Tuesday, 21 January 2014

[Vijay Kudal] [VijayKudal] Gujarati article by Vaishali Vakil

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Gujarati article by Vaishali Vakil'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

સમય આધુનિક, માનસ પૌરાણિક
વૈશાલી વકીલ
આજે એક તરફ વિશ્ર્વની પ્રતિષ્ઠિત મહિલાઓમાં સોનિયા ગાંધી સહિતની મહિલાઓનો સમાવેશ થાય છે તો બીજી તરફ મહિલાઓન્ો ડાકણ ગણાવી આત્મહત્યા માટે મજબ્ાૂર કરવામાં આવે છે
 
થોડા દિવસ પહેલા જ સુરતના ડિંડોલી વિસ્તારમાં એક મહિલાન્ો પડોશી પરિવારે ડાકણ કહી હતી અન્ો આજુબાજુના લોકોન્ો એમ કહીન્ો ભડકાવ્યા હતા કે એ મહિલા ડાકણ છે અન્ો લોકો પર જાદુટોણા કરીન્ો લોકોનું જીવન બરબાદ કરે છે. છેલ્લા ઘણા દિવસથી આ મહિલા વિરુદ્ધ આવો દુષ્પ્રચાર થતો હોવાથી એ મહિલા વ્યથિત થઈ ગઈ હતી. આખરે કંટાળીન્ો એણે ઝેરી પ્રવાહી ગટગટાવીન્ો જીવનનો અંત આણવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં એ જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. મામલો પોલીસમથકે પહોંચી ચૂક્યો છે, પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરે એ પહેલાં જ દોષિત પરિવાર ગાયબ થઈ ગયો છે. આ કેવી માનસિકતા છે? આ અંધશ્રદ્ધા નહીં તો બીજું શું છે?

એક તરફ દેશની ટોચની મહિલાઓ દરેક ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રિય સ્તરે નામના મેળવી રહી છે. કોર્પોરેટ, રાજકારણ, સમાજસ્ોવા, શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં ઈન્દ્રા ન્ાૂયી, સોનિયા ગાંધી, મધર ટેરેસાના નામ અગ્રસ્થાન્ો છે. બીજી તરફ ડાકણ કહીન્ો મહિલાન્ો મોતન્ો ઘાટ ઉતારી દેવાની ઘટના પણ આપણા દેશમાં બની રહી છે. દેશની મહિલાઓના આ બ્ો અલગ અલગ ચહેરા છે. જે દેશમાં શક્તિ સ્વરૂપ્ો નારીની પ્ાૂજા થાય છે એ જ દેશમાં નારીન્ો ડાકણ ગણી મોતન્ો ઘાટ ઉતારી દેવામાં આવે છે. આ વિડંબના નહીં તો શું છે?

સુરત એ ગુજરાતનું વિકાસશીલ શહેર છે. આવા વિકાસશીલ શહેર અન્ો રાજ્યમાં આવી ઘટના બન્ો એ સામાન્ય વાત ન ગણી શકાય. ગુજરાત હવે શિક્ષણની બાબતમાં ઘણું એડવાન્સ થઈ ગયું છે. વળી અહીં અન્ોક પ્રકારના નાનામોટા ઉદ્યોગો ધમધમતા હોવાથી અહીં રોજીરોટીની ઘણી તકો રહેલી છે. આમ છતાં ગુજરાત જેવા વિકસીત રાજ્યના સુરત જેવા વિકાસશીલ શહેરમાં કોઈ મહિલાન્ો ડાકણ કહેવામાં આવે એટલું જ નહીં ડાકણના આરોપથી હતાશ થઈ ગયેલી મહિલા પોતાનું જીવન સમાપ્ત કરવાની પ્ોરવી કરે એ ખેદજનક ઘટના છે. 

આ ઘટના બાદ આ મુદ્દે ગુજરાત પણ યુપી, બિહાર અન્ો ઝારખંડની હરોળમાં આવી ગયું હોય એવું જણાઈ રહૃાું છે. ઝારખંડની રાજધાની રાંચી વિસ્તારમાં ધોળે દિવસ્ો ભરી પંચાયતમાં બ્ો મહિલાઓન્ો ડાકણ કહીન્ો મોતન્ો ઘાટ ઉતારી દેવામાં આવી હતી. બીજી તરફ ઝારખંડના ચતરા જિલ્લાના એક ગામમાં મા દીકરી પર ડાકણ હોવાનો આરોપ મૂકી એમન્ો પંચાયતમાં ઢોરમાર મારવામાં આવ્યો. ૨૦૧૧માં ઝારખંડમાં ૩૨ વર્ષ બાદ પંચાયતની ચૂંટણી થઈ. ગ્રામ્યજનોના વિકાસ અન્ો એમની સમસ્યાઓના નિરાકરણ માટે પંચાયતો રચવામાં આવી છે, પરંતુ ઝારખંડના સરપંચો મહિલાઓ પર મુકાતા ડાકણના આરોપો ત્ોમ જ અન્ય નાનામોટા ઝઘડાના નિવારણમાં જ રચ્યાપચ્યા રહે છે. 

થોડા મહિના પહેલાં રાંચીના ટૂકુટોલી ગામમાં સાસુ વહુ પર ડાકણ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો અન્ો એના આ ગુનાની સજારૂપ્ો એમના પરિવારજનો પાસ્ોથી ૧૫૦૦ રૂપિયા દંડ વસ્ાૂલવામાં આવ્યો. દંડની આ રકમમાંથી પંચાયત સભ્યોએ મરઘી અન્ો દારૂની મજા માણી હોવાનો પણ અહેવાલ છે. આમ છતાં ગ્રામજનોએ સાસુ વહુન્ો ઢોર માર માર્યો હતો. પોલીસન્ો આ ઘટનાની જાણ થઈ ત્યાં સુધીમાં તો બન્ને મૃત્યુ પામી હતી. પોલીસ્ો આ ઘટના સંદર્ભે ૧૯ લોકોની ધરપકડ કરી છે. એમના પર કાર્યવાહી ક્યારે થશે, થશે કે નહીં એ મોટો સવાલ છે.

