Monday, 13 January 2014

[Vijay Kudal] [VijayKudal] Skin Care by ANkita Patel (Gujarati)

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Skin Care by ANkita Patel (Gujarati)'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

સમજણ – અંકિતા પટેલ
ઘરે બનાવેલા ફેસપેક – માસ્ક શરીરનાં છિદ્રોમાંથી કચરો બહાર કાઢી ચહેરાની ત્વચાને ઊજળી અને માંસ પેશીઓને મુલાયમ બનાવે છે
 
ક્લિિંજગ પછી સ્કિનકેર માસ્ક અથવા પેકનો પ્રયોગ સ્કિનને વધુ તુંદુરસ્ત ગ્લો આપે છે. તમે જ ઊંડાઈ સુધી ક્લિન પણ કરે છે. માસ્કના પ્રયોગથી કેટલાય ફાયદા થાય છે જેમ કે ત્વચામાં રક્તાભિશરણનું પ્રમાણ વધે છે, જેના થકી ત્વચા ઊજળી ઊઠે છે અને ગ્લોઇંગ દેખાય છે. ચહેરાની માંસપેસીઓ ટોન થાય છે. ત્વચાની ઈલાસ્ટિકસિટી બની રહે છે. શરીરના છીદ્રમાંથી ગંદકીને બહાર કાઢે છે. 

ઉપયોગી ટિપ્સ

* ફેસ પેક લગાડતી વખતે આંગળીઓનાં ટેરવાંથી પેકને ચહેરા પર ફેલાવો. * આંખોની નીચે બટાકાના રસને ખીરાના રસમાં ભેળવીને કોટનના કપડાંમાં બોળીને આંખ પર રાખવું. આનાથી આંખ રીલેક્સ થાય છે.

મિલ્ક પેક: ઘરેલું ફેસપેક

કોટન પેડ અથવા રૂનાં પૂમડાંને દૂધમાં બોળીને ચહેરા પર લગાડો એપ્રિકોટ પેક.

બે ટી-સ્પૂન મધ, ર ટી-સ્પૂન એપ્રિકોટ (ખુબાની), અડધો ટી-સ્પૂન બદામ તેલ, અર્ધો ટી-સ્પૂન લીંબુનો રસ, યા બધી સામગ્રીને ભેળવીને ચહેરા પર લગાડો, ૧૫ મિનિટ પછી ચહેરો ધોઈ લેવો યા ફેસ પેક ત્વચાને ઢીલી થતાં રોકે છે. 

બેલહની પૅક: બે ટી-સ્પૂન બેલના ફળનો પાઉડર, બે ટેબલ સ્પૂન ખજૂરનું મિશ્રણ, એક ટેબલ સ્પૂન મધ, આ બધી સામગ્રીને ભેળવીને પેસ્ટ તૈયાર કરવી અને ચહેરા પર લગાડી, દસથી ૧૫ મિનિટ ચહેરા પર રાખીને સૂકાવા દો પછી હૂંફાળા પાણીથી ચહેરાને ધૂઓ અને પછી ઠંડા પાણીથી આ પેક થકી ચહેરાની ત્વચામાં ખેંચ અનુભવાય છે. 

ડ્રાયસ્કીન માટે ફેસપેક 

મિંટ-દહીં પેક: ૧-૧ ટેબલ-સ્પૂન દહીં મુલતાની માટી, ૧ ટી-સ્પૂન ફુદીનાનો પાઉડર, દહીંમાં ફુદીનાનો પાઉડર અને મુલતાની માટીને નાંખીને એને અડધો કલાક માટે ભીંજવી રાખો. ત્યાર બાદ એને સારી રીતે ફીણી લો અને ત્યાર પછી ચહેરા પર એપ્લાઈ કરો. સૂકાઈ જતાં પહેલાં હૂંફાળા પાણીથી અને પછી ઠંડા પાણીથી ધોઈ લેવો. 

એગ હની પૅક: અડધો ટી સ્પૂન મધ, એક ઇંડાનો પીળો ભાગ, ૧ ટી-સ્પૂન દૂધનો પાઉડર, ઇંડાને સારી રીતે ફીણીને એમાં મધ તેમ જ દૂધનો પાઉડર ભેળવી દો. જ્યારે થોડું ઘણું ગાઢું થાય ત્યારે એનો ફેસ પૅક તરીકે ઉપયોગ કરી ચહેરા પર લગાડો, સૂકાઈ જવા પ્રથમ હૂંફાળા પાણી અને ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

તૈલી ત્વચા માટેનો ફેસ પૅક

બટાકાનો પેક: એક એક ટી-સ્પૂન બટાકાનો રસ અને મુલતાની માટીને ભેળવીને એનો ફેસ પેક તૈયાર કરી લો. ચહેરા પર લગાડી ૧૦થી ૧૫ મિનિટ રાખી સૂકાવા દો ત્યાર પછી ચહેરાને હૂંફાળા પાણીથી અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.

ખીરું-ફુદીનાનો પૅક: એક ટી સ્પૂન ખીરાનો રસ, અડધો ટી-સ્પૂન પીપરમિન્ટનું મિશ્રણ, એક ટેબલ-સ્પૂન ફુદીનાનો રસ, બધી સામગ્રીને મિક્સ કરીને ચહેરા પર એપ્લાય કરો, સૂકાઈ જતાં હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ નાખો. 

