Monday 13 January 2014

[Vijay Kudal] [VijayKudal] Kabhi Kabhi (Gujarati)

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Kabhi Kabhi (Gujarati)'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

'મને ૭૨ સ્ત્રીઓ સાથે શાદી કરવાનો આદેશ છે!'

કભી કભી – દેવેન્દ્ર પટેલ
કાશ્મીરની ખીણમાં ધર્મના નામે ટીનએજ કન્યાઓનું શોષણ કરતો સેક્સ મેનિઆક
કાશ્મીરની ખીણમાં આવેલા બડગાંવ જિલ્લાના એક ગામની આ કહાણી છે. હજુ ગઈકાલ સુધી કાશ્મીરનાં ઉર્દૂ અખબારોમાં એક સૂફી સંતનાં વિજ્ઞાપનો પ્રગટ થતાં હતાં. જુદી જુદી જગ્યાએ તે પ્રવચનો આપતો હતો. અચાનક જ પોલીસ તેને શોધવા લાગી. કોર્ટ તરફથી પોલીસ સમન્સ લઈને તેના ઘરે આવવા લાગી હતી. તેની સામે ધર્મના નામે ગામડાંની નાની કુંવારી કન્યાઓ સાથે યૌન ઉત્પીડનનો આક્ષેપ હતો. એ કહેવાતા અને બનાવટી સંતનું નામ છે : ગુલઝાર અહેમદ પીર. તે એક જમાનામાં કાર્પેટ વણનાર અશિક્ષિત કારીગર હતો. એક દિવસ એણે પોતાની અટક બદલીને 'સૈયદ' અને 'રેશી' કરી દીધી. મુસ્લિમોમાં આ અટક અત્યંત સન્માનનીય છે. હવે તેણે પોતાની ઓળખ હઝરત સૈયદ ગુલઝાર રેશી તરીકે આપવા માંડી. તા. ૨૮મી મેના રોજ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.

કોર્ટમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં નવ જેટલી છોકરીઓએ આ સેક્સ મેનિઆકે તેમની સાથે કરેલા સેક્સ સંબંધોનું ભયંકર વર્ણન કર્યું હતું. દરેક છોકરીએ આપેલા વર્ણનમાં એક વાત સામાન્ય હતી કે, ગુલઝાર અહેમદ દરેકને એક જ વાત કરતો હતો કે, "તમારા શરીર અને આત્માની શુદ્ધિ માટે સેક્સુઅલ એક્ટિવિટી જરૂરી છે." તે દરેક કન્યાનો હાથ પોતાના હાથમાં લઈ કહેતો કે, "હું તમારી સાથે જે કાંઈ કરૂ તે તમારે ગુપ્ત રાખવાનું છે. મને ૭૨ સ્ત્રીઓ સાથે શાદી કરવાનો ડિવાઈન આદેશ મળેલો છે."

આશ્ચર્યની વાત એ હતી કે કે ગુલઝાર અહેમદની નોકરાણીઓ જ આ કામમાં તેને મદદ કરતી. એ ગ્રામ્ય કન્યાઓ જ્યારે તેમનું કૌમાર્ય ગુમાવતી ત્યારે એ નોકરાણીઓએ બધી છોકરીઓને અભિનંદન આપતી. ગુલઝાર અહેમદે જે સંપ્રદાય-કલ્ટ શરૂ કર્યો હતો તેમાં સેક્સના શુદ્ધિકરણ નામનો બે મહિનાનો અભ્યાસક્રમ ચલાવતો હતો અને સેક્સ સંબંધો તેમની શુદ્ધિ માટે જરૂરી છે તેમ સમજાવવામાં આવતું. છોકરીઓ અહીં કેમ આવતી તે પણ જાણવા જેવું છે. ગુલઝાર અહેમદ તેના પિતૃઓના જૂના ઘરમાં એક સ્કૂલ ચલાવતો હતો. એ સ્કૂલનું નામ ઇદ્રા-એ-નૂર-એ-એઈન સૈયદતુન નિસા ફાતિમાતુઝુહરા હતું. આ સ્કૂલમાં ટૂંકા ગાળાનો ધાર્મિક અભ્યાસક્રમ ચલાવવામાં આવતો. હકીકતમાં ગુલઝાર અહેમદ અભણ હતો અને તેને સાચા ઇસ્લામ ધર્મનું કોઈ જ જ્ઞાન નહોતું. તે વિકૃત માણસ હતો. તે જે ભણાવતો તે અભ્યાસક્રમ એણે જાતે જ નક્કી કરી નાખ્યો હતો.

