Friday 10 January 2014

[Vijay Kudal] [VijayKudal] Nij Nagaria (Gujarati)

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Nij Nagaria (Gujarati)'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

નિજ-નગરિયા – તરુ કજારિયા
જાહેરખબરોના બેશુમાર પ્રભાવવાળા આ જમાનામાં વધુ ને વધુ મટીરિયલ, ચીજ-વસ્તુ કે ભૌતિકતાના ઢગલાથી ઘેરાઇને રહેવું એને જ જાણે ખુશ રહેવાની પહેલી શરત કે સફળતાની ચાવી બનાવી દેવાઇ છે
 
નવા વરસે આપણી આ પહેલી મુલાકાત. 'નવું', 'નવીન', 'નૂતન', 'નવલું' – આ બધા જ શબ્દો લખતાં-વાંચતાં કે બોલતાં-સાંભળતાં કેટલો રોમાંચ અનુભવાય છે! એક વધુ વરસ પૂરું થઈ ગયું. અને દરેક વરસના અંતે થાય તેમ બધાને થયું – 'અરે! હજી હમણાં તો ૨૦૧૩ શરૂ થયું હતું અને હમણાં પૂરું પણ થઈ ગયું! આ વાક્યમાં માત્ર સાલ બદલી નાખીએ એટલે એ દરેક વર્ષના અંતે ઉપયોગમાં લઈ શકાય એવું નવું બની જાય છે!

વરસના અંતિમ દિવસે વરસભરના મહત્ત્વના બનાવોનું સરવૈયું અને સેલિબ્રિટીઝનાં ન્યુ યર રેઝોલ્યુશન ચમકાવવાનું પણ મિડિયાનું આવું જ વરસો-વરસ ચાલતું રૂટિન છે. હવે તો અખબારો ઉપરાંત સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર નાના-મોટા સૌ કોઇનાં ન્યુ યર રેઝોલ્યુશન વાંચવા મળે છે.

નવી-નવી વસ્તુઓની અને નવા અનુભવોની માણસની ચાહમાંથી જ વિવિધ ઉદ્યોગો સતત ઇનોવેશન કરતા રહે છે અને દર બે-ચાર મહિને તેમના પ્રોડક્ટમાં 'ન્યુ', 'અલ્ટ્રા ન્યુ' કે 'પ્લઝ' કે એવાં અન્ય વિશેષણો ઉમેરાતાં જાય છે. મોબાઇલ ફોનથી લઈને કાર બનાવતી કોઇ પણ કંપનીઓની પ્રોડક્ટ રેન્જ જોઇએ તો દેખાય કે દર એક્-બે કે બે-ચાર મહિને નવાં મોડેલ તેઓ માર્કેટમાં લાવતા રહે છે. અને સિરીઝમાં નંબરો ઉમેરાતા જાય છે. હકીકતમાં એ નવા અને જૂના વર્ઝનમાં એકાદ-બે ફીચર્સ સિવાય ભાગ્યે જ કંઇ ફરક હોતો હશે. પરંતુ નવું મોડેલ બજારમાં આવે એ પહેલાં તો જાહેરખબરો દ્વારા એવો માહોલ ઊભો થઈ ગયો હોય કે ગ્રાહકો એ પ્રોડક્ટ નહીં મળે તો દુનિયા ઉપર-તળે થઈ જશે એવા ઉન્માદથી તેને ખરીદવા ઊમટી પડે છે! માનવીની નવીનતા માટેની ચાહતને જાહેરખબર ઉદ્યોગે સૌથી વધુ સફળતાથી એન્કેશ કરી છે. 

આ એકત્રીસમી ડિસેમ્બરે પણ એક મોબાઇલ કંપનીની ફુલ પેજ જાહેરખબર લગભગ બધાં જ છાપાંઓમાં હતી. તેની કેચ લાઇન હતી 'આઇ રિઝોલ્વ ટુ ઑલવેઝ કેરી ધ લેટેસ્ટ'! આજના સમયમાં 'લેટેસ્ટ'ની ક્રેઝ યંગસ્ટર્સના અને બચ્ચાંલોગના દિમાગને સૌથી વધુ આકર્ષે છે. ટેણકા ટાબરિયાંને માટે પણ કોઇ વસ્તુ લાવીએ તો લેટેસ્ટ જોઇએ. આ ક્રેઝ અમીરો અને ઉચ્ચ વર્ગના લોકોને પોસાય પરંતુ મધ્યમ વર્ગના કે સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતા લોકો માટે તો બાળકોને એ ક્રેઝનો શિકાર બનતાં અટકાવવાનો પડકાર બહુ મોટો છે. પશ્ર્ચિમની 'યુઝ ઍન્ડ થ્રો' ઇકોનોમીનો આપણા દેશમાં અને કલ્ચરમાં પગપેસારો થયો છે તેમાં જાહેરખબરોનો મોટો ફાળો છે. નવું કશુંક બજારમાં આવે એટલે આપણે એ લેવું જ જોઇએ. બીજા બધા પાસે નવું હોય અને આપણે જૂનું વાપરતા હોઇએ તો કેટલું ખરાબ લાગે! આવી માન્યતા માત્ર ફેશનપરસ્ત અને હાઇ-ફાઇ લોકોના દિમાગમાં જ નહીં, મિડલ ક્લાસ ઘરોમાં પણ જોવા મળે છે. અને આર્થિક મર્યાદાને કારણે એ વૃત્તિ સંતોષાતી નથી ત્યારે પછી 'બાય હૂક ઓર ક્રૂક' એ વસ્તુ મેળવવાની ઝંખના જન્મે છે. થોડા સમય પહેલાં એક સમાચાર વાંચેલા કે મમ્મીએ મોબાઇલ ન લઈ આપ્યો એટલે એક ટીનેજરે તેના પર હુમલો કર્યો હતો. છોકરાઓ દ્વારા મા-બાપની હત્યા કે હુમલા જેવા કિસ્સાઓમાં મોટે ભાગે પૈસા કે ચીજ-વસ્તુની માગણીઓ કારણભૂત હોય છે.