પપૈયાનો ફેસ પૅક: બે ટેબલ-સ્પૂન પપૈયાને ક્રશ કરીને એને ચહેરા પર લગાડો જ્યારે સુકાઈ જાય ત્યારે હુંફાળા પાણીથી ધોઈ લો. એમાં તમારે લીંબુનો રસ ભેળવવો હોય તો તે ભેળવી શકો છો. 

ઇંડુ અને મુલતાની માટીનો પેક: એક ઇંડાની સફેદી, એક ટેબલસ્પૂન મુલતાની માટી, અડધો ટેબલ સ્પૂન પીપરમીન્ટનું મિશ્રણ, અડધો ટેબલ-સ્પૂન પાણી, પાણીમાં મુલતાની માટીને અડધો કલાક ભીંજવી રાખો, ઇંડાને ફીણીને બધી સામગ્રી મિક્સ કરી લો. એમાં મુલતાની માટી ભેળવી દો. આ પેકને ૧૫ મિનિટ માટે ચહેરા પર લગાડો અને સૂકાઈ જતા હૂંફાળા પાણીથી ધોઈ લેવો.

બધા પ્રકારની ત્વચા માટેનો પૅક્સ

એપલ માસ્ક: એક સપરચંદ અને બે ટેબલ-સ્પૂન મધ લો. સફરજનને છોલીને તેમ જ કાપીને એને બ્લેન્ડરમાં મિક્સ કરી લો. એમાં ફરીથી મધ ભેળવીને ૧૦થી ૧પ મિનિટ ચહેરા પર લગાડી રાખો. ત્યાર પછી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. 

વૉટર બેસ્ટ પૅક: પાણી બેઝડ ફેસપૅક્સની ખાસિયત એ છે કે એ ક્લિજિંગ અને ટોનિંગ પછી સ્કિનમાં ખેંચ અનુભવાય છે અને ત્વચામાં ઉપસી આવેલ ઝીણી રેખાને રિમુવ કરે છે.

બદામ-મધ માસ્ક: બે ટેલબ-સ્પૂન દળેલી બદામનો ભુક્કો લેવો અડધો ટી-સ્પૂન મધ, ૧ ટી-સ્પૂન ગુલાબજળ આ બધી વસ્તુને ભેળવીને એક પેસ્ટ તૈયાર કરો ત્યાર પછી ચહેરા પર લગાડો ૧૫થી ર૦ મિનિટ સુધી સૂકાવા દો અને પછી ઠંડા પાણીએ ચહેરો ધોઈ લેવો.

મધનો પૅક: મધ ત્વચાને મુલાયમ અને ચમકીલી બનાવે છે. મધને ચહેરા પર પાતળા લેયરની જેમ લગાડવું, ત્યાર પછી ૧૫ મિનિટ ચહેરા પર રાખી મૂકવું. હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લેવો.

સંતરા-મધનો પૅક્સ: એક ટેબલ સ્પૂન મધ, ૧ ટી-સ્પૂન સંતરાનું જ્યૂસ, ૧ ટી-સ્પૂન મુલતાની માટી, ર ટી-સ્પૂન ગુલાબજળ, ગુલાબજળમાં મુલતાની માટી નાંખીને એને અડધો કલાક માટે રાખી મૂકવું જ્યારે મુલતાની માટી ફુલાઈ જાય ત્યારે બાકીની બધી સામગ્રી ભેળવીને એને સરખી રીતે મિક્સ કરી લો. આ પેસ્ટને ચહેરા પર લગાડીને સૂકાવા દો. પાછળથી હૂંફાળા પાણીથી ધોઈ લેવો અને પછી ઠંડા પાણીથી.

મધ-લીંબુ-પાણીનો પૅક: અડધો ટેબલ સ્પૂન મધ, ૧ ટી-સ્પૂન લીંબુનો રસ, ર ટીસ્પૂન મુલતાની માટી, ર ટી-સ્પૂન પાણી, મુલતાની માટીને પાણીમાં અડધો કલાક બોળીને રાખો મધ અને લીંબુુને ભેળવીને ચહેરા પર લગાડો, ૧પ મિનિટ પછી હૂંફાળા પાણથી ધોઈ લો. 

કોર્નફ્લેક્સ-ઓઈલ વોટર-પૅક: ૧ ટેબલ-સ્પૂન બદામનું તેલ, ૧ ટી-સ્પૂન, ઓલિવ ઓઈલ, ર ટેબલ-સ્પૂન પાણી, ૧ ટેબલ સ્પૂન, કોર્નફ્લેક્સ પાઉડર, બંને તેલને ભેળવી લો, કોર્નફ્લેક્સ પાઉડર અને પાણીને ફીણી તેમાં તેલ ધીમે ધીમે ભેળવો, જ્યારે પૅસ્ટ તૈયાર થાય ત્યારે એને ચહેરા પર લગાડો અને એને સૂકાવા દો ત્યાર પછી હૂંફાળા પાણીથી અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.


સ્ટ્રોબેરી ફેસપૅક: ૩ સ્ટ્રોબેરી, ૧ ટેબલ-સ્પૂન ગુલાબજળ, સ્ટ્રોબેરીને ક્રશ કરીને એમાં ગુલાબજળ ભેળવી અને પછી એ પેસ્ટને ચહેરા પર લગાડો. ર૦થી રપ મિનિટ રાખ્યા પછી સૂકાઈ ગયા બાદ એને હૂંફાળા પાણીથી ધોઈ લો.


__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-skin-care-by-ankita-patel-gujarati/

No comments:

Post a Comment