Thursday 23 January 2014

[Vijay Kudal] [VijayKudal] Sukh no password (Gujarati)

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Sukh no password (Gujarati)'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

 
સુખનો પાસવર્ડ – આશુ પટેલ
 
જે માણસ દરરોજ ઈશ્ર્વરને ચમત્કાર માટે પ્રાર્થના કરતો હતો એ માણસ પોતે જ કેટલાય લોકોના જીવનમાં 'ચમત્કાર' કરતો થઈ ગયો!
 
હાથપગ વિના જન્મેલા નિકોલસ વોયિકિક એટલે કે નિકે સત્તર વર્ષની ઉંમરે પ્રવચન આપવાનું શરૂ કર્યું એ પછી તેનો આત્મવિશ્ર્વાસ વધતો ગયો. એ પોતાની સ્કૂલ ઉપરાંત બીજી સ્કૂલોમાં પણ પ્રવચન આપવા જવા માંડ્યો અને રવિવારે ચર્ચમાં ભેગા થતા સેંકડો શ્રદ્ધાળુઓનેય સંબોધવા માંડ્યો. તેને પોતાના જીવનનો હેતુ મળી ગયો હતો. તેનું પ્રવચન સીધી અને સરળ ભાષામાં રહેતું. જે લોકો તેને સાંભળવા ભેગા થતા એ તેના શબ્દો પર વિશ્ર્વાસ મૂકતા, કારણ કે નિક જે કંઈ બોલતો હતો એનો જીવતોજાગતો પુરાવો એ પોતે હતો.

નિકે પોતાના પ્રવચનમાં કહેવાનું શરૂ કર્યું હતું કે, તમે હંંમેશાં તમારી જાતને પ્રેમ કરતા રહો અને જીવનસફરમાં ક્યારેય પટકાઈ પડો તો ઊભા થઈને પાછા ચાલવા માંડો. બાળકો ચાલતા શીખે છે ત્યારે ઘણી વાર ગબડી પડે છે. ક્યારેક થોડી વાર રડી પણ લે છે, પણ પાછા ઊભા થઈને ચાલવા માંડે છે. એક માણસને જીવનમાં ક્યારેક તો કઠિન સ્થિતિમાંથી પસાર થવું પડે જ છે, પણ એ સ્થિતિનો મક્કમ મનોબળથી સામનો કરનારા માણસોએ ઓછી તકલીફ ભોગવવી પડે છે, એવું નિક લોકોને સમજાવવા માંડ્યો.

નિકે એક-બે ડઝન માણસોની સામે બોલવાનું શરૂ કર્યું પછી પચાસ-સો માણસોની સામે બોલવાની હિંમત કરી અને તેની ખ્યાતિ ફેલાતી ગઈ. એ પછી તો સેંકડો માણસો તેને સાંભળવા આવવા માંડ્યાં. નિક અઢાર વર્ષનો થયો ત્યારે મીડિયાનું પણ ધ્યાન તેના તરફ ખેંચાયું. અને ૧૯૯૦માં ૧૮ વર્ષની ઉંમરે તેને બહાદુરી માટે અને બીજાઓને પ્રેરણા આપવા માટે ઓસ્ટ્રેલિયાનો 'યંગ સિટિઝન ઓફ ધ યર' એવોર્ડ મળ્યો. 

નિકના જે સહાધ્યાયીઓ નાની ઉંમરે નિકની હાંસી ઉડાવતા હતા એ બધા હવે નિકને જોઈને લઘુતાગ્રંથિ અનુભવતા થઈ ગયા હતા. નિકને 'યંગ સિટિઝન ઓફ ધ યર' એવોર્ડ માળ્યો એ પછી તો ઓસ્ટ્રેલિયાના મીડિયામાં તેના વિશે ઘણું લખાવા માંડ્યું. નિક ધીમે ધીમે સેલિબ્રિટી સ્ટેટ્સ મેળવી રહ્યો હતો. 

