યુનિયન વચ્ચે નિર્માણ થઈ હતી કે કોઈ પણ પગલું કોઈ પણ સરકાર સામે ગમે તે બાજુ લેવાય તો તે ન્યાયસર ગણાય. લિંકને પોતે વિપ્લવવાદીઓના મુખ્ય શહેર વર્જીનિયાના રીચમોન્ડ પર હુમલો કરવાનો હુકમ આપ્યો હતો, જેમાં એક આશય વિપ્લવવાદીઓના પ્રમુખ ડેનિયલની હત્યાનો પણ હતો. એ પણ શક્ય છે કે ડેનિયલ કે પછી તેના સેક્રેટરી ઓફ સ્ટેટ જુદાહ બેન્જામિને લિંકનની હત્યા માટે કહ્યું હોય.

બૂથની ડાયરીમાં એ સ્પષ્ટપણે રજૂ થયું હતું કે આ હત્યાનું કાવતરું તેણે જ ટૂંક સમયમાં ઘડી કાઢ્યું હતું. તેનો આશય વ્યક્તિગત રીતે લિંકન તરફની ધિક્કારની લાગણી-ગુલામી પ્રથા સામેની નીતિ અને દક્ષિણમાં થયેલી હારનો બદલો.

હત્યા પછી એવી વાતો ફેલાવા લાગી કે સાચી વાતનો ઢાંકપિછોડો કરવામાં આવ્યો છે. મૂળ કાવતરાખોરેને છાવરવામાં આવ્યા છે. શકની આંગળી એન્ડ્રયુ જોહન્સન જે લિંકન પછી પ્રેસિડન્ટ થયા તેના તરફ ચીંધવામાં આવી હતી. 

જ્હોન્સન એક કશ્મકશ અનુભવતી વ્યક્તિ હતા. લિંકનની શપથગ્રહણ વિધિને દિવસે ૧૮૬૫માં દારૂ પીને ઠેકાણા વગરનું આચકા આપતું કરી પોતાની જાતને જ્હોન્સન પર કાયદેસર કામ ચલાવવાની દરખાસ્ત સેનેટમાં રજૂ કરવામાં આવી હતી. સેનેટમાં આ દરખાસ્તની વિરુદ્ધ મત પડ્યા હતા અને એક મતથી દરખાસ્ત ઊડી ગઈ હતી. એન્ડ્રયુ જોહન્સન વિશે વાત કરતાં શ્રીમતી લિંકને તેમની સાહેલી સેલી સ્ટોર્નને લખ્યું હતું કે 'હું અને તું જીવીએ છીએ એ જેટલું સત્ય છે તેટલું જ સત્ય જોહન્સનનો હત્યામાં હાથ છે.' ઘણી વ્યક્તિઓ શ્રીમતી લિંકનના મતની હતી, જ્હોન્સનના કેટલાક પ્રતિસ્પર્ધીઓએ ૧૮૬૬માં કૉંગ્રેસની એક હત્યા સંશોધન સમિતિની નિમણૂકનો પ્રસ્તાવ મૂક્યો, જે જ્હોન્સનની હત્યામાં કેટલી સંડોવણી હતી તે શોધી કાઢે.

આ બધી વાતોમાં ખૂબ જ ગૂંચવણભર્યો પુરાવો-જ્હોન્સનના પ્રક્ષેપથી મળ્યો હતો. હત્યાના સાત કલાક પહેલાં બૂથે હોટેલમાં એક સંદેશો મૂક્યો હતો જેમાં લખ્યું હતું, 'તમને ખલેલ પહોંચાડવા નથી માગતો, પણ તમે ઘેર છો?' જે વિલ્કીસ બૂથ નક્કી ભૂતકાળમાં જ્હોન્સનને મળ્યો હતો, પરંતુ આ મૂકેલી ચિઠ્ઠી માટે કોઈ જ ચોખવટ કરવામાં આવી નહોતી. હત્યાકાંડ સમિતિને જ્હોન્સનને લિંકનની હત્યા સાથે સાંકળી શકાય તેવા કોઈ બીજા પુરાવા મળ્યા નહોતા. છતાંય આ વાતમાં ગપગોળા વર્ષો સુધી અટકયા નહોતા. 

