Monday 20 January 2014

[Vijay Kudal] [VijayKudal] Gujarati article by Kamini Sanghavi

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Gujarati article by Kamini Sanghavi'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

દિલ કે ઝરોખોં સે – કામિની સંઘવી
ખાવું નથી અને ખાવા દેવું નથી તેવું તો કેમ ચાલે ભલા? ભારતીય સંસ્કૃતિની રક્ષાકાજે ભાતભાતના ફતવા બહાર પાડવા કરતાં આજની પેઢીને આપણા તહેવારોનું મહત્ત્વ સમજાવીએ તોપણ નવી જનરેશન તેને હોંશે હોંશે આવકારશે જ. કારણકે તેમને સ્ટ્રેસ બસ્ટર તો જોઈએ જ છે.
 
તારીખ ૩/૪/૫ અમદાવાદમાં જીએલએફ એટલે ગુજરાતી લિટરરી ફેસ્ટ યોજાઇ ગયો. આમ તો કમર્શિયલ સાહિત્ય ઉત્સવ હતો પણ યંગસ્ટર્સને ગુજરાતી ભાષા પ્રત્યે આકર્ષવાના પ્રયાસમાં ભારોભાર નિષ્ઠા છલકાઈ. ગુજરાતી ભાષાને પોપ એટલે કે પોપ્યુલર બનાવવા માટેની ચર્ચા પણ થઈ. ગુજરાતી સાહિત્યના વિદ્વાન લેખકો, કોલમિસ્ટસ તથા એડિટર્સે ગુજરાતી ભાષાને કેવી રીતે બચાવી શકાય તે વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા. આપણી માતૃભાષાને બચાવવા માટેના બધા દિગ્ગજોના વિચારો અલગ અલગ હતા પણ સૂર હતો કે કોઈપણ રીતે માતૃભાષા ટકવી જોઈએ.

દરેક યુગની એક પ્રણાલી કે ખાસિયત હોય છે. તેનું સીધું પ્રતિબિંબ ભાષા-શિક્ષણમાં નજરે પડે અને શિક્ષણને કારણે જે તે યુગની પ્રથા-ભાષા દ્વારા સાહિત્યમાં ઝીલાય. ભાષા, શિક્ષણ અને સાહિત્યને તમે અલગ ના કરી શકો, કારણકે લેખકનું માનસ બહુધા તેની ભાષા, શિક્ષણ અને અનુભવથી ઘડાયું હોય છે. આજથી વીસ વર્ષ પહેલાં માતૃભાષામાં શિક્ષણ લેવું તે સાહજીક ગણાતું પણ છેલ્લાં બે દસકામાં સિનારિયો બદલાયો છે. કારણ કે પહેલાં સારું કે ઉચ્ચ શિક્ષણ લેવું તે માત્ર સારી નોકરી મેળવવા માટેનું એક જ કારણ ન હતું. શિક્ષણ સારા માનવ બનાવવાનું કામ પણ કરતું. પરંતુ આજની સાયન્સ સેન્સ્યુરીમાં શિક્ષણ લેવાની સમજ બદલાઈ છે. શિક્ષણ હવે માત્રને માત્ર સારી જોબ મેળવવા માટેનું જ મિડિયમ બન્યું છે, કારણકે હવે દરેક મમ્મી ઈચ્છે છે કે તેનો દીકરો કે દીકરી સ્ટિવ જોબ્સ કે સુનીતા વિલિયમ્સ બને. તેથી એજ્યુકેટેડ કે અનએજ્યુકેટેડ મા તેના સપનાં પૂરાં કરવા માટે તેના બાળકને માટે અંગ્રેજી માધ્યમ જ શ્રેષ્ઠ લાગે છે. કારણકે હાયર એજ્યુકેશન માટે બાળકે બધી જ કોમ્પિટિટીવ એકઝામ અંગ્રેજી માધ્યમમાં આપવાની હોય છે. એટલે નેચરલી પેરેન્ટસ ઈચ્છે કે તેમનું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે તો જ સ્ટીવ જોબ્સ કે સુનીતા વિલિયમ્સ બની શકે, કારણકે સવાલ બાળકની કરિયરનો છે અને તે બાબતે આજની મા માતૃભાષાને બાળકની માસી બનાવવા તૈયાર છે. તો ભાષાને કેમ બચાવવી? 