ગુલઝાર અહેમદના આ ગુપ્ત કારનામાં ત્યારે જ બહાર આવ્યાં જ્યારે કેટલીક મુસ્લિમ કન્યાઓએ તેની સેક્સની માગણીનો વિરોધ કરતાં કહ્યું કે, "જે સ્ત્રી સાથે લગ્ન ના થયું હોય તે સ્ત્રી સાથે જાતીય સંબંધોની પરવાનગી ઇસ્લામ આપતો નથી." એક મુસ્લિમ કાશ્મીરી કન્યાએ બીજી મુસ્લિમ સખીઓને કહ્યું, "આ માણસ આપણું શારીરિક શોષણ કરે છે."

એ વખતે ગુલઝાર અહેમદ રેશી ઘણો મોટો માણસ હતો. તેના અનુયાયીઓનો એક મોટો વર્ગ હતો. તેની સામે બોલવાની કોઈની હિંમત નહોતી. તે મોટો ધર્મગુરુ હોઈ જે કોઈ બોલે તેને ચૂપ કરી દેવામાં આવતી, પરંતુ કેટલીક મુસ્લિમ છોકરીઓએ ગુલઝાર અહેમદ રેશીની હોસ્ટેલ છોડી દીધી અને તે કેટલાક ઇસ્લામના સાચા ધર્મગુરુઓ પાસે રેશીને ખુલ્લો પાડવા ગઈ. ઘણાએ મદદ કરવા ના પાડી દીધી, પરંતુ એકમાત્ર મૌલવી મોહંમદ અમીન તે કન્યાઓને મદદ કરવા સંમત થયા. મૌલવી મોહંમદ અમીન કાશ્મીરની ખીણની લંડન સ્થિત 'ઇન્ટરનેશનલ ખાતમ-એ-નબુવત મૂવમેન્ટ'ના વડા છે. તેમણે મુસ્લિમ બાળાઓની વાત સાંભળ્યા બાદ તેમના આરોપોની ચકાસણી કરવા નિર્ણય કર્યો. એટલું જ નહીં, પરંતુ એ કન્યાઓને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવા સલાહ આપી. છેવટે મૌલવીની સલાહ પ્રમાણે પોલીસ ફરિયાદ કરવામાં આવી. પોલીસે એ બાળાઓની તબીબી તપાસ કરાવડાવી. તબીબી તપાસમાં જણાયું કે, તે તમામ બાળાઓ તેમનું કૌમાર્ય ગુમાવી ચૂકી હતી. કોર્ટે ગુલઝાર અહેમદ રેશી સામે પહેલાં સમન્સ અને તે પછી વોરંટ કાઢયું.

ગુલઝાર અહેમદ રેશી સામે તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરવામાં આવી. જેના વડા તરીકે ડીએસપી બશીર અહેમદ દાર છે. પોલીસે ગુલઝાર અહેમદ રેશીના ઘર અને હોસ્ટેલમાં દરોડો પાડયો. પોલીસે તેના ગુપ્ત રૂમમાંથી ગાદલાં કબજે કર્યાં. એ રૂમને 'હુજરા-એ-ખાસ' એવું નામ આપવામાં આવ્યું હતું. આ તેનો સ્પેશિયલ બેડરૂમ હતો. એ રૂમમાં કોઈનેય પ્રવેશવા પર પ્રતિબંધ હતો. પોલીસે જોયું તો એ ખંડમાં ઉપલબ્ધ મેટ્રેસ પર કેટલાંક પ્રવાહીનાં સુકાઈ ગયેલાં ડાઘ હતાં. પોલીસે એ ગાદલું તથા કબાટમાંથી કેટલાંક કપડાં અને દવાઓ કબજે કરી. ગુલઝાર અહેમદ જે લાંબો કાશ્મીરી ઝભ્ભો-ફેરન વાપરતો હતો તેની પર તેના પુષ્કળ ડાઘ હતા.