બીજી એક એવી અફવા પ્રચલિત હતી કે ગેરેટ ફાર્મમાં બૂથ નહોતો મર્યો, પરંતુ ત્યાં મરી ગયેલી વ્યક્તિ બીજી હતી. બૂથનું મૃત શરીર તેનાં સગાંવહાલાઓને સોંપવામાં આવ્યું-કુટુંબના માણસોએ તથા દંતવિશેષજ્ઞ દાક્તરે તેની ઓળખ કરી છતાંય અફવા ચાલુ રહી કે એ બૂથ નહીં બીજી વ્યક્તિ હતી, પાછળથી ઘણા લોકોએ એવાં વિધાન કર્યાં કે બૂથ જીવતો છે અને બીજા નામે ઓળખાય છે. 

૧૯૦૩માં એનીડ ઓકલોહોમામાં ડેવીડ ઈ જ્યોર્જ નામની વ્યક્તિએ તેની મરણપથારીમાંથી એવું વિધાન કર્યું હતું કે તે જ્હોન વિલ્કીસ બૂથ છે. એક વેપારી બુદ્ધિવાળા મડદાં શણગારનારી વ્યક્તિએ જ્યોર્જના મડદામાં મસાલો ભરી વરસો સુધી એક સરકસના સાઈડ શૉમાં પ્રેસિડેન્ટ લિંકનના હત્યારા તરીકે રજૂ કર્યું હતું.

પ્રેસિડેન્ટ લિંકનની હત્યાની બાબતમાં જાતજાતની અટકળોનો ક્યારેય અંત ન આવ્યો. જગતના આંતરરાષ્ટ્રીય બેન્કર્સ-અને કેથોલિક અંતેવાસીઓ પર તેના મૃત્યુના આરોપ થયા. છતાંય ઈતિહાસકારો તો પ્રમાણભૂત થયેલી વાતને જ ખરી માને છે. પ્રેસિડેન્ટ લિંકન આંતરવિગ્રહના છેલ્લા શહીદ હતા. 

જ્હોન વિલ્કીસ બૂથ

લિંકનના હત્યારાનો ઈતિહાસ જાણવા જેવો છે. તે એક નાટકનો અભિનેતા હતો તેથી તેની વાત લખવાનો મોહ આ લખનારને થાય એ સ્વાભાવિક છે, સ્વાભાવિક એટલા માટે કે લખનાર પણ ૪૦ વરસ મુંબઈની ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલો હતો. 

જ્હોન વિલ્કીસ બૂથનો જન્મ ૧૮૩૯માં બાલ્ટીમોરમાં થયો હતો. તે એક અભિનેતા હતો પણ તેનું અભિનયનું ધોરણ તેના પિતા જુનિઅસ બ્રુટસ બૂથ જેટલું ઊંચું નહોતું. બ્રૂટ્સ બૂથ અડધી ૧૯મી સદી સુધી અમેરિકામાં રંગભૂમિના કલાકાર તરીકે બેજોડ ગણાતો હતો-તેને જ્હોન ઉપરાંત એક બીજો દીકરો હતો જેનું નામ હતું એડવીન થોમસ બૂથ. આ બૂથ કુટુંબને અને લિંકનના સમયની રંગભૂમિને આવરી લેતું એક ચિત્રપટ આજથી વીસેક વર્ષ પહેલાં રજૂ થયું હતું-ન્યુ અમ્પાયર થિયેટરમાં. ચિત્રપટનું નામ હતું, 'પ્રિન્સ ઓફ પ્લેયર્સ' તેમાં એડવીન થૉમસ બૂથનું પાત્ર રિચાર્ડ બર્ટને ભજવ્યું હતું. 