મિડિયમ અંગ્રેજી હોવાને કારણે બાળક જે સરળતાથી અંગ્રેજ રોમાન્ટિક કવિ વર્ડસ્વર્થની પોએમ, વ્હેન આઈ બિહોલ્ડ રેઈન બો ઈન ધ સ્કાય માય હાર્ટ લિફ્ટસ અપ યાદ રાખે છે કે સમજે છે તેટલી સરળતાથી બાળક ગુજરાતી રોમાન્ટિક પોએટ કલાપીની, ઊગે છે સૂરખીભરી રવિ મૃદુ હેંમતનો, પર્વમાં ભૂરું છે નભ, સ્વચ્છ સ્વચ્છ દીસતી એકે નથી વાદળી… સમજી કે યાદ નથી રાખી શકતું, કારણકે તેનું શિક્ષણનું માધ્યમ ગુજરાતી નથી. તેની ગુજરાતી વોકેબ્યુલરી સમૃદ્ધ નથી. ઈંગ્લિશ મિડિયમમાં ભણતાં બાળકની ગુજરાતી ભાષા ફ્યુઝન છે. એટલે કે ગુજરાતી વિદ્વાનો નાકનું ટીચકું ચડાવીને કહે છે તેમ ગુજરેજી છે, અંગ્રેજીના પ્રભાવવાળી છે. જેમાં નામ ગુજરાતીમાં બોલાય અને કર્મ- ક્રિયાપદ વગેરે અંગ્રેજીમાં અને વાક્યના અંતે છેલ્લે તે ગુજરાતી બોલે છે તે ઠસાવવા માટે છે કે નથી પ્રત્યય પરાણે ઘુસાડવામાં આવે. હવે ગુજરાતી બાળક આવું ફુયુઝન બોલે તે માટે કોણ જવાબદાર આજની મોર્ડન મમ્મી કે બાળક? વળી દરેક યુગની એક ભાષા હોય કે શૈલી હોય છે. જેમ કે નર્મદ કે નરિસંહ મહેતાના સમયની ભાષા આજે આપણને સમજાતી નથી કે સમજવી સહેલી નથી કે બોલવી-વાંચવી સરળ લાગતી નથી. કારણકે આપણે તેવી ભાષાથી ટેવાયા નથી. તેથી આજના સમયમાં તે ભાષા અપ્રસ્તુત છે. એટલે આજની પેઢીની ગુજરેજી ભાષા પ્રત્યે સૂગ દર્શાવવાના બદલે તેના કારણો જોઈએ તો કદાચ આજની પેઢીને વધારે સમજી શકાય. આજના ઈ-ગેજેટસના જમાનામાં શોર્ટ ફોર્મની એક નવી લેંગ્વેજ વિકસી રહી છે ત્યાં શુદ્ધ ગુજરાતીનો આગ્રહ રાખવો તે વધુ પડતું નથી?

