Monday 20 January 2014

[Vijay Kudal] [VijayKudal] Gujarati Article…

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Gujarati Article…'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

શશિની પ્રેમિકા નથી કાચીપોચી, પર્દાફાશ કરનારી પત્નીને આપી દીધી માનભંગનો દાવો કરવાની ધમકી
નવી દિલ્હી, 16 જાન્યુઆરી
 
ઇન્ડિયન પ્રીમિયર લિગ (આઇપીએલ)માં પ્રેમિકાની ટીમને ગેરકાયદેસર રીતે પ્રમોટ કરવાના આરોપસર ખુરશી ગુમાવનાર શશિ થરૂર હાલમાં રાજ્યકક્ષાના માનવસંશાધન પ્રધાન તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. જોકે રંગીલા શશિ ફરી એકવાર તેના પ્રેમપ્રકરણને કારણે ચર્ચામાં છે અને તેમના આ પ્રેમપ્રકરણનો પર્દાફાશ કર્યો છે પ્રેમિકામાંથી પત્ની બનનારી સુનંદા પુષ્કરે. શશિ થરૂરના ટ્વિટર એકાઉન્ટ પર કેટલાક ખાનગી મેસેજ જાહેર થઈ ગયા હતા. પાકિસ્તાનની મહિલા પત્રકાર મેહર તરાર સાથે વાતચીતના ભાગરૂપે કરાયેલી આ ટ્વિટ તેમની વચ્ચે રોમેન્સ ચાલી રહ્યો હોવાની ચાડી ખાતી હતી. 

આ ટ્વિટ જાહેર થઈ એ પછી શશિ થરૂરે સ્પષ્ટતા કરી હતી કે તેમનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. જોકે અણધાર્યો ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે તેમની પત્ની સુનંદા પુષ્કરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે 'આ મેસેજ મેં જ લાઇવ કર્યા છે. શશિનું અકાઉન્ટ હેક નથી થયું અને મેં જ આ ટિ્વટ પબ્લિશ કરી છે. હું આ સહન કરી શકું તેમ નથી. આ પાકિસ્તાની પત્રકાર પાકિસ્તાની જાસુસી સંસ્થઆ આઇએસઆઈની એજન્ટ છે અને તે મારા પતિને તે પોતાની પ્રેમજાળમાં ફસાવી રહી છે અને પુરૂષો કેવા હોય છે તે બધા સારી રીતે જાણે છે. થરૂર તેના પ્રત્યે આકર્ષિત થયા છે. હું મારી સાથે તે નહીં થવા દઉં. હું આ નહીં ચલાવી લઉં. આઈપીએલ વખતે આ જ વ્યક્તિના (શશી થરૂરના) તમામ આરોપો મેં મારા માથે લીધા હતા. બસ, આનાથી વધુ મારે કંઈ નથી કહેવું.'

શશિ થરૂરની આ કહેવાતી પત્રકાર મહેર તરાર પણ કાચીપોચી માયા નથી. સુનંદા પુષ્કરના આરોપ પછી મહેરે ધમકી આપતા જણાવ્યું છે કે 'મને આઇએસઆઇ એજન્ટ કહેવા બદલે હું સુનંદા પર માનભંગનો દાવો ઠોકી દઈશ. શું આઇએસઆઇ એજન્ટ બનવું એટલું સહેલું છે? હું કઈ રીતે બીજા દેશમાં રહીને શશિનો પીછો કરી શકું. જ્યાં સુધી બીબીએમ અને ટ્વિટરનો સવાલ છે ત્યાં સુધી એમાં વ્યક્તિને બ્લોક કરવાની સુવિધા છે જ.'

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (15)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-gujarati-article-5/

No comments:

Post a Comment