પોલીસના જણાવ્યા અનુસાર ગુલઝાર અહેમદ રેશીના ઘણા અનુયાયીઓ છે. પુરુષ અનુયાયીઓ તાલીબ તરીકે ઓળખાય છે. આવા સેક્સ મેનિઆકનો ભોગ બનેલી કન્યાઓએ પોલીસ સમક્ષ જણાવ્યું કે, "રાતના ૧૧ વાગ્યા પછી ગુલઝાર અહેમદ તેની આ પ્રવૃત્તિ શરૂ કરતો હતો. પહેલાં એક રૂમમાં તે ૧૧ છોકરીઓને બોલાવતો. તે પછી તેમાંથી એક છોકરીને તે પસંદ કરતો અને એની સાથે સૂઈ જતો." ગુલઝાર અહેમદ અમને કહેતો : માલિકે તમને બધાંને મારી સાથે લગ્ન કરવા પસંદ કર્યાં ે. તમને હું સ્પર્શીશ એટલે તેથી તમે બધાં નર્કના અગ્નિથી બચી જશો. હું તમારા શરીરના જે ભાગને સ્પર્શીશ તેને નર્કનો અગ્નિ સ્પર્શશે નહીં. મારૂ શરીર નૂર (ડિવાઈન લાઈટ) છે.

જે કોઈ કુંવારી કન્યા આ સ્કૂલમાં દાખલ થાય તેને શરૂઆતમાં કાંઈક ભણાવવામાં આવતું. તે પછી ગુલઝાર અહેમદના વિશ્વાસુ માણસો એ કન્યાઓને કહેતા : "તમારે 'બેબ'ને ખાનગીમાં મળવાનું છે." બેબ એ ગુલઝાર અહેમદને અપાયેલી કહેવાતી સન્માનનીય પદવી હતી. તે પછી એ છોકરીઓને ખાનગીમાં ગુપ્તતાના સોગંદ લેવડાવવામાં આવતા. તે પછી તેમનો સંગમ પવિત્ર હશે તેમ સમજાવવામાં આવતું."

ગુલઝાર અહેમદ રેશીનો ભોગ બનેલી એક મુસ્લિમ કન્યાએ પોલીસને જણાવ્યું કે, "મને એમણે એમની ખાનગી ચેમ્બરમાં બોલાવી તે પછી રાતના ત્રણ વાગ્યા સુધી મારૂ શારીરિક શોષણ કરતાં રહ્યા. તે પછી તેઓ સવારના છ વાગ્યા સુધી ઊંઘી જતા. સવારે ૯ વાગે ધાર્મિક ઉપદેશ આપતા. સાંજના ૭થી ૧૦ વાગ્યા છોકરીઓને આસપાસ બેસાડીને જ ટેલિવિઝન પર કાર્યક્રમો નિહાળતા. છોકરીઓના ખભા પર હાથ મૂકતા. પગ લાંબા કરતા. રાત્રે ૧૦ વાગ્યે હાર્મોનિયમ વગાડતા. એક કલાક સુધી સંગીત સાંભળતા."

