Thursday, 9 January 2014

[Vijay Kudal] [VijayKudal] Gujarati article by Salil Patel

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Gujarati article by Salil Patel'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

કૃપા કરી મને છોડી દો લિંકન!
લૌકિક-અલૌકિક – સલિલ પટેલ
અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડીની હત્યાના થોડા દિવસ પહેલાં લિંકનનું ભૂત વ્હાઇટ હાઉસમાં દેખાયું હતું. કહેવાય છે કે લિંકનના ભૂતે પ્રેસિડેન્ટ કેનેડીને બંદૂકની ગોળીઓથી બચવા સલાહ આપી હતીપરંતુ કેનેડીએ આ ઘટનાને ભ્રમણા અને મજાક સમજી આખીય વાતને નજરઅંદાજ કરી દીધી હતી
અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનની ઈ.સ. ૧૮૬૫માં એક નાટયગૃહમાં જોન વિલ્કેસ બૂથ નામના માણસે ગોળી મારીને હત્યા કરી નાખી હતી. એ પછી લિંકનના કોફિનને એક ખાસ ટ્રેન દ્વારા આમ જનતાનાં દર્શન માટે અમેરિકાનાં બધાં મુખ્ય નગરોમાંથી પસાર કરવામાં આવ્યું હતું. દરેક રેલવે સ્ટેશન પર ટ્રેન આઠ મિનિટ ઊભી રહેતી હતી. આ ટ્રેન પસાર થયા બાદ રાત્રે નવ વાગ્યે અમેરિકાનાં બધાં રેલવે સ્ટેશનો પર ફરી એક વાર કાળા રંગની ટ્રેન દેખાઈ હતી. તેમાં પણ લિંકનનું કોફિન જોવા મળ્યું હતું. છેલ્લા ડબ્બામાં કેટલાક નરકંકાલ વિભિન્ન વાદ્યયંત્ર વગાડતા જણાયા હતા.

બેન્જામિન હેરીસન જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા ત્યારની એટલે કે ઈ.સ. ૧૮૮૯ની આ વાત છે. તેઓ ટેક્સાસ જવાની તૈયારી કરી રહ્યા હતા અને તેમનો અંગત સિક્યુરિટી ગાર્ડ જોન કેની પણ પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યો હતો. ત્યારે રાતના સમયે તેના રૂમના મુખ્ય દ્વાર પર એક વ્યક્તિ ઊભેલી દેખાઈ. કેવી સમજ્યો કે પ્રેસિડેન્ટે તેને બોલાવવા કોઈ વ્યક્તિને મોકલી છે, પરંતુ એ કાંઈ પૂછે તે પહેલાં પેલો આદમી તેનો લાંબો કાળો કોટ સરખો કરી એક દીવાલમાં અદૃશ્ય થઈ ગયો. કેનીએ જોયું તો એ અબ્રાહમ લિંકનનું ભૂત હતું. ૧૮૯૦થી ૯૩ સુધીમાં કેનીએ ૩૩ વાર લિંકનનું ભૂત જોયું હતું. લિંકનનું ભૂત ખૂબ નારાજ નજરે કેનીને જોતું હતું. કારણ એ હતું કે જોન કેની આ પહેલાં લિંકનનો અંગરક્ષક હતો. એને લાગ્યું કે લિંકન તેમના મૃત્યુનું કારણ મારી લાપરવાહી માનતા હતા.

એ વખતના અમેરિકાના પ્રેસિડેન્ટ ફ્રેન્ક્લીન રૂઝવેલ્ટે નક્કી કર્યું કે હવેથી તેઓ વ્હાઇટ હાઉસના બીજા માળે આવેલા શયનખંડનો સૂવા માટે ઉપયોગ કરશે. આ માટે તેમણે વ્હાઇટ હાઉસની મહિલા સુપરવાઇઝર મેરી એર્લેનને બેડરૂમની સાફસૂફી કરવા સૂચના આપી, પરંતુ થોડી જ વારમાં તે ચીસો પાડતી બહાર આવી. "અંદર તો અબ્રાહમ લિંકન બેઠેલા છે. તેમણે કાળો કોટ પહેરેલો છે, હું તો ગભરાઈ જ ગઈ."

એ દિવસે તો રૂઝવેલ્ટ બીજા માળના એ શયનખંડમાં સૂવા ગયા નહીં, પરંતુ તેમણે ફરી એ જ બેડરૂમની સાફસૂફી કરાવી. આ વાતના ઘણા સમય બાદ પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટે રેડિયો ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, "મેં ઘણી વાર લિંકનને મારા બેડરૂમમાં જોયા છે. તસવીરમાંથી બહાર આવી દીવાલમાં અદૃશ્ય થઈ જતાં રુઆબદાર લાગે છે, પરંતુ ગમે તે કારણસર તેમના ચહેરા પર દુઃખની લકીરો તો જણાય જ છે." ઈ.સ. ૧૯૪૫માં પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થઈ ગયું.

ઈ.સ. ૧૯૫૦ પછી લિંકનનું ભૂત સામાન્ય રીતે દેખાતું બંધ થઈ ગયું, પરંતુ અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડીની હત્યાના થોડા દિવસ પહેલાં લિંકનનું ભૂત વ્હાઇટ હાઉસમાં દેખાયું હતું. કહેવાય છે કે લિંકનના ભૂતે પ્રેસિડેન્ટ કેનેડીને બંદૂકની ગોળીઓથી બચવા સલાહ આપી હતી, પરંતુ કેનેડીએ આ ઘટનાને ભ્રમણા અને મજાક સમજી આખીય વાતને નજરઅંદાજ કરી દીધી હતી. આશ્ચર્યની વાત એ છે કે પોતાના મૃત્યુ પહેલાં ખુદ અબ્રાહમ લિંકને વ્હાઇટ હાઉસમાં કેટલીય વાર ભૂતો જોયાં હતાં. લિંકનનો મૃત પુત્ર એલેક્ઝાન્ડર પણ વ્હાઇટ હાઉસમાં કેટલીય વાર દેખાયો હતો. પ્રેસિડેન્ટ ગ્રોવર ક્લેવલેન્ડની પત્નીએ વ્હાઇટ હાઉસમાં એક પુત્રને જન્મ આપ્યો હતો. તેમને પોતાના પુત્ર માટે બેહદ પ્રેમ હતો. એક દિવસ અચાનક વ્હાઇટ હાઉસમાં જ પુત્ર મૃત્યુ પામ્યો. એ પુત્રનું ભૂત પણ કેટલીય વાર વ્હાઇટ હાઉસમાં જોવા મળ્યું હતું.

વ્હાઇટ હાઉસ સાથે સંકળાયેલી પ્રેમ કહાણીઓ અનેક છે. અલબત્તલિંકનનું ભૂત કેટલાંય વર્ષોથી જોવા મળ્યું નથી. પ્રેત વિશેષજ્ઞો માને છે કે લિંકનના પ્રેતાત્માને હવે પ્રેતયોનિમાંથી છુટકારો મળી ગયો હોવો જોઈએ.

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-gujarati-article-by-salil-patel/

No comments:

Post a Comment