Friday 17 January 2014

[Vijay Kudal] [VijayKudal] Gujarati article by ???????-g

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Gujarati article by ???????-g'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

  1. જે પતંગ પાછળ તમે દોડો છો એ તમારા હાથમાં જ આવશે એની કોઈ ખાતરી નથી.
  2. ઝાડુથી પતંગ પકડવામાં તમે પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરો તેવી છાપ ઊભી થઈ શકે છે.
  3. જે પત્તંગ છાશ/છાપ ખાય તેવો હોય, તેનો ઢઢ્ઢો કિન્ના બાંધતા પહેલાં વાળી લેવો નહીંતર કિન્ના  બાંધવાની મહેનત માથે પડે છે.
  4. એડવાન્સમાં જથ્થાબંધ કિન્ના બાંધનાર દિવસના અંતે 'તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર' કહેવત યાદ કરે છે. 
  5. જુનાં પતંગ સાચવી રાખનાર આવતી સાલ આ સાલના નવા પતંગ જુનાં કરી ચગાવવા પામે છે. 
  6. કિન્ન બાંધવાના કામ કોઈ તમારા માથે પરાણે થોપે તો તેમાંથી બચવા ખરાબ કિન્ના બાંધવાથી અકસીર ઉપાય કોઈ નથી.
  7. પતંગ કપાયા પછી ચીકી ખાવાથી ડીપ્રેશનમાં રાહત મળે છે.
  8. મોટાભાગના લોકો માટે 'કેટલાં પતંગ કપાયા' કરતાં મહત્વનો પ્રશ્ન 'કોણે કાપ્યા' એ હોય છે.
  9. નવા હિન્દી ગીતોમાં દમ ન હોવાથી આ વખતે ધ્વનિ-પ્રદુષણમાં રાહત જોવા મળી હતી.
  10. ગુંદરપટ્ટીનું વજન જેમાં પતંગના વજન કરતાં વધું હોય તેવો પતંગ ચગતો નથી.
  11. પવન ન હોય તેવા સમયમાં અધીર અમદાવાદી જેવા ડાહ્યા માણસો આરામ કરે છે અને બાકીના રાત્રે બાવડા ઉપર માલીશ.
  12. દર વર્ષે 'ગઈસાલની દોરી આનાં કરતાં સારી હતી' એવો વિચાર આવે છે.
  13. પતંગ ચગાવવો એ કળા છે. મધ્યમથી સારા પવનમાં આ નિયમ લાગુ નથી પડતો.
  14. 'હવેલી લેતા ગુજરાત ખોયું' કહેવત ચાલુ પતંગે કપાયેલ પતંગ પકડવા જનારને યાદ નથી હોતી.
  15. છૂટ અપાવવા માટે કહેનાર શીખાઉમાં ખપે છે.
  16. 'ગઈ સાલ બહુ કાપ્યા હતાં' એવું કહેનારની વાત માનવી નહી.
  17. પવનની દિશા કાયમ અવળી જ હોય છે.
  18. ફિરકી પકડાનારનું ધ્યાન વોટ્સેપ અને ફેસબુકમાં હોય તો પતંગ કપાઈ જાય છે.
  19. પતંગ ચગાવનારનું ધ્યાન વોટ્સેપ કે ફેસબુકમાં હોય તો પણ પતંગ કપાઈ જાય છે. અન્યથા ભરાઈ તો અવશ્ય જાય છે.
  20. પતંગ ચગાવનાર અને ફિરકી પકડનાર બંનેનું ધ્યાન વોટ્સેપ કે ફેસબુક પર હોય તો બેઉ એક જ જાતિના (બેઉ પુરુષ અથવા બેઉ સ્ત્રી) હશે.
  21. સલમાન ખાન અને અમિતાભ બચ્ચન અમદાવાદમાં આવી પતંગ ચગાવે એનાંથી અમદાવાદમાં ઉત્તરાયણના ઉત્સાહમાં કોઈ ફેર નથી પડતો. એ તો કાયમ ફુલ્લ ટુ ટોપ પર જ હોય છે !

અધીર અમદાવાદી….


__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-gujarati-article-by-g/

No comments:

Post a Comment