નિક એકવીસ વર્ષની ઉંમરે ગ્રિફિથ યુનિવર્સિટીમાંથી એકાઉન્ટસી અને ફાઈનાન્સિયલ પ્લાનિંગના વિષય સાથે ગ્રેજ્યુએટ થયો. નિકને અકાઉન્ટસી અને ફાઈનાન્સિયલ પ્લાનિંગ વિષય સાથે ભણાવવાની ઈચ્છા તેના પિતાની હતી. તેમને હતું કે બીજું કંઈ નહીં તો નિક અકાઉન્ટન્ટ તરીકે આર્થિક રીતે પગભર થઈ શકશે. તેઓ પોતે પણ અકાઉન્ટન્ટ તરીકે કામ કરી ચૂક્યા હતા. નિક અકાઉન્ટન્ટ તરીકે કામ મેળવી શકે એ માટે તેમણે નિકને બાળપણમાં જ ટાઈપિંગની પ્રેક્ટિસ શરૂ કરાવી દીધી હતી અને માત્ર છ વર્ષની ઉંમરે નિક પોતાના ધડ સાથે જોડાયેલા પંજાની મદદથી ટાઈપિંગ અને રાઈટિંગ શીખી ગયો હતો. (નિક નાનો હતો ત્યારે સ્કૂલમાં બીજા વિદ્યાર્થીઓની જેમ તેને બેન્ચ કે ખુરશી પર નહોતો બેસાડાતો, પણ બીજા વિદ્યાર્થીઓ જે ટેબલનો લખવા માટે ઉપયોગ કરતા હોય એ ટેબલ પર તેને બેસાડતો. એ રીતે તે ગ્રેજ્યુએટ થયો ત્યાં સુધી બધા ક્લાસમાં તેનું સ્થાન સૌથી ઊંચુ રહ્યું. નિક વિદ્યાર્થી તરીકે ટેબલ ઉપર બેઠા બેઠા પોતાના ધડ સાથે સીધા જોડાયેલા પંજાના બે અંગુઠાની મદદથી નોટબુકમાં લખી રહ્યો હોય એવી તસવીરો ઈન્ટરનેટ પર જોઈ શકાય છે.

જોકે એકવીસ વર્ષની ઉંમરે ગ્રેજ્યુએશન કર્યા પછી નિકે અકાઉન્ટન્ટ તરીકે કામ મેળવવાની જરૂર ના પડી. તે મોટિવેશનલ સ્પીકર તરીકે એટલે કે પ્રેરણાત્મક પ્રવચનો આપનારા પ્રવચનકાર તરીકે જાણીતો બની ગયો હતો. તેણે એક સંસ્થા શરૂ કરી: લાઈફ વિધાઉટ લિમ્બ્સ. એ સંસ્થાના માધ્યમથી તેણે શારીરિક અને માનસિક ઉણપ ધરાવતી વ્યક્તિઓ માટે ફંડ એકઠું કરવા માંડ્યું અને એ ફંડનો ઉપયોગ કરીને સંખ્યાબંધ અક્ષમ લોકોને મદદ કરવા માંડી. અકસ્માતમાં પગ ગુમાવી ચૂકેલા માણસોને કૃત્રિમ પગ ફિટ કરાવી આપવાથી માંડીને સાવ હરીફરી ના શકતી હોય એવી વ્યક્તિઓને વ્હિલચેર કે ઈલેક્ટ્રિક વ્હીલચેર અપાવવાનું તથા બીજી પણ આર્થિક મદદ અપાવવાનું એ સંસ્થા દ્વારા તેણે શરૂ કર્યું. જે પોતે જન્મથી જ શારીરિક રીતે બેસહારા હતો એ માણસ સંખ્યાબંધ માણસોનો સહારો બનવા માંડ્યો. 

નિક બાળપણમાં ઈશ્ર્વરને દરરોજ પ્રાર્થના-આજીજી કરતો હતો કે કંઈક એવો ચમત્કાર કરી બતાવો કે મને હાથ-પગ મળી જાય. એને એક પાદરીએ કહ્યું હતું કે ઈશ્ર્વર હંમેશાં આપણી ફરિયાદ સાંભળે છે એટલે ઈશ્ર્વર ચમત્કાર કરશે જ એવી આસ્થાથી તેણે પોતાના કબાટમાં નવા શૂઝ રખાવી મૂક્યા હતા કે અચાનક ઈશ્ર્વર ચમત્કાર કરે ત્યારે શૂઝ શોધવા ન જવા પડે! નિકના જીવનની હજી થોડીક વાતો બાકી છે, સોમવારે.

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-sukh-no-password-gujarati/

No comments:

Post a Comment