Tuesday, 21 January 2014

[Vijay Kudal] [VijayKudal] Gujarati article on "TEA"

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Gujarati article on "TEA"'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

આવી રીતે બનાવીને પીશો ચા તો હંમેશા રહેશો જવાન અને બધી બીમારીઓ રહેશે દૂર
 
આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે ચાનો સર્વપ્રથમ ઉપયોગ ઓક ઔષધિ તરીકે થયો હતો. આર્યુવેદના જાણકાર વિવિધ સમયે તમામ રોગના ઉપચાર માટે લીલી ચાની પત્તિઓ અને તેના બીજનો ઔષધિ તરીકે ઉપયોગ કરતા હતા. જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ ચા આપણા જીવનનો હિસ્સો બની ગયો અને હવે તો એવી સ્થિતિ આવી ગઈ છે કે દરેક પરિવારમાં સવારના પીણમાં ચાને જ પ્રથમ મહત્વ આપવામાં આવે છે. ઔષધિ ગુણના આધાર પર બનાવવામાં આવેલી ચા મનુષ્યને ઘણી બીમારીઓથી દુર રાખવામાં મદદ કરે છે.

અમદાવાદના એક આર્યુવેદીક ડોક્ટર દિપક આચાર્યે ચા અને તેના ઔષધિ ગુણ વિશેની માહિતી આપી છે.

ગૌતી ચાઃ બુંદેલખંડમાં ગ્રામીણ લોકો લીંબુના પત્તાનો ચામાં ઉપયોગ કરે છે. તેઓ લીંબુના છોડની 2-3 પત્તીઓ લઈને તેને હાથથી મસળ નાખીને પાણીમાં ઉકાળે છે અને ત્યાર પછી તેમાં થોડી ખાંડ, ચા અને આદુ નાખવામાં આવે છે. આ ચાને ખૂબ ઉકાળ્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચામાં દુધનો ઉપયોગ કરવામાં આવતો નથી.

કાળી ચાઃ બ્લેક ટીમાં પણ દૂધનો ઉપયોગ કરવામાં આવતો નથી અને તેમાં સામાન્ય કરતા થોડી વદારે ખાંડ નાખવામાં આવે છે. બે કપ આ ચા બનાવવા માટે એક ચમચી ચાની સાથે 3 ચમચી ખાંડ નાખીને તેને ઉકાળવામાં આવે છે. આર્યુવેદના મત પ્રમાણે ગળી ચા મગજને શાંત રાખે છે અને કામની સક્રિયતા વધારી છે અને સ્ટ્રેસ ઓછો કરે છે.

ધાણાની ચાઃ રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ચામાં ધાણા નાખવામાં આવે છે. આ ચામાં જીરુ, ધાણા, ચા પત્તી અને ખાંડ નાખવામાં આવે છે. આ ચાને વધારે ઉકાળવાની જરૂર નથી. આ પ્રકારની ચામાં ઘણી વખત ખાંડની જગ્યાએ મધ પણ નાખી શકાય છે. આ ચાથી ગળાની, અપાચન અને ગેસની તકલીફો દૂર થાય છે.

અનંતમૂળીની ચાઃ આદિવાસીઓ મોટા ભાગે અનંતમૂળીની ચા પીવાનુ પસંદ કરે છે. આ ગરમ પ્રકૃતિનું આર્યુવેદ માનવામાં આવે છે. બે કપ ચા બનાવવા માટે તેમાં 1 ગ્રામ અનંતમૂળીનો ઉપયોગ થાય છે અને તેમાં થોડી ચાની પત્તીઓ પણ નાખવામાં આવે છે. અસ્થમા અને શ્વાસ લેવાની તકલીફના લોકો માટે આ ચા ઉપયોગી છે.

સંતરાની ચાઃ મધ્યભારતના ગોંડવા વિસ્તારમાં ચા બનાવતી વખતે તેમાં સંતરા અથવા લિંબુની છાલ નાખવામાં આવે છે. ઘણી વખત આ ચામાં લીંબુનો રસ પણ થોડો નાખવામાં આવે છે અને તેમાં સાથે ચાની પત્તિ અને થોડી ખાંડ નાખવામાં આવે છે. આ ચાને ખટ્ટી ગૌતી ચા કહેવામાં આવે છે. આ ચા દિવસમાં એકવાર પીવાથી યુવાની લાંબો સમય ટકાવી શકાય છે.

મુળેઠીની ચાઃ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં જેઠીમધ ખૂબ પ્રસિદ્ધ છે. મધ્યભારતમાં પણ મુળેઠીની ચા પણ પીવામાં આવે છે. સામાન્ય પદ્ધતિથી બનાવવામાં આવેલી ચામાં ચપટી મુળેઠીનો પાઉડર નાખવામાં આવે છે. અસ્થમા અને શરદી-ખાસીના દર્દીઓએ દિવસમાં 3-4 વખત આ પ્રકારની ચાનુ સેવન કરવુ જોઈએ.

મધની મીઠી ચાઃ મધ વાળી આ ચાને શહદી અને સૈદી ચા કહેવામાં આવે છે. બસ્તરના ગામડાઓમાં આ પ્રકારની ચા બનાવવામાં આવે છે. આ ચા બનાવવા માટે 2 ચમચી ચા પત્તી અને દૂધ નાખીને બનાવવામાં આવે ચે અને તેમાં મીઠાસ માટે મઘનો ઉપયોગ કરવામાં આવે છે. શક્ય હોય તો આ ચામાં આદુ પણ નાખી શકાય છે.

મસાલા ચાઃ ગુજરાતમાં લવિંગ, સુંઠ, તુલસી, નાની ઈલાયચી, જાયફળ સાથે આ પ્રકારની ચા બનાવવામાં આવી છે. આ મસાલાને ચા પત્તી અને દૂધની ઉકળતી ચામાં નાખવામાં આવે છે. આ તાજગી શરીરમાં સ્ફૂર્તિ આપે છે.

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-gujarati-article-on-tea/

No comments:

Post a Comment