Friday 10 January 2014

[Vijay Kudal] [VijayKudal] Gujarati article by Ashu Patel

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Gujarati article by Ashu Patel'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

સુખનો પાસવર્ડ – આશુ પટેલ
જે સ્થિતિનો અફસોસ કરતા હોઈએ એ સારા માટે હોઈ શકે અને જે સ્થિતિ આનંદદાયક લાગે એ આઘાત આપી શકે એવું પણ બને
 
થાણેના લોકમાન્ય નગર વિસ્તારની સુદર્શન સોસાયટીમાં રહેતો યુવાન વિશાલ આહિરે ૨ જાન્યુઆરી, ૨૦૧૪ના દિવસે પોતાના કુટુંબ સાથે પોતાના વતન આનેગાંવ જવાનો હતો, પણ એ દિવસે તેને નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવા બોલાવાયો એટલે નાછૂટકે તેણે કુટુંબના સભ્યો સાથે વતનમાં જવાનું માંડી વાળવું પડ્યું. એ દિવસે વહેલી સવારે વિશાલના કુટુંબના સભ્યો થાણેથી અહમદનગર જતી બસ પકડવા ઘરેથી નીકળ્યા ત્યારે એમને મોડું થઈ ગયું. એ બધા બસ ઉપડવાના સમયથી પંદર મિનિટ મોડા બસ ડેપોમાં પહોંચ્યા. જોકે એ જ દિવસે અહમદનગર જતી એ બસ મોડી ઉપડી એટલે આહિરે કુટુંબના સભ્યોને એ બસ મળી ગઈ અને તેમણે હાશકારાની લાગણી અનુભવી.

એ બસ મુંબઈથી ૧૦૦ કિલોમીટર દૂર તોકાવદે પાસે દસ-પંદર મિનિટ માટે ઊભી રહી. એ વખતે કેટલાક પેસેન્જર્સ ચા-પાણી પીવા માટે ઊતર્યા. એમાંના ચાર પેસેન્જર ચા પીને ગપ્પાં મારતા હતા ત્યાં ડ્રાઈવરે અચાનક બસ ચાલુ કરી દીધી. પેલા ચારેય ઉતારુઓ બૂમાબૂમ કરતા બસની પાછળ દોડ્યા, પણ તેઓ બસ ના પકડી શક્યા. એ ઉતારુઓનો સામાન પણ બસમાં જ રહી ગયો હતો.

બસ ઊપડી ગઈ અને પોતે બહાર રહી ગયા એ માટે એ ઉતારુઓએ બસના ડ્રાઈવર- કંડકટર અને પોતાના નસીબને ગાળો આપી. એમાંના એકે કહ્યું કે, સાલી ચાને કારણે આજે રખડી પડવાનો વારો આવ્યો. બીજા એક ઉતારુએ પોતાના સાથી ઉતારુ પર રોષ ઠાલવ્યો કે તારે લીધે જ હું નીચે ઊતર્યો અને બસ ચૂકી ગયો.

આ સ્થિતિમાં દેખીતી રીતે વિશાલ આહિરે નામના યુવાન માટે અફસોસજનક સ્થિતિ ઊભી થઈ હતી કે ઈન્ટરવ્યૂ માટે જવાનું થયું એટલે તે ઈચ્છા હોવા છતાં વતનમાં જઈ ના શક્યો. વિશાલના કુટુંબના સભ્યો બસ પકડવા માટે મોડા પડ્યા છતાં બસ મોડી ઊપડી એટલે તેમને બસ મળી ગઈ. એટલે તેમના માટે બસ મોડી ઊપડી એ સારી સ્થિતિ હતી અને બસમાં બેસી ગયા પછી માત્ર ચા પીવા માટે ઉતરેલા પેલા ચાર પેસેન્જર કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા હતા. કારણ કે તેમની નજર સામે બસ ઊપડી ગઈ અને તેઓ હાથ ઘસતા રહી ગયા હતા.

પણ હકીકતમાં એ બધા વિચારતા હતા એથી વિપરીત તેમની સાથે બન્યું હતું. થાણેથી અહમદનગર જતી એ બસ તોકાવદેથી માંડ ૨૫ કિલોમીટર દૂર પહોંચી ત્યારે એને અકસ્માત નડ્યો અને એ બસ માલશેજ ઘાટમાં ૪૦૦ ફૂટ ઊંચાઈએથી ખાઈમાં પટકાઈ અને આહિરે કુટુંબના આઠ સભ્યો સહિત ૨૭ પેસેન્જર્સ ઓન ધી સ્પોટ મૃત્યુ પામ્યા!

કોઈ સ્થિતિ દેખીતી રીતે સારી લાગે કે ખરાબ લાગે ત્યારે થોડા સમય પછી તમને વિપરીત લાગણી કે અનુભવ થઈ શકે છે.

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-gujarati-article-by-ashu-patel/

No comments:

Post a Comment