Monday 20 January 2014

[Vijay Kudal] [VijayKudal] Health Care (Gujarati)

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Health Care (Gujarati)'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

પેટને પીપ બનતું રોકવાના ઉપાય
હેલ્થ કેર – અંકિતા પટેલ
બેઠાડુ જીવન અને જંક ફૂડ પેટને ઢમઢોલ બનાવી મૂકે છે. જેને લીધે કમરનો દુખાવો પણ થવા માંડે છે. કેટલીક ખાસ કસરતો છે જે પેટને સપ્રમાણ કરવા ઉપરાંત કમરના દુખાવામાં પણ રાહત આપે છે
આજકાલ સ્થૂળતા એ લોકોમાં વધતી જતી એક બીમારી છે. એનું કારણ છે આપણું બેઠાડું જીવન ને કસરતનો અભાવ. એ સિવાય બહારથી આરોગતાં જંક ફૂડસ. એમાંય બહારનો કચરો ખાઇને જે રીતે પેટ બહાર આવે છે એનાથી પછી છુટકારો મેળવવા તમારે કાં તો તમારા ખાનપાન પર નિયંત્રણ લાવવું જોઇએ અથવા તો કસરત કરીને એને વધતું અટકાવવું જોઇએ.

જેમ જેમ આપણી ઉંમર વધતી જાય તેમ તેમ કમરના દુખાવાની તકલીફ ઘણાને થવા લાગે છે. ઘણા લોકોને એ દુખાવો એટલો અસહ્ય બને છે કે રોજબરોજનાં કામની સાથે ઊઠતાં, બેસતાં, સૂતી વખતે શરીરનું સાદું હલનચલન પણ કષ્ટદાયક બને છે, પરંતુ જો આપણે નિયમિત કસરત કરીને પેટ પરની ચરબી ઘટાડીએ તો એનું પરિણામ તમને તરત જ કમરના દુખાવા પર પણ જણાઇ આવે છે. પેટ માટે અમુક ખાસ પ્રકારની કસરતો છે, જે કરવાથી તમને જરૂર ફાયદો થઇ શકે છે. પેટની કસરત પેટમાંના સ્નાયુ માટે કરવામાં આવે છે. પેટની કસરત કરવા અગાઉ પાણી પીવું નહીં, કારણ કે એના લીધે પેટમાં દુખાવો થવાની શક્યતા ઊભી થાય છે. પેટ પરની ચરબી ઘટાડીને પેટને ઘટાડવા પહેલાં પીઠ(બેક)ને મજબૂત કરવી પડે છે, જેમને પીઠના દુખાવાની ફરિયાદ છે એમણે કસરત પહેલાં અમુક પ્રકારની સ્ટ્રેચિંગની કસરત કરવી, જેથી કરીને એનાં એને સારાં પરિણામો મળે છે. તો આવો આપણે પેટ પરની ચરબી ઘટાડવા અમુક કસરતો જોઇએ.


ક્રોસ ક્રંચેસ

આ કસરતમાં તમારે પીઠને સહારે સૂઇને બંને પગને જમીનથી થોડા ઉપરની બાજુએ અધ્ધર હવામાં કાટખૂણામાં રાખો. તમારા બંને હાથ તમારા માથાની પાછળ હશે. હવે તમારે શ્ર્વાસ લઇને એને છોડતાં ઉપરની બાજુએ જવાનું છે એ વખતે તમારા જમણા પગને તમારે તમારા મોં તરફ લાવવાનો છે. એ જ વખતે તમારા માથા પાછળના હાથના ડાબા હાથનું ઘૂંટણ તમારે જમણા પગને અડાડવાનું છે. એ જ રીતે પછી તમારે ડાબા પગને તમારી સામે લાવવાનો છે અને જમણા હાથનું ઘૂંટણ એ પગને અડાડવાનું છે આમ વારાફરતી તમારે કરવાનું છે. આના થકી તમે પેટ પરની ચરબી તો ઘટાડી શકો છો, પરંતુ સાથોસાથ કમરની સાઇડની ચરબી પણ ઘટાડો છો. આ પ્રમાણે તમે ઘરે રહીને તમારા પેટને વધતું કાબૂમાં રાખી શકો છો.



સાઇક્લિગં

આ કસરતમાં તમારે ચત્તાપાટ સૂઇને તમારા બંને પગને ઘૂંટણથી વાળીને રાખવા. પછી તમારા બંને હાથને નિતંબની નીચે રાખીને પગને હવામાં કાટખૂણામાં રાખીને આપણે સાઇકલમાં પેન્ડલ મારીએ એ રીતે બંને પગે પેંડલ મારવાનું. પછી એ જ રીતે બંને પગને ઊંઘી દિશામાં પેન્ડલ મરાવવા. આ જ રીતે બંને પગને એકસાથે કાટખૂણામાં રાખીને બંનેને પહેલાં આગળની બાજુએ અને પછી પાછળની બાજુએ એમ પંદર વખત એમ બે સેટ કરવાં.



ડબલ લેગ્સ સર્કલ

આ કસરતમાં પણ તમારે સેમ અગાઉની જેમ જ ચત્તાપાટ સૂઇ જવું. પછી બંને પગને એકસાથે ઊંચકીને એના વડે સર્કલ બનાવવાની કોશિશ કરવી. પહેલાં જમણી બાજુએ દસ રાઉન્ડ કરવા ત્યાર પછી ડાબી બાજુએ દસ રાઉન્ડ કરવા. આના બે સેટ કરવા. 