કબૂલ કે માતૃભાષા અને સંસ્કૃતિ કોનજોઈન્ડ ટવીન્સ જેવા છે જેમના શરીર એકબીજા સાથે જોડાયેલ હોય. તેમને અલગ કરવા જાઉં તો કોઈ જીવી ના શકે. માતૃભાષા બચે તો જ સંસ્કૃતિ બચે તે સીધી વાત છે. પણ ટિપિકલ ટીકાખોરની જેમ અંગ્રેજી મિડિયમમાં ભણતાં બાળકની ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિની ઉદાસીનતાની ટીકા કરવાના બદલે આપણા ગુજરાતીમાં જ ઉજવાતા હોય તેવા તહેવારોને ફયુઝન કરીને ઉજવીએ તો ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ બચે? આપણા તહેવારોમાં બાળકોને રસ લેતા કરવાં કે ભુલાઈ જતા કે ગયેલા ફેસ્ટિવલને પુન:જીવિત કરવામાં એક મા-બહેન કે કુટુંબની કોઈપણ સ્ત્રી મુખ્ય રોલ ભજવી શકે કારણકે બાળકો નૈસર્ગિક રીતે જ હંમેશાં મા પ્રત્યે વધારે નિખાલસતાથી પેશ આવતાં હોય છે. તેથી મોર્ડન મમ્મીઓની મદદ લઈને હવેના સમયમાં આઉટ ઓફ ડેટ થઈ ગયા હોય તેવા તહેવારોને રીજૂવેનાઈટ કરીએ તો માતૃભાષા બચે ? 

પોષ મહિનામાં આવતા એક તહેવારનું ઉદાહરણ લઈએ, પોષી પૂનમ! પોષ મહિનાની પૂનમ એટલે ભાઈ-બહેનના નિર્મળ પ્રેમનું પ્રતીક! આપણાં ગુજરાતી કેલેન્ડર પ્રમાણે મોટા ભાગના તહેવારો અષાઢ મહિનાથી શરૂ કરીને આસો મહિનામાં પૂરા થઈ જાય. તે પછી એક ઉતરાયણ અને ફાગણમાં હોળી સુધી તહેવારોનો દુકાળ ચાલે. જોકે હવે તેમાં ક્રિસમસ-ખ્રિસ્તીનું નવું વર્ષ ઉમેરાયા છે. એટલે વચ્ચેનો બ્રેક થોડો ઓછો થયો છે, પણ પહેલાંના સમયમાં કદાચ આ લાંબા બ્રેકને ધ્યાનમાં રાખીને પણ કોણ જાણે આ પોષી પૂનમને ઊજવવાનું ચાલુ થયું હશે. પોષી પૂનમ પહેલાં કેવી રીતે ઉજવાતી હતી? હજુ પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર કે જ્ઞાતિઓમાં ઉજવાતી હશે. પોષ મહિનાની પૂનમે બહેન ભાઈની રક્ષા માટે આખો દિવસ ઉપવાસ કરે. રાતે ચંદ્ર ઊગે ત્યારે અગાસીમાં ખીર-રોટલી રાંધે. રોટલીમાં વચ્ચે કાણું પાડી તેમાંથી બહેન ચંદામામાને જૂએ અને ચાર વાર ભાઈને પૂછે,પોષી પોષી પૂનમડી, અગાસીએ રાંધી ખીર(અન્ન), ભાઈની બહેન જમે કે રમે? ભાઈ બે ત્રણવાર મસ્તીમાં રમે તેવો જવાબ આપે અને છેલ્લીવાર બોલે જમે. એટલે સવારથી ભૂખી બહેન ખીર-રોટલી ખાય. અફકોર્સ નાના ભઈલાને પણ પોતાની સાથે ખીર રોટલી ખવડાવે. પછી ગરબા-અંતકડી વગેરેની રમઝટ અગાસી પર ચાલે. શરદ પૂનમનો ચંદ્ર સ્ત્રી-પુરુષના પ્રેમનું પ્રતીક. એટલે જ તેને રઢિયાળી રાતડીની ઉપમા અપાય છે, પણ પોષનો ચંદ્ર તો ભાઈ-બહેનાના નિર્મળ પ્રેમનું પ્રતીક એટલે જે તે શિયાળાના સ્વચ્છ આકાશમાં પ્રકાશે.