જાહેરખબરોના બેશૂમાર પ્રભાવવાળા આ જમાનામાં વધુ ને વધુ મટીરિયલ ચીજ-વસ્તુ કે ભૌતિકતાના ઢગલાથી ઘેરાઇને રહેવું એને જ જાણે ખુશ રહેવાની પહેલી શરત કે સફળતાની ચાવી બનાવી દેવાઇ છે. એક કારની જાહેરખબર યાદ આવે છે. તેમાં કંઇ આ મતલબનો સંવાદ છે. એક યુવાનને કહેવામાં આવે છે કે અરે, તું આ કારમાં ઇન્ટરવ્યુ આપવા આવ્યો છે? તારી નોકરી તો પાક્કી જ્! અમુક કપડાં પહેરવાથી સારી છોકરી મળે કે અમુક ગાડી વાપરવાથી સારી નોકરી મળે! સુખી દાંપત્ય માટે જીવનસાથીને હીરાની વીંટી કે હારની ભેટ અનિવાર્ય છે અને અમુક ટોનિક પીવાથી જ્ તમારા બાળક્નું સ્પોર્ટ્સટીમમાં સિલેક્શન શક્ય છે! અમુક બ્રાન્ડના કિચનવેર વાપરો તો જ તમે ખરેખર તમારી પત્નીને પ્રેમ કરતા હો અને અમુક બ્રાન્ડનું તેલ વાપરો તો જ વાસ્તવમાં તમારા પતિના સ્વાસ્થ્યની તમે કાળજી લેતા હો! આવી માન્યતાઓ આ જાહેરખબરો સીધી કે આડકતરી રીતે જનમાનસ ઉપર ખડી કરતી રહે છે. આજની મોંઘવારીમાં સામાન્ય વર્ગના માનવીએ અને તેના પરિવારે ખરેખર ખુશ રહેવું હોય તો જાહેરખબરોના પ્રચંડ પ્રભાવમાંથી જાતને મુક્ત રાખવાની કળા શીખવી જરૂરી છે. બાળક નાનું હોય ત્યારથી તેને જાહેરખબર અને હકીકત વચ્ચેનો ફરક સમજાવવો પડે. નહીંતર લીમડાની કે લોકલ બનાવટની સારી ક્વોલિટીની પેસ્ટથી પણ દાંત સાફ થઈ શકે તે વાત એના દિમાગમાં કદી ઊતરશે જ નહીં. ઘરમાં મમ્મીએ બનાવેલા ચોખ્ખા ઘીની ગોળપાપડી ખાઇને પણ તાકાત મળી શકે એ સ્વીકારવા તે કદી તૈયાર થશે જ નહીં. માટે જ શક્ય હોય તો નાનપણથી જ બાળકના મનમાં આ સમજણ રોપી દેવી કે હકીકત અને જાહેરખબર એ બન્ને એક ચીજ ન હોઇ શકે.

અખબારો, ટેલિવિઝન, ઇન્ટરનેટ કે મોબાઇલના માધ્યમથી જાહેરખબરોનો અજગર આપણને ખબર પણ ન પડે એ રીતે આપણા જ ઘરમાં એક વરસના બાળકથી લઈને એંશી વરસનાં દાદા-દાદી સુધીના દિમાગ પર પોતાની ભૂરકી છાંટતો રહે છે. ક્યારેક એક કવાયત કરવા જેવી છે: ઘરની ખરીદી કે અન્ય જરૂરિયાતો અંગેના કેટલા નિર્ણયો આ જાહેરખબરોના પ્રભાવ હેઠળ લેવાયા તે ચેક કરવું. ક્યારેક તો આવા પ્રભાવમાં તણાઇ જઈને તદ્દન બિનજરૂરિયાતની કે બિનઉપયોગી ચીજો પણ આપણે ઘરમાં લઈ આવીએ છીએ અને પાછળથી પસ્તાઈએ છીએ. આમાં જાહેરખબર કે જાહેરખબરકર્તાઓને તો કોઇ દોષ આપી શકાય નહીં, તેમનું તો કામ છે પોતાના પ્રોડક્ટનું વેચાણ વધારવાનું, લોકોને યેન-કેન પ્રકારે પોતાના પ્રોડક્ટ ખરીદવા આકર્ષવાનું. પરંતુ આપણે જ યાદ રાખવાનું છે કે 'આ જાહેરખબર છે'. આ ફિલ્ડમાંં ઇમેજિનેશન અને ક્રિયેટિવિટીને મોકળું મેદાન મળે છે. એનો આનંદ મન ભરીને લઈ શકાય, પરંતુ આપણા સ્પેન્ડિંગ ડિસિઝન્સ કરતી વખતે ભૂલવું નહીં કે 'આ જાહેરખબર છે'! અને બીજી વાત કે દરેક 'નવું' સાચે જ 'નવું હોતું નથી!

હા, આટલું કહ્યા પછી તાજેતરમાં વાંચેલી એક જાહેરખબરની કેચલાઇન માણીએ: 

'ઉમ્મીદોં વાલી ધૂપ, સનશાઇન વાલી આશા'.

અને આ બે પંક્તિઓનો તો અંગત ઉપયોગ પણ કરીએ: 

'ઇસ સાલ મેં ફૈસલા કર લો, 

હર હાલ મેં ખુશ રહના હૈ'

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-nij-nagaria-gujarati/

No comments:

Post a Comment