લેગ્સ સર્કલ

આમાં પણ તમારે પીઠના સહારે ચત્તા સૂઇ જવું, પછી એક પગને ઊંચકીને એનાથી જેવડું મોટું સર્કલ બનાવી શકાય એટલું બનાવવું. પહેલાં જમણા પગે બંને બાજુએ પંદર રાઉન્ડ ઓલ્ટરનેટ સર્કલ બનાવવું. પછી એ જ રીતે તમારે ડાબા પગે પણ એ પ્રમાણે પંદર રાઉન્ડ કરવા. આના થકી પણ તમે પેટના સ્નાયૂને મજબૂત કરીને પેટ પરની ચરબી ઘટાડી શકો છો.



ઉત્તાનપાદાસન

આ કસરતમાં પણ તમારે પીઠને સહારે સૂઇ જવું. પછી ઘીમેથી બંને પગને એકસાથે ૩૦ ડિગ્રી ઉપર ઉઠાવીને હોલ્ડ કરવા અને પંદરની ગણતરી મનોમન કરવી. આના પણ બે સેટ કરવા. ત્યાર બાદ એ જ પ્રમાણે બંને પગને ૪૫ ડિગ્રીએ ઊંચકીને હોલ્ડ કરવા અને પંદરની ગણતરી મનોમન કરવી. આના થકી તમે પેટમાં એક જબરદસ્ત ખેંચાણ અનુભવશો અને પેટની અંદરની બાજુએ કંપન થતું અનુભવશો. આનાથી પણ તમે પેટ પરની ચરબી ઘટાડી શકો છો.



ક્રંચેસ

પહેલા પીઠને સહારે ચત્તા સૂઇ જાઓ, પછી બંને પગને ઘૂંટણમાંથી વાકાં કરવા. બંને પગમાં નિતંબ જેટલું અંતર રાખવું. પીઠ અને નિતંબ જમીનને અડેલા જ રાખવા. પછી બંને હાથને માથાની પાછળ એકમેક આંગળામાં ફસાવવા. તમારી નજર ઉપરની બાજુએ સીલિંગ તરફ રાખવી. હવે શ્ર્વાસ છોડતાં ઉપરની તરફ ઊઠવું, થોડા અધ્ધર આવ્યા પછી પાછા નીચે ચાલ્યા જવું. નીચે ગયા બાદ પીઠને આખી જમીન સાથે ન અડાડવી અને ફરીથી ઉપર શ્ર્વાસ છોડતાં ઉપર આવવું. આ રીતે પંદર ક્રંચેસ કરવાં. એના બે સેટ કરવા, જેને સ્પોન્ડિલાઈસિસના દુખાવાની અને કમરના દુખાવાની ફરિયાદ હોય એમણે આ કસરત ન કરવી. આ કસરત પેટના સ્નાયૂ માટે હોઇ એ નિયમિત કરતાં પેટની ચરબી ઘટાડી શકશો.



લેગ્સ રેઝેસ (સિંગલ-ડબલ)

આ કસરત પણ પેટની જ છે. આમાં પહેલાં તમારે જમીન પર ચત્તાપાટ સૂઇને બંને હાથને તમારા નિતંબની નીચે મૂકવા. પછી ઘીમેથી બંને પગને એકસાથે ઉપરની બાજુએ નેવુંની ડિગ્રીમાં લઇ જવા અને હળવેથી બંને પગને ઉપરની તરફ ખેંચવા. પછી ફરીથી ધીમેથી નીચે આવવું પણ પગને નીચે ન ટેકવતાં ફરીથી એ જ રીતે ઉપર લઈ જવા. આમ દસ વખત કરવું. આના તમે તમારે હિસાબે સેટ કરી શકો છો. આનાથી તમારા લોઅર એબ્ડોમન પરની ચરબી ઘટે છે.

એ સિવાય તમે જમીન પર સૂઇને સામે ટેબલ અથવા તો કબાટ જેવી ભારેભરખમ વસ્તુ હોય તો એમાં તમારા પંજાને ફસાવીને તમારા આખા શરીરને પગમાંથી ન વાળતાં શ્ર્વાસ છોડતાં ઉપરની બાજુએ આવવું. શ્ર્વાસ છોડ્યા પછી ફરીથી નીચે જવું અને ફરીથી એ જ રીતે કરવું આમ તમે પંદરના એમ બે સેટ કરી શકો છો.



નૌકાસન

આમાં પણ તમારે પીઠને સહારે ચત્તાપાઠ સૂવાનું છે. ત્યાર પછી બંને હાથને માથાની પાછળ લઇ જવાના છે અને પછી ઊંડો શ્ર્વાસ લઇને બંને પગ અને બંને હાથને આગળની તરફ કરીને ૩૦ ડિગ્રી પર હોલ્ડ કરવાના છે અને મનોમન પંદરની ગણતરી કરવાની છે. આના પણ તમે બે સેટ કરી શકો છો. આનાથી પણ તમે પેટ પરની ચરબી ઘટાડી શકો છો. આ રીતે કર્યા પછી એ જ પ્રમાણે ૪૫ ડિગ્રીમાં પણ કરવું.


__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-health-care-gujarati/

No comments:

Post a Comment