આ તહેવારમાં કદાચ ફેમિનિસ્ટોને વાંધા પડે કે ભાઈ બહેન જ કેમ ભૂખ્યા રહેવાનું? ભાઈ પણ બહેનના ક્ષેમકુશળ માટે ઉપવાસ કરી શકે ને! અગ્રીડ. નવા જમાના પ્રમાણે તેમ જ થવું જોઈએ. અને આપણે તો આપણી ભાષા અને સંસ્કૃતિને બચાવવા છે ને! કારણકે હવે સમાન ઉછેર, સમાન શિક્ષણ ન સમાન તકનો જમાનો છે તો સમાન રીતરિવાજ પણ હોવા જોઈએ ને! અને આગળ ચાલીને કહું કે ભાઈ કે બહેન કોઈ એકબીજા માટે ઉપવાસ કરવાની જરૂર નથી. ભાઈ-બહેન સાથે મળી અગાસી પર ખીર-રોટલી રાંધે અને જમે, પોષના પૂનમની શીતળ ચાંદની રેલાતી હોય તો તેના જેવી નિર્મળ ઉષ્મા, સ્નેહ બીજે કયાં મળે ભલા? આજની વ્યસ્ત જિંદગીમાં કોને કોના માટે સમય છે? તો પોષ મહિનાની પૂનમને નિમિત્ત બનાવી-ઊજવીને ભાઈ- બહેનના નિર્મળ પ્રેમને વધુ મજબૂત કેમ ન બનાવીએ? વળી તે દ્વારા આપણે નવી પેઢીને આપણી સંસ્કૃતિ સાથે જકડી રાખી શકીએ. કેટલાંક પરંપરાવાદીઓ સતત ભારતીય સંસ્કૃતિ બચાવોની છાશવારે કાગરોળ માંડતા ફરે છે તે ઓછી થાય, પણ ખાટલે મોટી ખોટ એ છે કે આપણે વેલેન્ટાઈન ડે અને ક્રિસમસ વગેરે તહેવારોનો વિરોધ તો જોરશોરથી કરીએ છીએ પણ આપણા ઘણા ભુલાતા જતા તહેવારો વિશે યુવા પેઢીની ઓળખ કરાવવામાં પાછી પાની કરીએ છીએ. તહેવારો આમ પણ બધાંને જ આકર્ષે છે કારણકે આ કે તે ફેસ્ટિવલ સ્ટ્રેસ બસ્ટરનું કામ કરે છે. 

રોજિંદાપણામાંથી મુક્તિ એ જ તહેવારોની મજા. અને મજા-મોજ એટલે જ નવી શક્તિ અને નવી શકયતાઓનો સ્ત્રોત, નવી ઊર્જાનો સ્ત્રોત! એટલે જ યંગસ્ટર્સ કોલેજમાં વિવિધ ડે ઉજવે છે જેથી રોજબરોજના બંધિયારપણામાંથી બહાર આવી શકે, પણ તે વાત જૂનવાણી-રૂઢીવાદી માનસ સમજી નથી શકતું. હવે ખાવું નથી અને ખાવા દેવું નથી તેવું તો કેમ ચાલે ભલા? ભારતીય સંસ્કૃતિની રક્ષાકાજે ભાતભાતના ફતવા બહાર પાડવા કરતાં આજની પેઢીને આપણા તહેવારોનું મહત્વ સમજાવીએ તોપણ નવી જનરેશન તેને હોંશે હોંશે આવકારશે જ. કારણકે તેમને સ્ટ્રેસ બસ્ટર 

જોઈએ છે. 

જો ખરેખર આપણને આપણી માતૃભાષા બચાવવાની ઈચ્છા હોય તો આજની પેઢીને માફક આવે તે રીતે આપણાં તહેવારો 

અને ભાષાને બદલો. યંગસ્ટર્સના ફયુઝનને પોષવાથી પણ માતૃભાષા અને સંસ્કૃતિ બચતા હોય તો શું વાંધો? પછી તે 

કોઈપણ રૂપમાં મળે. કારણકે બસ જરૂર છે માત્ર સાચા દિશાસૂચનની. લો ત્યારે બોલો, પોષી પોષી પૂનમડી … અગાસીએ રાંધી ખીર…

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (3)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-gujarati-article-by-kamini-sanghavi/

No comments:

Post a Comment