પોલીસ પણ આ બાળાઓનું વર્ણન સાંભળી સ્તબ્ધ થઈ ગઈ. કાશ્મીરની પોલીસે આ બનાવટી ધર્મગુરુની ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૭૬ (બળાત્કાર માટેની સજા) હેઠળ ધરપકડ કરી છે. આ શખસે ૨૦૦ જેટલી કુંવારિકાઓ સાથે સેક્સ સંબંધ માણ્યો હોવાનું પોલીસ માની રહી છે. તે પછી પોલીસે ગુલઝાર અહેમદની સાગરીત કેટલીક મહિલાઓની પણ ધરપકડ કરી છે. દાયકાઓથી તે ગુલઝાર અહેમદની સાથે છે. ગુલઝાર અહેમદ રેશીનાં કરતૂતો બહાર આવતાં કાશ્મીરની ખીણના સાચા ઇસ્લામપંથીઓ પણ સ્તબ્ધ છે. કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓએ એવી પણ માગણી કરી છે કે, ગુલઝાર અહેમદ રેશીને સિક્રેટ ફંડ કોણ આપતું હતું તેની પણ તપાસ કરો. એ સિવાય એણે આટલું મોટું મકાન બનાવ્યું ક્યાંથી ?" ગુલઝાર અહેમદ રેશીએ તેના જૂના ઘરની બાજુમાં ચાર માળની બીજા વિશાળ ઇમારત બનાવી છે. કાર્પેટના એક કારીગર પાસે આટલી સંપત્તિ આવી ક્યાંથી ?

કાશ્મીર યુનિર્વિસટીની શાહ-એ-હમાદાન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના વડા ડો. હમીદ નસીમે જણાવ્યું છે કે, ગુલઝાર અહેમદ રેશી જેવા લોકોનો ધર્મના બનાવટી સંત તરીકેનો ઉદય એ સાચા ઇસ્લામને સમજવા માગતા લોકો પર એક કુઠારાઘાત છે. આવા લોકોને અનુયાયીઓ પણ મળી રહે છે તે જ દર્શાવે છે કે, ઘણા બધા લોકો સાચા ઇસ્લામની જાણકારીથી દૂર છે અને અંધવિશ્વાસમાં જ રહેલા છે. સૂફીવાદના ઘણા બધા અનુયાયીઓ કાશ્મીરમાં છે. સૂફીવાદના ઘણા સંતોની પવિત્ર કબરો પર જઈ તેમના અનુયાયીઓ તેમની શ્રદ્ધા પ્રગટ કરે છે, પરંતુ ગુલઝાર અહેમદ રેશીએ એક સુંદર ધર્મનો દુરુપયોગ કર્યો છે."

ગુલઝાર અહેમદ રેશીની ધરપકડ બાદ ગુલઝારનાં ધર્મવિરોધી કૃત્યોના કારણે સ્થાનિક લોકોમાં પણ ગુલઝાર અહેમદ રેશી સામે રોષ ફાટી નીકળ્યો છે અને આરોપીને ફાંસીએ લટકાવી દેવા માગ ઊઠી છે. હવે તો ગુલઝાર અહેમદ રેશીની ગર્લ્સ હોસ્ટેલ પણ ખાલી થઈ ગઈ છે. ગુલઝાર અહેમદ રેશીએ પોતાના બચાવમાં કહ્યું છે કે, "હું તો નપુંસક છું અને મારી સામેના બધા જ આરોપો બનાવટી છે. મારા વિરોધીઓએ મને ફસાવવા આ બનાવટી ફરિયાદો કરાવડાવી છે." કાશ્મીરના મુતાહીદા મજલિસ ઉલેમા, જમાતે ઇસ્લામી, જમાયત આહી હાદીરા તથા કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી ગિલાનીએ કાશ્મીરના લોકોને આવા દાગી અને બનાવટી ધર્મગુરુઓથી દૂર રહેવા અને પવિત્ર કુર્રાનમાં દર્શાવેલા નીતિ-નિયમો પ્રમાણે જ જીવન જીવવા સલાહ આપી છે.

(Source : The Pioneear)
www.devendrapatel.in

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (4)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-kabhi-kabhi-gujarati/

No comments:

Post a Comment