જ્હોન વિલ્કીસ બૂથ રીચમોન્ડ વર્જીનિયામાં અભિનેતા તરીકે બહુ જ પ્રખ્યાત હતો. 'પ્રિન્સ ઓફ પ્લેયર્સ' ફિલ્મમાં લિંકનની બૂથે હત્યા કરી હતી તે દૃશ્ય હતું-હૂબહૂ જેવું હત્યાની વાતમાં લખ્યું છે. શરૂઆતમાં જ્હોન તેના પિતા સાથે નાટકના દરેક પ્રયોગમાં જતો. જુનિઅસ બ્રૂટ્સ બૂથને ખાતરી હતી કે જ્હોન તેની અભિનય કલાનો વારસદાર થશે, પરંતુ તે તો વિપ્લવવાદીઓમાં ભળી ગયો, કારણ એ ગુલામી પ્રથામાં માનતો હતો. વર્જીનિયામાં તેના નાટકની ટૂર વખતે એ પોતાની વિપ્લવવાદી વિચારસરણીનો પ્રચાર કરતો હતો. વિપ્લવવાદીઓના જાસૂસી તંત્રના વડાની તેને કેનેડામાં મુલાકાત થઈ અને તેણે લિંકનનું અપહરણ કરવાનું ષડ્યંત્ર રચ્યું. પણ ૧૮૬૫માં એમાં તે નિષ્ફળ રહ્યો-તેને ત્યારે લિંકનની હત્યા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું કે કેમ તેની કોઈ માહિતી નથી.

જ્હોનના વિપ્લવવાદીઓમાં ભળી જવાના આઘાતે જુનિઅસ બ્રૂટ્સ બૂથ દારૂના રવાડે ચડી ગયા. નાટકના પ્રયોગ સમયે જુનિઅસને થિયેટરમાં પહોંચવાનું મોડું થાય. એડવીન બૂથ તેમને શોધવા નીકળે, દારૂના કોઈ પીઠામાંથી-બારમાંથી ટેકો દઈ થિયેટરમાં લઈ આવે. ત્યાં સુધીમાં તો થિયેટરના પ્રેક્ષકો બૂમાબૂમ કરી મૂકે. પોતાના મેકઅપરૂમમાં બૂમાબૂમના અવાજો સાંભળી અડધા મેકઅપે તે તખ્તા પર આવી મુખ્ય પરદાની વચ્ચેથી નીકળી પ્રેક્ષકો સામે ઊભા રહી જાય અને જોરથી બરાડે 'શટઅપ' અને શાંતિ પ્રસરી જાય. પછી જે નાટક હોય તેના મુખ્ય પાત્રનું નામ લઈ કહે 'આઈ વીલ શૉ યુ ધ ડેમનેડસ્ટ ઓથેલો'-આટલું કહી જતાં રહે.

નાટકનો પરદો ઉઘડે અને પ્રેક્ષકો તાળીઓના ગડગડાટ સાથે બૂથ સિનિયરને આવકારે-એડવીન બ્રૂટ્સ બૂથ દરેક નાટકમાં વિંગમાં ઊભો રહેતો. એને બધા જ નાટકોના સંવાદો યાદ રહી ગયા હતા. એડવીન પણ જુનિઅસ બૂથના થિયેટરમાં હૃદય બંધ પડવાથી થયેલા અવસાન પછી-અમેરિકામાં નાટ્ય જગતમાં શેક્સપિયરના નાટકોનો અગ્રણી અદાકાર થઈ ગયો હતો. 

'પ્રિન્સ ઓફ પ્લેયર્સ'ની સી.ડી. મળે તો વાચક મિત્રો જરૂર જોજો.

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (7)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-gujarati-article-2/

No comments:

Post a Comment