Thursday, 23 January 2014

[Vijay Kudal] [VijayKudal] Gujarati article by Kishore Makwana

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Gujarati article by Kishore Makwana'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

બાળકને કેળવીએ તો ચમત્કાર કરશે
બાળકને કેળવીએ તો ચમત્કાર કરશે
Kishore Makwana
કોઇપણ કામમાં સફળતા મેળવવા માટે ચાર બાબત કામ કરે છે
 
જીવનમાં કોઇપણ સિદ્ધિ મેળવવા માટે અથવા કોઇપણ કામમાં સફળતા મેળવવા માટે ચાર બાબત કામ કરે છે: પ્રેમ, વિશ્વાસ, સંકલ્પ અને પ્રયત્ન. વેબસ્ટર નામના ટેણિયાએ બાળપણથી જ નક્કી કરેલું કે પોતે મોટો થઇને અંગ્રેજી ભાષાનો એક શબ્દકોશ તૈયાર કરશે. એ એટલો તો ગરીબ હતો કે એના ફાટેલા બૂટ અને થીગડાંવાળી ચડ્ડી જોઇને ઘણા રમૂજ કરતા. લોકોના ઉપહાસ, મશ્કરી વચ્ચે પણ એણે શબ્દોની ઉત્પત્તિ, તેમના મૂળ, તેના અર્થ અને વિવિધ ઉપયોગનું ચિંતન ચાલુ રાખ્યું. શબ્દો અંગે પાર વગરની સામગ્રી ભેગી કરવાનું એનું કામ અવિરત ચાલતું રહ્યું. એની આસપાસની પરિસ્થિતિના ગાઢ અંધકારમાં પણ એની ઇચ્છાશક્તિનો દીવડો ટમટમતો રહેતો.

વિશ્વાસ, દૃઢનિર્ધાર, સંકલ્પ સામે ગમે તેવી મુશ્કેલીઓનું ગ્રહણ નડતું નથી. આખરે એ દિવસ આવી પહોંચ્યો જ્યારે વેબસ્ટરે શબ્દકોશની રચના કરી. સમગ્ર વિશ્વમાં વેબસ્ટર ડિક્ષનરીઓ ખૂબ પ્રતિષ્ઠા પામી. અંગ્રેજી ભાષાના ઇતિહાસમાં એનું નામ અને કામ સિમાચિહ્ન બની ગયાં. એણે એના લક્ષ્યમાં મન એકાગ્ર કર્યું. સફળતા પ્રાપ્તિનો એક માર્ગ છે ઇચ્છાશક્તિ અને ઇચ્છાશક્તિને અમલમાં મૂકવા માટે પરિશ્રમ ગોકીર્એ કહ્યું છે: 'તમે આત્મવિશ્વાસ રાખો કે તમે પૃથ્વીના સૌથી આવશ્યક અને શક્તિવાન માણસો છો.'

એક વાત કાયમ યાદ રાખવા જેવી છે કે, પરીક્ષામાં મેળવેલા વધુ કે ઓછા ગુણ, સારા કે ખરાબ નંબરો સાથે જિંદગીની પરીક્ષાનો કોઇ મેળ ખાતો નથી. આપણી શિક્ષણ પદ્ધતિ માણસનું યોગ્ય મૂલ્યાંકન કરનારી નથી. જિંદગીની પરીક્ષામાં તો તમારી આંતરિક પ્રતિભા અને વિશ્વાસ જ સફળતા અપાવે છે. દક્ષિણ ભારતમાં એ બાળકનું ઘર. ઘર પાસે જ નિશાળ. પિતાએ એને એ નિશાળમાં ભણવા મૂક્યો. પણ ભાઇસાહેબને ભણવાનું ગમે જ નહીં. ગમે તો એક શરૂઆતની પ્રાર્થના ગમે. પછી ગણિત અને ભાષાના પાઠમાંથી ગાપચી મારી દે.
નિશાળમાંથી નીકળીને જાય સીધો એક સંગીતવાળાના ચોગાનમાં.