ગુજરાતના ડાંગ, પંચમહાલના અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ કેટલાક હઠીલા રોગોના ઉપચાર તરીકે મહિલાઓન્ો ડામ આપવાની કુપ્રથા પ્રચલિત છે. આ વિસ્તારમાં દર્દી મહિલાન્ો ડોક્ટર પાસ્ો લઈ જવાન્ો બદલે ભૂવા કે ભગત પાસ્ો લઈ જવામાં આવે છે. ગામડાઓમાં પ્રાથમિક સારવાર કેન્દ્રો ભલે ન હોય, પરંતુ ભગત અન્ો ભૂવા તો જરૂર મળી જાય છે. આજે ૨૧મી સદીમાં પણ આ પ્રકારના નુસખા અપનાવીન્ો મહિલાઓની જિંદગી સાથે મેલી રમત રમવામાં આવે છે. 

આ અન્ો આવી બીજી અન્ોક ઘૃણાસ્પદ ઘટના ઝારખંડ, યુપી અન્ો બિહારમાં ઘટતી રહી છે. આ મુદ્દે ઝારખંડ રાજ્ય મહિલા આયોગની અધ્યક્ષા એસ. હેમલતા મોહન કહે છે કે મહિલાઓન્ો ડાકણ કહેવાની ઘટનાની રાજ્યએ ગંભીરતાપ્ાૂર્વક નોંધ લીધી છે. આવી ઘટનાઓ બાદ ગુન્ોગારો સામે માત્ર કાર્યવાહી જ થઈ શકે છે, પરંતુ સમાજન્ો અંધવિશ્ર્વાસમુક્ત કરવા માટે અભિયાન આદરવાની જરૂર છે. 

ગ્રામ્ય વિસ્તારોમાં ડાકણના આરોપથી સ્ોંકડો મહિલાઓ સાથે મારપીટ થવાની અન્ો એન્ો મોતન્ો ઘાટ ઉતારી દેવાની ઘટનાઓ પોલીસમથકોમાં નોંધાતી રહે છે. છ મહિના પહેલાં ઝારખંડના એક વિસ્તારમાં આવા સાત ગુના નોંધાયા છે. પોલીસ પાસ્ોથી મળેલા આંકડા પ્રમાણે ઝારખંડ રાજ્યની સ્વતંત્ર રચના બાદ ૧૨ વર્ષમાં ડાકણના આરોપથી ૭૨૩ મહિલાઓની હત્યા થઈ છે. આ તો સરકારી આંકડા છે. વાસ્તવિક આંકડા તો આના કરતાં અન્ોકગણાં વધારે હશે. ઝારખંડનો રાંચી જિલ્લો આ મુદ્દે ખૂબ બદનામ છે. છેલ્લાં ૨૦ વર્ષમાં રાંચી જિલ્લામાં મહિલાઓ પર ડાકણના આરોપથી ૨૬૮ હત્યાઓ થઈ છે. રાંચી બાદ ચાઈબાસા જિલ્લામાં ૨૩૨, ગુમલા જિલ્લામાં ૧૩૮ અન્ો લોહરદગ્ગામાં ૧૬૧ હત્યા થઈ છે. 

આ બધા આંકડા ઝારખંડ સરકારન્ો મુશ્કેલીમાં મૂકી દે એવા છે. ઝારખંડમાં આવી ઘટનાઓના મૂળમાં જમીન અન્ો સંપત્તિનો વિવાદ છે. મહિલાઓ પર ડાકણનો આરોપ મૂકીન્ો જમીન અન્ો સંપત્તિ હડપી લેવાના અન્ોક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આવા કિસ્સાઓમાં મોટા ભાગ્ો પીડિત મહિલાઓના સગાસંબંધીઓ જ ગુન્ોગારની ભૂમિકા ભજવતા જોવા મળે છે. પોતાના અધિકારો પ્રત્યે જાગ્ાૃત ન હોવાન્ો કારણે મોટી સંખ્યામાં ગ્રામિણ મહિલાઓ ડાકણના આરોપન્ો કારણે મૃત્યુ પામે છે. આ માત્ર ઝારખંડ માટે જ નહીં, પરંતુ આખા દેશ માટે ચિંતા અન્ો શરમની વાત છે. 

શિક્ષણ દ્વારા વ્યક્તિનો અંગત વિકાસ થાય છે, પરંતુ અંધશ્રદ્ધા નિર્મૂલન માટે વિવિધ સામાજિક સંસ્થાઓએ પણ આગળ આવવું પડશે અન્ો લોકજાગ્ાૃતિ અન્ો ખાસ કરીન્ો મહિલાઓન્ો પોતાના અધિકારો ત્ોમ જ મહિલા કાયદાઓ વિશે પરિચીત કરવી પડશે. જો આવું થશે તો જ ભવિષ્યમાં મહિલાઓ આવાં દુષ્કૃત્યો સામે જીત મેળવી શકશે. આખરે અંધશ્રદ્ધાનું નિર્મૂલન માત્ર કાયદાથી નહીં સમજદારીથી જ થઈ શકે છે.

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-gujarati-article-by-vaishali-vakil/

No comments:

Post a Comment