વેંકટ રામપ્પા નામના એક શિક્ષક અહીં થોડાક વિદ્યાર્થીઓને સંગીત શીખવે. આ છોકરાને અંદર દાખલ થવાની રજા તો ક્યાંથી મળે? એ કાંઇ આ શાળાનો વિદ્યાર્થી નહોતો. એટલે એ તો બેસી જાય શાળાનાં પગથિયાં પર અને ગુરુજીના પાઠ સાંભળે. પછી ગામની બહાર જઇને ગુરુજીનાં શીખવેલાં રાગ-રાગિણી ગાવાનો પ્રયત્ન કરે. વરસ પૂરું થયે પરીક્ષા આવે ત્યારે છોકરો નાપાસ થાય. એના પિતાજીને ચિંતા થાય કે છોકરો દર વરસે નાપાસ કેમ થાય છે? એમણે તપાસ કરાવી તો ખબર પડી કે ભાઇસાહેબ તો નિશાળમાંથી ગાપચી મારીને પેલી સંગીત શાળાએ જઇને એના ઓટલે બેસે છે. પિતાજી પહેલા તો બહુ ગુસ્સે થયા. પછી એમણે જ છોકરાનો રસ પારખ્યો અને એને સંગીત શાળામાં દાખલ કરી દીધો.

આ જ છોકરો મોટો થઇને પ્રખ્યાત સંગીતકાર ત્યાગરાજ થયો. દક્ષિણ ભારતમાં પ્રચલિત કર્ણાટકી સંગીતશૈલીના એ પિતા ગણાય છે.બાળક હોશિયાર હોય એટલે એને રસ હોય કે ના હોય માતા-પિતા એ પરાણે એને વિજ્ઞાનશાખામાં ધકેલવો એ તો ગાયને કસાઇખાને મોકલવા જેવી વાત છે. બાળકને જેમાં રસ હશે એમાં મોકલવાથી એની પ્રતિભા સોળે કળાએ ખીલશે.ઘરમાં બાળપણથી જ બાળકનો ઉછેર કેવી રીતે થાય છે એ બહુ મહત્ત્વનું છે. બાળકના સહજ-સ્વાભાવિક ઘડતર માટે પ્રેમપૂર્વક સ્નેહથી વણજોઇતાં કવચ દૂર કરવાં પડે છે. પ્રેમ અને સંસ્કારની અમોઘ શક્તિથી બાળક પાસે બધું જ સારું કરાવી શકાય અને ખરાબ ટાળી શકાય. તમે જે ઇચ્છો છો એ બધું જ બાળક ઇચ્છે છે કે એને જ અનુસરે તેવું બનતું નથી. એથી ઊલટું તમે જે નથી ઇચ્છતા એવું ઘણું-બધું એ કરે છે. લપસણા વાતાવરણમાં બાળક સાચા-ખોટાનો, સારા-ખરાબનો ભેદ પારખે એ માટે પ્રેમપૂર્ણ વર્તનથી એના નાજુક મનને ઘડવું પડે છે.

હા, બાળકની પોતાની સંવેદનાઓ, ઇચ્છાઓ હોય છે. આપણી દરેક ઇચ્છાઓ દર વખતે એના પર લાદી દેવાથી કદાચ થોડીવાર માટે એ આપણને કહ્યાગરું લાગે પણ એના મનપ્રદેશમાં દ્વંદ્વ ચાલતું હોય છે. બાળક મોટું થાય પછી કેટલીક વાતો એ માતા-પિતાને પૂછ્યા વગર જ અમલમાં મૂકી દે છે. આ વાત જ સૌથી વધુ ગંભીર છે. એવા સમયે એટલું યાદ રાખવું કે છીછરા, ગંદા પાણીના ખાબોચિયામાંથી માનસરોવરનું પવિત્ર જળ આવવાનો પ્રશ્ન જ નથી પ્રેમ અને વિશ્વાસ ધારે તો સારા માણસનું ઘડતર કરી શકે. એ માણસને વિકસિત અને વ્યાપક બનાવે છે.

વિદ્યાર્થીનો પ્રેમ અને વિશ્વાસ સંપાદન કરી, એની અંદર પડેલી વિવિધ શક્તિને બહાર લાવીને, એનામાં સંવેદના જગાડીને એના ગમા-અણગમા સમજીને એની ત્રુટીઓ દૂર કરીને શિક્ષક વિદ્યાર્થીના જીવનને નવો ઓપ આપી શકે એ બાળકનું ઘડતર કરતો હોય છે.આજકાલ અધૂરિયાં માતાપિતા પોતાના બાળકને ભણતરમાં શ્રેષ્ઠ બનાવવા બાળકો પર માનસિક અત્યાચાર કરે છે. એ લોકો પાસ નાપાસની સાપ-સીડીમાંથી બહાર આવશે તો પોતાના બાળકને જ ફાયદો થશે. બાળકના તન-મન અને ચિત્તને પ્રજ્વલિત કરવાનું કાર્ય માતા-પિતા અને શિક્ષકના હાથમાં રહેલું છે. એને યોગ્ય કેળવીએ તો એ જ બાળક આગળ જતાં ચમત્કાર કરશે. '

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-gujarati-article-by-kishore-makwana/

No comments:

Post a Comment